________________
૧૨૭
રોહણીઉ કહઇ પૂછઇ ફોક, પાપી કચમ લહઇઆ દેવલોક; પરબતિ કેમ ચઢઇ પાંગલો, સસીની નવિ નરખઇ આંધલો દીધૂમ સદાઇ દાન, તેણઇ મઇ પામ્યું અમર વિમાન; માહારા પૂણ્ય સારૂં તુ ધારિ, પામી જેઇઇ મુગત્ય જ નારિ બોલઇ નવિ બંધાણો જસઇ, મંત્રી તણાઇ જણાવ્યું તસઇ; મંત્રી જણાવઇ રાયને વાત, મુકી ધ્યો નવી કીજઇ ઘાતા સાબતિ નહી ચોરીનું કરમ, હણતા નહી રાજનો ધરમ; રોહણીઉ પછઇ મુકયો સહી, અભદકુમાર બોલ્યો ગહગાહી
.. ૨૧૨ અર્થઃ તિચ્છલોકની સમભૂતલ પૃથ્વીથી એક રજુ ઉપર દેવલોકનાં વિમાનો છે. ત્યાં એક, બે એમ અનુક્રમે બાર દેવલોક છે. પહેલું સુધર્મ, બીજું ઈશાન અને ત્રીજું સનસ્કુમારદેવલોક છે. ૧૮૩
ચોથું મહેન્દ્ર, પાંચમું બ્રહ્મલોક, છઠ્ઠ લાંતક દેવલોક છે, જ્યાં શોક નથી. સાતમું મહાશુક, આઠમું સહસાર, નવમું આણત અને દશમું પ્રાણત દેવલોક છે. અગિયારમું આરણ અને બારમું અશ્રુત દેવલોક છે, એવું જિનેશ્વરદેવ કહે છે.
...૧૮૪ - બાર દેવલોક ઉર્ધ્વલોકમાં એકબીજાની ઉપર રહેલા છે ત્યાર પછી નવ રૈવેયકના વિમાનો છે, જે પ્રશંસનીય છે. કવિ આજે આગમશાસ્ત્ર અનુસાર દેવલોકનું વર્ણન કરે છે. બાર દેવલોક અને નવરૈવેયક સુધીની પૃથ્વીનું માપ છરજૂપ્રમાણ છે.
..૧૮૫ હેભવ્યજીવો !નવરૈવેયકની ઉપર જુઓ પાંચ અનુત્તર વિમાન છે. ચાર અનુત્તર વિમાનનું આયુષ્ય એકસરખું જઘન્ય એકત્રીસ સાગરોપમનું છે, એવું જિનેશ્વર ભગવંત કહે છે. ૧૮૬
ઉત્કૃષ્ટ આયુષ્ય તેત્રીસ સાગરોપમ છે. પાંચમા સર્વાર્થસિદ્ધ વિમાનનું ઉત્કૃષ્ટ આયુષ્ય એટલું છે, એવું જિનેશ કહે છે. ત્યાંના દેવની શરીરની ઊંચાઈ એક હાથની છે. તેઓ વિષય ભોગોની વાતો જાણતા નથી.
...૧૮૦ . જે જીવાત્મા સર્વાર્થસિદ્ધ નામના પાંચમા વિમાનમાં અવતરે છે, તે નિયમા એકવતારી હોય છે. જેઓ અન્ય ચાર અનુત્તર વિમાનમાં ઉત્પન્ન થાય છે. તેઓ પણ સંખ્યાતા ભવો કરે છે. ...૧૮૮
પાંચ અનુત્તર વિમાન અને નવરૈવેયકમાં અલય પણ વચન વ્યવહાર નથી. ત્યાં રાજા અને સેવક જેવો વ્યવહાર પણ નથી. આ દેવતાઓમૃત્યુલોકમાં (તીર્થકરના સમવસરણ ઈત્યાદિમાં આવતા નથી.
...૧૮૯ પાંચ અનુત્તર વિમાનમાં ચોસઠ મણ વજનના મોતીના ઝુમ્મરો હોય છે. અન્ય વિમાનોમાં હાથીનાં ગંડસ્થળ (કુંભ) જેવો મોતીનો આકાર હોય છે. (પછી મણની સંખ્યા અડધી થતી જાય છે. અને મોતીની સંખ્યા બમણી થતી જાય છે.)
- તે મોતી સાથે પવન અફળાય ત્યારે તેમાંથી મધુર સ્વર ઉત્પન્ન થાય છે. તે નાદ (અવાજ) સાંભળવામાં દેવો (લીન) ઓતપ્રોત બને છે. - દેવલોકના દેવોનું આ વર્ણન રોહિણેયકુમારને યાદ આવ્યું. તેણે વિચાર્યું, “ભગવાન
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org