________________
૧૩૫
પાંચે વિમાનના દેવો એકાંત સમ્યગદષ્ટિ છે. ચાર અનુત્તરવિમાનના દેવો સંખ્યાતા ભવ કરીને તથા સર્વાર્થસિદ્ધ વિમાનના દેવો એક જ ભવ કરી મોક્ષ પામે છે. અહીંના દેવો સર્વોત્તમ સુખના સ્વામી છે.
સંપૂર્ણ ભવ સંસારમાં જીવાત્મા ચાર અનુત્તર વિમાનમાં દેવપણે બે વાર અને સર્વાર્થસિદ્ધ વિમાનમાં દેવપણે એક જ વાર ઉત્પન્ન થઈ શકે છે."
નવ રૈવેયક અને પાંચ અનુત્તર વિમાનના દેવો સઘળા સમાન રિદ્ધિવાળા છે તેથી તેઓ “અહમેજ' કહેવાય છે.
બારદેવલોક, નવરૈવેયક, પાંચ અનુત્તર વિમાન એ ૨૬ સ્વર્ગના ૮૪,૯૦,૦૨૩ વિમાનો છે. બધાં રત્નમય છે. અનેકસ્તંભ પરિમંડિત, અનેક ચિત્રોથી ચિત્રિત, અનેકખતીઓ તથા લીલાયુક્તા પૂતળીઓથી શોભિત, સૂર્ય જેવાં ચકચકિત અને સુગંધથી મઘમઘાયમાન હોય છે.
જે દેવનું જેટલાં સાગરોપમનું આયુષ્ય હોય તે દેવ તેટલા પખવાડિયે શ્વાસોશ્વાસ લે અને તેટલા જ હજાર વર્ષે તેમને આહારની ઈચ્છા ઉપજે છે. જેમકે સર્વાર્થસિદ્ધ વિમાનવાસી દેવોનું ૩૩ સાગરનું આયુષ્ય છે. તે ૩૩ પખવાડીએ (૧૬II મહિને) શ્વાસોશ્વાસ લે અને ૩૩ હજાર વર્ષે આહાર ગ્રહણ કરે છે.
દેવોને કવલ આહાર નથી પણ રોમ આહાર છે. અર્થાત તેમને જ્યારે આહારની ઈચ્છા ઉત્પન્ન થાય ત્યારે અચિત શુભ પુદ્ગલોને રોમરોમથી ખેંચીને તૃપ્ત થઈ જાય છે. અપહાર:
વૈમાનિક દેવોમાં એકથી આઠ દેવલોકમાં સમયે સમયે અસંખ્યાતા દેવો ઉત્પન્ન થાય છે. તે દેવલોકમાં દેવોની સંખ્યા પણ અસંખ્યાતા છે. નવમા દેવલોકથી અનુત્તર વિમાનમાં સમયે સમયે સંખ્યાતા દેવો ઉત્પન્ન થાય છે પરંતુ તે દેવલોકમાં અસંખ્ય દેવો છે.” દેવોના ભેદઃ
દેવોના કુલ ૧૯૮ ભેદ છે. ૧૦ ભવન પતિ + ૧૫ પરમાધામી + ૧૬ વાણવ્યંતર + ૧૦ જ્યોતિષી + ૧૦ જંભક + ૧૨ દેવલોક + ૯ રૈવેયક + ૯ લોકાંકિત + ૩ કિલ્પિષી + ૫ અનુત્તર વિમાનવાસી = ૯૯. તેના અપર્યાપ્તા અને પર્યાપ્તા મળી ૧૯૮ ભેદદેવતાના છે.
દેવો ઉત્પત્તિના સમયે અપર્યાપ્તા હોય છે. તેઓ અપર્યાપ્ત અવસ્થામાં મૃત્યુ પામતા નથી, કારણકે તેમને પર્યાપ્ત નામકર્મનો ઉદય હોય છે. સર્વ દેવો લબ્ધિ પર્યાપ્તા છે. કરણ અપર્યાપ્તાની અપેક્ષાએ તેમાં અપર્યાપ્તાના ભેદોની ગણના કરી છે. સોસઠઈન્દ્રઃ
ચાર પ્રકારના દેવોના ચોસઠઈન્દ્ર છે. દસ ભુવનપતિમાં દક્ષિણ અને ઉત્તર એમ બે શ્રેણિની અપેક્ષાએ બબ્બે ઈન્દ્ર
૨૦ ઈન્દ્ર * આઠ વ્યંતર અને આઠ વાણવ્યંતરના પ્રત્યેક ઉત્તર-દક્ષિણના બન્ને ઈન્દ્ર
૩૨ ઈન્દ્ર ચંદ્ર અને સૂર્ય અસંખ્ય છે તેથી તેના અસંખ્ય ઈન્દ્રો છે પરંતુ જાતિની અપેક્ષાએ સૂર્ય
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org