________________
૧૨૩
•.. ૧૬૬
અર્થ: દેવતાના લક્ષણો મનમાં નિર્ધારિત કરો. દેવોને (વૈદિય શરીર હોવાથી હાડકાનું બંધારણ) સંઘયણ ન હોય. તેઓ કવલ આહાર ન કરે. દેવને નિદ્રા ન હોય.
..૧૬૫ ઢાળ : ૯ | (દેશી : કાંહાન વજાડા વાંસલી) નોપકરની સહુ દેવતા, ભોમિ પાય ન લાગઇ; મુકઇ, લોચન સુર મીચઇ નહી, તીહા પુફ ન સુકઇ રયણી દીવશ તીહાં નહી, નહી ત્યાહાં અંધકારો; નીદ્રા નહી ત્યાહા દેવનઇ, નહી પશુ અવતારો
... ૧૬૦ બાદર અગ્યન તીહા નહી, નહી ત્યાહા વીગનાનો; ડુગર નદી(અ) તીહા નહી, અનનાં નહી દાંનો તપ કયરીઆ તીહા નહી, તીહા મુગત્ય ન લહીઇ; વરત્ય કસી તીહા નહી, પછખાણ ન કહીઇ
૧૬૯ પંડીત મરણ તીહા નહી, તસ મરણ અકામો; બાલમરણ ભાખુ સહી, નહી અણસણ તામો.
... ૧૦૦ અર્થઃ દેવતાનું આયુષ્ય નોપકર્મી છે. તેમના પગ જમીનથી અદ્ધર જ રહે છે. તેમના લોચનના પોપચાં મીંચાતા નથી. તેમના ગળાની ફૂલની માળા કરમાતી નથી. (આયુષ્ય પૂર્ણ થવાને છ માસ બાકી રહે ત્યારે ફૂલની માળા કરમાય છે.)
દેવલોકમાં રાત્રિ અને દિવસ જેવી વ્યવસ્થા નથી. ત્યાં અહંકારનથી. દેવને નિદ્રાન આવે. ત્યાં પશુઓનો વાસ નથી.
...૧૬૦ દેવલોકમાં બાદર અગ્નિ નથી, ત્યાં વિજ્ઞાન નથી. ત્યાં પર્વતો કે નદીઓ નથી. ત્યાં અન્નનો દાણો શુદ્ધાં નથી.
ત્યાં તપ તેમજ ધાર્મિક અનુષ્ઠાનો નથી. ત્યાંથી કોઈ જીવાત્મા મુક્તિ પણ ન મેળવી શકે. ત્યાં કોઈ જાતના વ્રત-પ્રત્યાખ્યાન કહ્યા નથી.
૧૬૯ દેવતાઓ પંડિત મરણ (અનશન-સંથારો) ન કરી શકે. તેઓ અકામ મરણે મૃત્યુ પામે છે તેથી તેમના મૃત્યુને બાલ મરણ કહ્યું છે. ત્યાં અનશન (ઉપવાસ) નથી (અર્થાત્ કોઈ જાતના વ્રતા પ્રત્યાખ્યાન નથી.)
...૧૦૦ ઢાળ : ૧૦
(દેશી વંસત પુરણ મનોહર) સુરગતિનો આવ્યો જેહો, કયમ જાણ્યો જાઇ તેહો; સુગંધ દેહો, રૂપ અનોપમ તેહનું એ દીવ વચન દયા દાનો, દેવ પૂજા કંઇ ગાનો, ચુભ ધ્યાનો હોઇ તે નરનુ વલી એ
... ૧૦૨
.૧૬૮
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org