________________
૧૩૪
આ નવ દેવતા સમકિતી છે. તીર્થકરોનો દીક્ષા લેવાનો સમય થતાં શિષ્ટાચાર સાચવવા ધર્મ પ્રવર્તનનું સૂચન આપવા ત્યાં આવે છે. તેઓ થોડા જ ભાવોમાં મોક્ષ પ્રાપ્ત કરવાવાળા છે. કલ્યાતીતઃ
જ્યાં ઈન્દ્ર, સામાનિક આદિ નાના, મોટા કે સ્વામી સેવકોનો કોઈ ભેદ નથી. કોઈ કલ્યા મર્યાદા નથી તેને “કભાતીત' કહે છે. તેના બે પ્રકાર છે. રૈવેયક અને અનુત્તરોપપાતિક.
રૈવેયક દેવ નવ પ્રકારના છે. (૧) અસ્તન - અધસ્તન રૈવેયક (૨) અસ્તન - મધ્યમાં રૈવેયક(૩) અદ્યતન- ઉપરિમ રૈવેયક (૪) મધ્યમ- અસ્તન રૈવેયક (૫) મધ્યમ - મધ્યમ રૈવેયક (૬) મધ્યમ - ઉપરિમ રૈવેયક (0) ઉપરિમ – અદ્યતન રૈવેયક (૮) ઉપરિમ - મધ્યમ રૈવેયક (૯) ઉપરિમ-ઉપરિમ રૈવેયક. નવ રૈવેયકઃ
બાર દેવલોકની ઉપર અસંખ્યાતા યોજન ઊંચે નવ રૈવેયક આવેલ છે.
નૈવેયક વિમાન નવ પ્રકારના છે. (૧) સુદર્શન (૨) સુપ્રતિબદ્ધ (૩) મનોરમ (૪) સર્વતોભદ્ર (૫) વિશાલ (૬) સુમન (0) સૌમનસ (૮)પ્રીતિકાર (૯) નંદીકર
આ વિમાનો એકબીજાની ઉપર આવેલાં છે. તે પુરુષાકૃતિ-લોકના ગ્રીવાના સ્થાને આવેલાં હોવાથી રૈવેયક' કહેવાય છે.
જીવ દ્રવ્યથી નિરતિચારમુનિપણાનું પાલન કરી અનેકવાર નવનૈવેયક સુધી જઈ શકે છે. અનુત્તરોપપાતિકઃ
નવ રૈવેયકથી ૧ રાજ ઉપર અનુત્તર વિમાન છે. પૂર્વમાં વિજય, દક્ષિણમાં વિજયંત, પશ્ચિમમાં જયંત, ઉત્તરમાં અપરાજિત અને મધ્યમાં સર્વાર્થસિદ્ધ વિમાન છે. આ સર્વાર્થસિદ્ધ વિમાનની ધ્વજાથી બાર યોજન ઉપર સિદ્ધશિલા છે.
આ વિમાનો બધા વિમાનમાં શ્રેષ્ઠ હોવાથી તેને અનુત્તર વિમાન કહે છે. સર્વાર્થસિદ્ધ વિમાનની છતની મધ્યમાં ૨૫૩ મોતીનો એક ચંદરવો છે. તેનું મધ્યનું એક મોતી ૬૪ મણનું છે. ચારે તરફ ચાર ચાર૩૨-૩૨મણનાં મોતી છે. તેની પાસે આઠ-આઠ મોતી ૧૬-૧૬ મણનાં છે. તેની પાસે ૧૬ મોતી ૮-૮ મણનાં છે. તેની પાસે ૩૨ મોતી ૪-૪ મણનાં છે. તેની પાસે ૬૪ મોતી ૨-૨મણનાં છે. તેની પાસે ૧૨૮ મોતી એક-એક મણનાં છે. તે મોતી હવાથી પરસ્પર અથડાય છે. તેમાંથી મધુર સુરાવલી પ્રગટે છે. તે લવસત્તમ (સર્વાર્થસિદ્ધ વિમાનના) દેવો સાંભળી તેનો ઉપભોગ કરે છે. આ વર્ણના મહોપાધ્યાય શ્રી વિનયવિજયજી કૃત લોકપ્રકાશના દ્વિતીય ખંડ, સર્ગ-૨૦, ગ્લો.૬૨૩, પૃ.૩૩૬માં છે.
આ પાંચે વિમાનોમાં શુદ્ધ સંયમ પાળનાર, ચૌદ પૂર્વધર સાધુ જ ઉત્પન્ન થાય છે. ત્યાં તેઓ સદૈવ જ્ઞાન ધ્યાનમાં નિમગ્ન રહે છે. જ્યારે તેમને કોઈ સંદેહ ઉત્પન્ન થાય ત્યારે શય્યાથી નીચે ઉતરી તીર્થકર ભગવંતને નમસ્કાર કરી પ્રશ્વ પૂછે છે. ભગવાન તે પ્રશ્નના ઉત્તર મનથી જ આપે છે. તેને તેઓ અવધિજ્ઞાનથી ગ્રહણ કરી સમાધાન પામે છે.
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org