________________
૧૨૫
...૧૮૨
નરકગતિમાંથી આવેલો જીવ નરકનો કૂપ મેળવે છે. તે પાપી કુવચનો બોલે છે. તે કાળો, કુરૂપલક્ષણવાળો હોય છે.
...૧૦૦ જે તિર્યંચ ગતિમાંથી આવેલો હોય છે તે ખૂબ ખાઉધરો હોય છે. તે અવિવેકી, અત્યંત માયાવી હોવાથી પુનઃ તિર્યંચગતિમાં અવતરે છે.
...૧૦૮ મનુષ્ય ગતિમાંથી આવેલો ખૂબ અભિમાની હોય છે. તે વિનયી, વિવેકી તથા નિર્મળ બુદ્ધિવાળો હોય છે. કવિ ઋષભદાસ કહે છે કે તેનું જ્ઞાન નિર્મળ હોય છે.
...૧૦૯ સૂરગતિમાંથી આવેલો હોય તે કામદેવ જાણે તેની માતા સાથે નીચે ન આવ્યો હોય? તેવો રૂપાળો હોય છે, તેવું જ્ઞાની કહે છે અને વળી પાછો તે (મનુષ્ય) દેવગતિ હાથવેંતમાં (જદી) મેળવનારો બને છે, એમ કવિ દષભદાસ કહે છે.
.૧૮૦ દેવગતિનું ઘણું વર્ણન છે. ત્યાં વૈમાનિક દેવોનાં ઘણાં ભેદ છે. રોહિણેય કુમારે દેવગતિનું વર્ણન આળસ કેખેદ કર્યા વિના યાદ કર્યું.
.૧૮૧ તેણે 'બાર દેવલોકના ભાવોને, પોતાના હૈયે જે ધારણ કર્યા હતા તેને યાદ કર્યા. ભગવાન મહાવીર સ્વામીએ તેના ભાવો (અર્થ) પ્રકાશિત કર્યા છે. તે આપણી સમભૂલા પૃથ્વીથી શ્રેષ્ઠ (ઉપર) છે. .
ચોપાઇ ૩ વૈમાનિક દેવોનું વર્ણન અને શ્રાવકાચાર સમભુતલા પ્રથવીથી જોય, એક રાજ ઉપણિ ઉંચું હોય; અનુંકરમિ દેવલોક છઇ બાર, સૂધર્મ, ઇશાન, સનતકુમાર મહેદ્ર ચોથું, બ્રહ્મ દેવલોક, લાંતક છઠુ, ચાહા નહી સોક; શુક્ર, સહિસાર, આનંત, પ્રાસંત, આરણ, ઉચીત ભાષઇ ભગવંતા ... ૧૮૪ દ્વાદસ દેવલીંક ઉપરિ જાણિ, નવગૃવેક વિમાન વખાણિ; શાહાસ્ત્ર ભાવ કહઇ કવી આજ, એટલઇ પ્રથવી હુઇ ષટ રાજ ...૧૮૫ નવગૃવેક ઉપરિ તુ જોય, અનુંતર પાંચ વિમાન જ હોય; ચ્ચાર વિમાનઇ સરખુ આય, એકત્રીસ સાગર કહઇ જિનરાયા ૧૮૬ ઉતકણું તો ત્યાહા તેત્રીસ, પંચમ વીમાનઇ એય કહઇ ઇશ; દેવતણી કાયા એક હાથ, ભોગ તણી નવી જાણઇ વાત પંચમ વીમાનઇ ઉપજઇ જેહ, એકાવતારી હોઇ તેહ; ચ્ચાર વીમાન માહઇ અવતરઇ, ભવ સંખ્યાતા તે પણિ કરઇ
. ૧૮૮ પાચ વીમાન નઇ નવ ગૃવેક, વચન વાદ તીહા નવી રેખ; ઠાકુર સેવક ત્યાહા કણી નહી, તે મૃત લોકય ન આવઇ કદી ...૧૮૯ અનુત્તર પાચ વીમાનંઇ જોય, ચોસઠિ મણના મોતી હોય; બીજઇ ઠામિ કુંભ પ્રમાણ, નાદઇ લીણા રહઇ સૂર જાણ
. ૧૯૦ સૂરદેવ લોકનું વરણવ એહ, રોહણીઉ સંભારઇ તેહ; એહ બોલ અહીઆ જો મલઇ, તો તો મનનો સંસઇ ટલઇ
૧૮૩
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org