________________
૧૩૧
(૧૦) મહાકાળ : નારક જીવોના શરીરના ટુકડા કાપી, તેને ખાંડી નારકને ખવડાવે છે. (૧૧) કાલ : નારક જીવોને અગ્નિકુંડમાં પકાવે છે.
(૧૨) વૈતરણી : ઉકળતા લોહી અને પરૂથી ભરેલી વૈતરણી નદી રચી તેમાં નારકોને ડૂબાડે છે.
(૧૩) વાલુક : પુષ્પના આકારવાળી રેતીમાં નારકોને ભુંજે છે.
(૧૪) મહાઘોષ : નાસભાગ કરતા નારકોને બૂમો પાડી રોકે છે.
(૧૫) ખસ્વર : નારક જીવોને વજના કાંટાવાળા ભયંકર શાલ્મલી વૃક્ષ પર ચડાવી નીચે ખેંચે છે. આપરમાધાર્મિક મૃત્યુ બાદ લવણસમુદ્રમાં અંડગૌલિક તરીકે જન્મે છે.
વાણવ્યંતરદેવઃ
વનમાં ફરવામાં વધુ આનંદ માનનારા હોવાથી ‘વાણવ્યંતર’ કહેવાય છે. તેઓ ભવન (બહારથી ગોળ, અંદરથી ચોરસ), નગર, આવાસો(મોટા મંડપ જેવાં) આદિ વિવિધ સ્થાનોમાં રહે છે. તેને ‘વાનમંતર’ કે ‘વાણવ્યંતર' કહેવાય છે. તેમના નગરો રત્નપ્રભા પૃથ્વીના પ્રથમ રત્નકાંડમાં ઉપર-નીચે સો.યોજન છોડી શેષ આઠસો યોજન પ્રમાણ મધ્યલોકમાં છે. આ દેવો વૈમાનિક અને જ્યોતિષી દેવોથી નીચી કક્ષાના છે.
૫૬
વાણવ્યંતર દેવોના સોળ પ્રકાર છે. તેમાં વ્યંતર દેવો આઠ પ્રકારના છે.
(૧) કિન્નર દેદીપ્યમાન મુગટવાળા તેમજ સુશોભિત આકૃતિવાળા છે.
(૨) કિંપુરુષ : મનોહર મુખ અને અવયવોવાળા તથા વિચિત્ર પ્રકારની માળા, વિવિધ પ્રકારના વિલેપન કરવાવાળા હોય છે.
(૩)મહોરગ : મહાવેગવાળા, મોટા શરીર અને વિવિધ અલંકારવાળા હોય છે.
(૪) ગાંધર્વ : પ્રિયદર્શની, સુમધુરભાષી, મસ્તકે મુગટ અને કંઠે હાર ધારણ કરનારા હોય છે.
(૫) યક્ષ : ગંભીર, મનોહર દર્શનવાળા, વિવિધ પ્રકારના અભૂષણોથી વિભૂષિત, મસ્તકે મુગટ ધારણ કરનારા હોય છે.
(૬)રાક્ષસ : લાંબા, લાલ લટકતા હોઠવાળા, સુવર્ણના શ્રૃંગારવાળા તેમજ ભયંકર દર્શનવાળા છે.
(૦) ભૂત ઃ સૌમ્ય મુખવાળા, ઉત્તમ રૂપવાળા, વિવિધ પ્રકારના વિલેપનવાળા હોય છે.
:
(૮) પિશાચ : મનોહર રૂપવાળા, સૌમ્ય દર્શનવાળા, રત્નોનાં આભૂષણોથી શણગારેલ ડોક અને હાથવાળા હોય છે.
Jain Education International
વ્યંતરદેવોની એક જાતિ ‘વાણવ્યંતર’ તરીકે ઓળખાય છે. તેના આઠ ભેદ છે.
(૧) અન્નપનિય - અન્નપ્રજ્ઞપ્તિક (૨) પણપનિય - પંચપ્રજ્ઞપ્તિક (૩) ઈસિવાસિય - ઋષિવાદિત (૪) ભૂયવાઈવ - ભૂતવાદિત (૫) કંદિય - ઝંદિત (૬) મહાકંદિય - મહામંદિત (૭) કોઠંડ - કૃષ્માંક (૮)પયંગદેવ - પતક (પતંગ) વ્યંતરદેવોનું કાર્ય :
(૧) વ્યંતર દેવ તીર્થંકર, ચક્રવર્તી, વાસુદેવ વગેરે ઉત્તમ પુરુષોની સેવકની જેમ ચાકરી કરે છે. (૨) તીર્થંકરના જન્મ સમયે રાજભવનમાં ધનની વૃષ્ટિ કરે છે.
For Personal & Private Use Only
www.jainelibrary.org