________________
૧૨૮
...૧૯૧
..૧૪
મહાવીર સ્વામીએ કહેલું દેવલોકનું વાસ્તવિક સ્વરૂપ (લક્ષણ) જો અહીં જોવા મળશે તો મારા મનનો સંશય ટળી જશે.”
આવો વિચાર કરી રોહિણેયકુમારે દેવ-દેવાંગનાઓ ઉભાં હતાં ત્યાં નીચે જમીન તરફ જોયું. સર્વના ચરણ ભૂમિને સ્પર્શતાં હતાં. દેવાંગનાઓના નેત્રો ફરકતાં (નિમેષવાળાં) હતાં. તેમના ગળાની પુષ્પની માળાઓ કરમાયેલી હતી.
તેમના વાળ, રૂંવાટી અને નખ વધેલાં હતાં. રોહિણેયકુમારે વિચાર્યું, આ કોઈ દેવતાના લક્ષણો નથી. દેવાંગનાઓનું શરીર પ્રસ્વેદથી કિલ્લન છે. મેં દેવભવનું જેવું મનમાં ચિંતન કર્યું હતું તેવું અહીં કંઈ જ નથી.
કહેવાય છે કે દેવલોકમાં નિદ્રા નથી. ત્યાં મોતીઓનો મધુર ધ્વનિ છે. અહીં નિશ્ચયથી દેવલોકનથી. મહામંત્રી અભયકુમારે મને પકડવા માટે મારી સાથે છેતરપીંડી (જયંત્ર) કરી છે.....૧૯૪
દેવગતિમાંથી આવેલો મનુષ્ય થાય અને મનુષ્ય મરીને દેવલોકમાં જાય. હું દેવગતિમાં કઈ રીતે ઉત્પન્ન થયો? કારણકે દેવગતિમાં ઉત્પન્ન થવાનાં એકપણ લક્ષણ મારામાં નથી. ...૧૯૫
હું તો પાપી, લોભી, ઈર્ષાળુ છું. શુદ્ધ પુરુષની અંશ માત્ર સેવા પણ કરી નથી. શાસ્ત્ર ઉપર મને ક્યાં રાગ હતો? સત્યવચન (સાધુઉપદેશ) તો સાંભળવાનો મેં ત્યાગ કર્યો હતો. તો મને દેવલોક ક્યાંથી મળે?
...૧૯૬ મેં કદી બીજાના હિતની ચિંતા ક્યાં કરી છે? મેં ક્યાં સુકૃત્યો કર્યા છે? મારામાં કવિપણું ક્યાંથી હોય? અહીં અભયકુમારે મને પકડવાષચંત્ર રચ્યું છે.
..૧૦ હું આજે તેમને મારાથી ઉત્તર આપીશ. હું મંત્રીશ્વરની આજ લાજ-શરમ નહીં રાખું.” એવું વિચારી રોહિણેયકુમારે પોતાના સુકૃત્યો વર્ણવતાં કહ્યું, “પૂર્વભવમાં મેંપ્રચુર પુણ્ય કર્યું છે. ..૧૯૮
મેં પૂર્વે દાન, શીલ, તપ અને ભાવધર્મની ઉત્કૃષ્ટ રીતે આરાધના કરી હતી. વળી, મેં શ્રાવકના બાર વ્રતોનું વિધિવત્ આચરણ કર્યું હતું. મેં જિનપ્રાસાદનું નિર્માણ કરાવી જિન પ્રવર તણાં બિંબોની પ્રતિષ્ઠા કરાવી હતી. જિનેશ્વર ભગવંતને અષ્ટપ્રકારની પૂજા વડે પૂજના કરી હતી. ..૧૯૯
મેં સદ્ગુરુની સેવા કરી હતી. (ન્યાયપૂર્વક દ્રવ્ય ઉપાર્જન કરી) ઘણી તીર્થ યાત્રાઓ કરી હતી. મેં પૂજ્યોની (સુપાત્ર) વિધિવત્ સેવા કરી હતી. જિનાજ્ઞા અનુસાર જીવદયાનું પાલન કર્યું હતું. મેં મનુષ્ય જન્મમાં કાયાથી સુકૃત્ય કરી શુદ્ધ વ્યવહાર કર્યો હતો.
...૨૦૦ મેં અભક્ષ્ય આહારના પ્રત્યાખ્યાન કર્યા હતા. અનંતકાય જીવોની હત્યા થાય તેવા કંદમૂળ ખાવાની જિનાજ્ઞા અનુસાર પ્રતિજ્ઞા કરી હતી. હું નિત્ય સામાયિક, પ્રતિક્રમણ કરતો હતો. પર્વતિથિના દિવસે પૌષધવ્રત કરતો હતો. મેં કેટલાય જીવોને ધર્મનો ઉપદેશ આપી ધર્મમાં સ્થિર કર્યા હતા. ...૨૦૧
મેં જિનધર્મની પ્રભાવના કરી હતી. મેં ગ્રંથભંડારોનું નિર્માણ કરાવ્યું હતું. મેં જગતમાં પુષ્કળ પરોપકારનાં કાર્યો કર્યા હતાં. હું નિત્ય જિન પ્રવચન (વ્યાખ્યાન) સાંભળી વ્રત-પ્રત્યાખ્યાન કરતો હતો. વળી હું નિત્ય એકાસન વ્રત કરતો હતો.
...૨૦૨
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org