SearchBrowseAboutContactDonate
Page Preview
Page 169
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૩૬ અને ચંદ્ર બે ગણતાં તેના ૨ ઈન્દ્ર વૈમાનિકમાં પ્રથમ આઠદેવલોકના આઠ ઈન્દ્ર છે. નવમા અને દશમા દેવલોકના ૧૦ ઈન્દ્ર એક ઈન્દ્રતેવી જ રીતે અગિયારમા અને બારમા દેવલોકના એક ઈન્દ્ર એમ કુલ ૬૪ ઈન્દ્ર રૈવેયક અને અનુત્તર વિમાનમાં સેવ્ય-સેવકભાવ નથી, તેથી ત્યાં ઈન્દ્ર નથી. મેરૂપર્વત ઉપર તીર્થંકર પરમાત્માના જન્મ કલ્યાણક પ્રસંગે ચોસઠ ઈન્દ્રો ઉપસ્થિત થાય છે. સૂર્ય અને ચંદ્ર સિવાયના બાકીના બાસઠ ઈન્દ્રો પ્રભુનો અભિષેક કરે છે. સૂર્ય અને ચંદ્ર બન્ને બાજુ ચામર વિંઝતા ઉભા રહે છે. દેવો પ્રબુદ્ધ છે. તેથી અરાજકતાનો પ્રશ્ન ન બને છતાં વ્યવહારથી તેમને ઈન્દ્ર આવી કામગીરી સોંપે છે. વિમાનનું સ્વરૂપ તે વિમાનો સર્વરત્નમય, સ્ફટિક સમાન ઉજ્જવળ, ઉદ્યોત સહિત, રમણીય અને અપ્રતિમ સુંદર છે. તેમાં ઘણા વૈમાનિક દેવ-દેવીઓ નિવાસ કરે છે. આ વિમાનો હંમેશાં સ્વયં પ્રભા-પોતાના તેજથી નિત્ય પ્રકાશિત અને ઉધોતીત છે. આ વિમાનો શાશ્વત છે. તે પુદ્ગલમય હોવાથી વર્ણ, ગંઘ, સ્પર્ધાદિ હોય છે. વર્ણઃ પ્રથમ બે દેવલોકના વિમાનો કૃષ્ણ, નીલ, રક્ત, પીત, અને શ્વેત એમ પંચવર્ણી છે. ત્રીજા, ચોથા દેવલોકના વિમાનો કૃષ્ણ વર્ણના ન હોય, શેષ ચાર વર્ણના છે. પાંચમા-છઠ્ઠા દેવલોકના વિમાનો રક્ત, પત અને શુક્લ (જેત) વર્ણ હોય છે. સાતમા-આઠમા દેવલોકના વિમાનો પીત અને શુકલ વર્ણના છે. નવમા દેવલોકથી નવ રૈવેયક સુધીના વિમાનો શુલવર્ણી છે. પાંચ અનુત્તર વિમાનો પરમ શુક્લવર્ણી હોય છે. ગંધઃ વિમાનો અને દેવોના શરીરની ગંધ લોકના સુગંધી પદાર્થોથી ઉત્તમ છે. સ્પર્શ લોકના કોમળ અને મુલાયમ પદાર્થોથી શ્રેષ્ઠત્તમ છે. પ્રભા વિમાનોનું તેજ મધ્યાહ્ન સમયે પ્રકાશિત સૂર્યથી અધિક પ્રકાશવંત અને ઉજ્જવળ છે. દેવોનો વર્ણઃ સૌધર્મ-ઈશાન કલ્પના દેવોનો વર્ણ શુદ્ધ તપાવેલા સુવર્ણ જેવો લાલ આભાવાળો છે. સનકુમાર અને મહેન્દ્ર દેવલોકના દેવોનો વર્ણ કેસર જેવો છે. બ્રહમ દેવલોકના દેવોથી રૈવેયક સુધીના દેવોનો વર્ણ તાજા મહુડા જેવો સફેદ છે. અનુત્તરોપપાતિક દેવોના શરીરનો વર્ણ પરમ શુકલ છે.* વૈમાનિક દેવોના વિમાનની ઊંચાઈઃ વૈમાનિક દેવો ઉર્ધ્વલોકમાં છે. તે સમપૃથ્વીથી કેટલી ઊંચાઈએ છે તેનું માપ આગમ ગ્રંથોમાં પ્રાપ્ત થતું નથી. શ્રી લોકપ્રકાશ અને બૃહદ્ સંગ્રહણીમાં તે સંબંધી માહિતી આપી છે. સમપૃથ્વીથી કંઈક ન્યૂન સાત રજ્જુ પ્રમાણ ઉદ્ગલોક છે. તેમાં બાર દેવલોક, નવ રૈવેયક, પાંચ અનુત્તર વિમાન, સિદ્ધશિલા અને સિદ્ધક્ષેત્ર છે. Jain Education International For Personal & Private Use Only www.jainelibrary.org
SR No.005627
Book TitleRohiney Ras
Original Sutra AuthorN/A
AuthorBhanuben Shah
PublisherJain Sahitya Prakashak Samiti
Publication Year2012
Total Pages386
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size10 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy