________________
પર્યાપ્તિ
૧૪૨
બૃહદ્ સંગ્રહણી ગ્રંથમાં પર્યાપ્તિની વ્યાખ્યા કરતાં કહ્યું છે ઃ आहारसरीरिंदिय, ऊसासवओ मणोडभिनिव्वति ।
होइ जओ दलियाओ, करणं पड़ सा उ पज्जती ।।
અર્થઃ પુદ્ગલ સમૂહના દલિકોથી આહાર, શરીર, ઈન્દ્રિય, શ્વાસોશ્વાસ, વચન અને મનની રચના થાય છે, તે દલિકોનું પોતપોતાના વિષયરૂપે પરિણમન કરવા પ્રતિ જે શક્તિરૂપ કરણ તેને ‘પર્યાપ્તિ' કહેવાય છે.
જીવ જન્મ સ્થાને આવતાંની સાથે જ જીવન યાત્રામાં ઉપયોગી થાય એવા પુદ્ગલો ગ્રહણ કરવા માંડે છે. એ રીતે પુદ્ગલોનો કેટલોક ઉપચય (જથ્થો) તૈયાર થાય છે, તેથી જીવ એ કર્તા છે. પુદ્ગલોના ઉપચયથી એક પ્રકારની શક્તિ ઉત્પન્ન થાય છે. તેના વડે જીવ આહાર ગ્રહણ, શરીર નિર્વર્તન આદિ માટે સમર્થ બને છે. આ પ્રમાણે પુદ્ગલોપચયથી ઉત્પન્ન થતી શક્તિ એ જીવનું કારણ બને છે.
જીવમાં દેહ ધારણ કરી જીવન જીવવાની શક્તિ છે પણ તે પર્યાપ્તિ વિના પ્રકટ થતી નથી. અર્થાત્ જીવને દેહધારી રૂપે જીવવું હોય તો પર્યાપ્તિ આવશ્યક છે. પર્યાપ્તિ એ અગત્યની વસ્તુ છે. પર્યાપ્તિ છ છે. આહાર પર્યાપ્તિ, શરીર પર્યાપ્તિ, ઈન્દ્રિય પર્યાપ્તિ, શ્વાસોશ્વાસ પર્યાપ્તિ, ભાષા પર્યાપ્તિ, મનઃ પર્યાપ્તિ.
તત્ત્વાર્થ ભાષ્યમાં મનઃ પર્યાપ્તિનો ઈન્દ્રિય પર્યાપ્તિમાં સમાવેશ કરી પર્યાપ્તિઓની સંખ્યા પાંચ માની છે. આગમ સાહિત્યમાં છ પર્યાપ્તિઓ વિખ્યાત છે.
(૧) આહાર પર્યાપ્તિ : જીવ પુદ્ગલોપચયથી ઉત્પન્ન થયેલી જે શક્તિ વડે આહાર ગ્રહણ કરી તેને ખલ (મળમૂત્રાદિ) તથા રસપણે પરિણમાવે તે શક્તિને આહાર પર્યાપ્તિ કહેવાય છે.
આહાર ત્રણ પ્રકારના છે.
• ઓજ આહાર : કાર્મણ યોગ દ્વારા પ્રથમ સમયે જે પુદ્ગલસમૂહ ગ્રહણ કરવામાં આવે છે, તે ઓજ
આહાર.
• રોમ આહાર : સ્પર્શેન્દ્રિય દ્વારા જે ગ્રહણ કરવામાં આવે છે, તે રોમ આહાર. જેમકે તૃષાતુર પથિક વૃક્ષની છાયામાં રોમકૂપથી ઠંડીના પુદ્ગલો ગ્રહણ કરી શાંતિનો અનુભવ કરે છે.
- કવલ આહાર : જે આહાર મુખ વડે ગ્રહણ કરવામાં આવે છે, તેને કવલ આહાર કહેવાય. (૨) શરીર પર્યાપ્તિ : જીવ પુદ્ગલોના સમુદાયથી ઉત્પન્ન થયેલ શક્તિ વિશેષ વડે રસરૂપે પરિણમાવે છે. આહારને રસ (ધાતુ વિશેષ), રુધિર, માંસ, મેદ, અસ્થિ, મજ્જા અને વીર્ય એ સપ્તધાતુરૂપે પરિણમાવે તે શરીર પર્યાપ્તિ કહેવાય.
Jain Education International
(૩) ઈન્દ્રિય પર્યાપ્તિ : જીવ પુદ્ગલોપચયથી ઉત્પન્ન થયેલી જે શક્તિ વડે શરીરરૂપે પુદ્ગલોમાંથી ઈન્દ્રિય યોગ્ય પુદ્ગલો ગ્રહણ કરી તેને ઈન્દ્રિયરૂપે પરિણમાવે તે શક્તિને ઈન્દ્રિય પર્યાપ્તિ કહેવાય. (૪) શ્વાસોચ્છ્વાસ પર્યાપ્તિ : જીવ પુદ્ગલોપચયથી ઉત્પન્ન થયેલી જે શક્તિ વડે શ્વાસોશ્વાસરૂપે
For Personal & Private Use Only
www.jainelibrary.org