________________
૧૩૨
(૩) તીર્થકરના વરસીદાનમાં ધન પૂરું પાડવાનું કાર્ય કરે છે. જંભકદેવઃ
આ ઉપરાંત જૈભકદેવોની ગણના પણ વ્યંતરદેવોમાં થાય છે. આ દેવો દીર્ઘવૈતાઢય પર્વતો પર, ચિત્ર-વિચિત્ર, યમક તથા કાંચનાકપર્વતો ઉપર રહે છે. તેમની સ્થિતિ એક પલ્યોપમની છે.
જંભકદેવો દશપ્રકારના છે." (૧) અન્ન જંભક - ભોજના પરિણામને વધારવા કે ઘટાડવામાં અને સરસ-નીરસ કરવામાં સમર્થદેવા (૨) પાન જંબક-પાણીની માત્રાને વધારવા કે ઘટાડવામાં સમર્થદેવ. (૩) વસ્ત્ર જૈભક- વસ્ત્રની માત્રાને વધારવામાં કે ઘટાડવામાં સમર્થ દેવ. (૫) શયન જંભક - શય્યા આદિની રક્ષા કરનારા દેવ. (૮) પૃષ્પ- ફલ ભક-પુષ્પ અને ફળોની રક્ષા કરનારા દેવ. (ક્યાંક મંત્ર જંભકનો પાઠ જોવા મળે છે.) (૬) પુષ્પ જૈભક- ફૂલોની રક્ષા કરનારાદેવ. (૦) ફલ લૂંભક - ફળોની રક્ષા કરનારા દેવ. (૪) લયન જંભક - ઘર, મકાન આદિની રક્ષા કરનારા દેવ. (૯) વિદ્યા જંભક- વિદ્યાની રક્ષા કરનારદેવ. (૧૦) અવ્યક્ત જંભક- સામાન્યરૂપે સર્વ પદાર્થોની રક્ષા કરનારાદેવ.
તેમાંથી પ્રથમના આઠ જંભકો અન્ન વગેરેની હાનિ-વૃદ્ધિ કરનારા છે. તેઓ ‘તિર્યગર્જુભક' કહેવાય છે. તેઓ ખુશ થતાં અનુગ્રહ કરવાની અને ક્રોધાતુર થતાં શાપ આપવાની શક્તિ ધરાવે છે. તેમના લીધે વિદ્યા અને કીર્તિ વધે છે.
શ્રી વયરસ્વામીને જંભક દેવોના અનુગ્રહથી વિદ્યા અને કીર્તિ મળી હતી. જ્યોતિષી દેવોઃ
જે જગતને પ્રકાશિત કરે છે તે “જ્યોતિષી દેવ' કહેવાય. જ્યોતિષી દેવો તિર્થાલોક (મધ્યા લોક)માં રહે છે. જંબુદ્વીપના સુદર્શન મેરૂ પર્વતની સમભૂમિથી ઉપર ૦૯૦ યોજનથી ૯૦૦ યોજનના અંતરમાં અર્થાત્ ૧૧૦ યોજનમાં સૂર્ય, ચંદ્ર, ગ્રહ, નક્ષત્ર અને તારામંડળના વિમાનો આવેલાં છે. આ પાંચ પ્રકારના જ્યોતિષી દેવો છે. જ્યોતિષી દેવોના ઉદય અને અસ્ત અનુસાર દિવસ અને રાત્રિની ગણના થાય છે.
જંબુદ્વીપના મેરુપર્વતથી ૧૧૨૧ યોજન ચોતરફ દૂર રહી જ્યોતિષી વિમાનો ફરતાં રહે છે. અઢીદ્વીપની બહાર તેઓ સદા સ્થિર છે. પાંચ ચર અને પાંચ અચર મળી કુલ દશ પ્રકારના જ્યોતિષી દેવો છે. તેમનો એક લાખ યોજન પ્રમાણ પ્રકાશ સ્થિર તેમજ મંદ હોય છે. ત્યાં સૂર્યના ઉદય-અસ્તની ક્રિયા ન હોવાથી દિવસ-રાત્રિ ઈત્યાદિ કાલમાનનો વ્યવહાર સંભવતો નથી. હાલની ખગોળ વિષયક માન્યતાઓ જુદા પ્રકારની છે. વૈમાનિક દેવોઃ
જે ઉદ્ગલોકના વિમાનોમાં રહે છે, તે વૈમાનિક દેવ છે. તેના બે પ્રકાર છે. કલ્પોપન્ના અને
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org