________________
કલ્પાતીત.
(૧) કલ્પોપનક : જ્યાં આચાર, કલ્પ મર્યાદા હોય અર્થાત્ ઈન્દ્ર, સામાનિક, ત્રાયસ્વિંશ, પારિષદ, આત્મરક્ષક, લોકપાલ, અનીક, પ્રકીર્ણક, આભિયોગિક, કિલ્બિષિક આદિની મર્યાદા અને વ્યવહાર હોય તે‘કલ્પોપનક' છે. કલ્પોપન દેવોના દશ પ્રકાર છે.
૧૩૩
• ઈન્દ્ર : જે સામાનિક આદિ બધા પ્રકારના દેવોના સ્વામી હોય છે.
♦ સામાનિક : જે આયુમાં ઈન્દ્ર સમાન તથા પૂજ્ય હોય છે.
* ત્રાયત્રિંશ ઃ જે મંત્રી અને પુરોહિતનું કાર્ય કરે છે.
* પારિષદ : જે મિત્રનું કામ કરે છે.
• આત્મરક્ષક : જે શસ્ત્ર ઊંચું કરીને આત્મરક્ષકના રૂપમાં પીઠની પાછળ ઉભા રહે છે.
• લોકપાલ : જે સરહદની રક્ષા કરે છે.
• અનીક : જે સૈનિક અને સેનાધિપતિનું કાર્ય કરે છે.
• પ્રકીર્ણક : જે નગરવાસી કે દેશવાસી જેવા હોય છે.
• આભિયોગિક : જે સેવકનું કાર્ય કરે છે.
• કિલ્બિષિક : જે અત્યંજ સમાન હોય છે.
વ્યંતર અને જ્યોતિષીમાં આ દસ ભેદ પૈકી ત્રાયસ્પ્રિંશ અને લોકપાલ નથી. આવી વ્યવસ્થા
બાર દેવલોક સુધી છે.
બાર દેવલોકનાં નામઃ
(૧) સૌધર્મ (૨) ઈશાન (૩) સનત્કુમાર (૪) માહેન્દ્ર (૫) બ્રહ્મલોક (૬) લાંતક (૭) મહાશુક્ર (૮) સહસ્રાર(૯) આણત (૧૦) પ્રાણત (૧૧) આરણ (૧૨) અચ્યુત.
બિષિક (કિલ્વિષી) દેવો
:
Jain Education International
જેમ મનુષ્યમાં ચંડાલ જાતિના મનુષ્યો હોય છે, તેમ દેવોમાં કુરૂપ, અશુભ ક્રિયા કરનારા મિથ્યાત્વી અને અજ્ઞાની ‘કિલ્વિષી' નામે દેવો છે. તેમના ત્રણ પ્રકાર છે. પહેલા, બીજા દેવલોકમાં ત્રણ પલ્યોપમ આયુષ્યવાળા, ચોથા દેવલોકમાં ત્રણ સાગર આયુષ્યવાળા અને છઠ્ઠા દેવલોકમાં તેર સાગરના આયુષ્યવાળા કિલ્વિષી દેવો હોય છે. તેઓ અનુક્રમે ત્રણ પલિયા, ત્રણ સાગરિયા અને તેર સાગરિયા કહેવાય છે.
દેવ ગુરુ અને ધર્મની નિંદા કરનાર અને તપ, સંયમની વિરાધના કરનારા મરીને કિલ્વિષી દેવો બને છે.
લોકાંતિક દેવો ઃ
લોક (ત્રસનાલ)ના કિનારા પર રહેતા હોવાથી તેમને ‘લોકાંતિક' કહેવાય છે. તેઓ પાંચમા દેવલોકના અરિષ્ટ નામના ત્રીજા પ્રતરમાં રહે છે. તેમાં ચાર દિશાએ, ચાર વિદિશાએ અને એક મધ્યમાં નવ વિમાન છે. તેમનાં નામ આ પ્રમાણે છે. ૧) સારસ્વત, ૨) આદિત્ય, ૩) વહ્નિ, ૪) વરુણ, ૫) ગર્દતોયા, ૬) તુષિત, ૦) અવ્યાબાધ, ૮) અગ્નિદેવ (મરુત), ૯) અરિષ્ટ દેવ.
For Personal & Private Use Only
www.jainelibrary.org