________________
૧૨૨
.૧૫૪
અજ્ઞાન, શ્રુતઅજ્ઞાન અને વિર્ભાગજ્ઞાન હોય છે.)
..૧૫૧ દેવતાનું ઉત્કૃષ્ટ આયુષ્ય તેત્રીસ સાગરોપમ છે. તેમનું જઘન્ય આયુષ્ય દશ હજાર વર્ષનું છે, એવું જિનેશ્વર ભગવંત કહે છે.
...૧૫૨ એક જ કાયમાં વારંવાર ઉત્પન્ન થાય તેને કાયસ્થિતિ કહે છે. દેવતાની કાયસ્થિતિ તેત્રીસ સાગરોપમ છે. વળી, તેઓમાં ક્રોધ, માન, માયા અને લોભ એ ચારે પ્રકારના કષાયો છે. ...૧૫૩.
તેમને (છ સંસ્થાનમાંથી) એક સમચતુરંસ સંસ્થાન હોય છે. તેમને વૈક્રિયતૈજસ અને કામણ એ ત્રણ શરીર કહ્યાં છે.
દેવતામાં ત્રણ દષ્ટિ હોય છે. સમકિતદષ્ટિ, મિથ્યાદષ્ટિ અને સમ્યગ્રમિથ્યા (મિશ્ર) દષ્ટિ. આ ત્રણે દષ્ટિવાળા દેવો હોય છે.
. ...૧૫૫ દેવતામાં ચક્ષુદર્શન, અચક્ષુદર્શન અને અવધિ દર્શન એમ ત્રણ દર્શન હોય છે. તેઓ ઉપપાત શય્યામાં ક્ષણવારમાં ઉત્પન્ન થાય છે. યોનિ અચિત્ત હોય છે.
" ...૧૫૬ દેવતામાં નવ ઉપયોગ હોય છે. મતિજ્ઞાન, શ્રુતજ્ઞાન, અવધિજ્ઞાન તથા મતિઅજ્ઞાન, શ્રુતઅજ્ઞાન અને વિર્ભાગજ્ઞાન એ ત્રણ અજ્ઞાન વળી (ચક્ષુદર્શન, અચક્ષુદર્શન અને અવધિદર્શન) ત્રણ દર્શન એમ નવ ઉપયોગ હોય છે.
..૧૫ દેવોમાં છ પર્યાપ્તિ હોય છે તે કહું છું. આહાર, શરીર એ બે પર્યાપ્તિ કહી. તે ઉપરાંત ઈન્દ્રિય, શ્વાસોશ્વાસ, ભાષા અને મન એમ છ પર્યાપ્તિ તેમને મળે છે.
દેવતા દશપ્રાણો ધારણ કરે છે. તેમની ચાર લાખ યોનિઓ છે. દેવતામાં પાંચ ઈન્દ્રિય કહી છે. તેઓ અચિત્ત પુદ્ગલનો આહાર કરે છે.
...૧૫૯ ભુવનપતિ, વાણવ્યંતર, જ્યોતિષી અને વૈમાનિક દેવોમાં ઉદ્વેગ (ખેદ) નથી. દેવતાના આ ચાર પ્રકાર છે. તેમના કુલ મળી વિસ્તારથી નવ્વાણું ભેદ થાય છે.
..૧૬૦ પાતાળ લોકમાં અસંખ્ય દેવતાઓ છે. તેમનું વિસ્તારથી વિવરણ કરું છું. વ્યંતર જાતિના સોળ પ્રકારના દેવો ત્યાં છે. વળી, દસ પ્રકારના ભુવનપતિ દેવો પણ નરક (પાતાળ)માં છે. ....૧૬૧
ઉદ્ગલોકમાં જ્યાં બાર દેવલોક છે ત્યાં બાર પ્રકારના વૈમાનિક દેવોની ગણતરી તમે કરો. નવ રૈવેયકના નવ પ્રકારના દેવતા છે, જ્યાં કોઈ પ્રકારની ચિંતા કે શોકનથી.
કિલ્વિષી દેવોના મુખ્ય ત્રણ પ્રકાર છે. જ્યોતિષી દેવો દશપ્રકારના છે. વળી, તીર્થગ શૃંભક દેવોના વિશે કહું છું. તેમના નિશ્ચયથી દશપ્રકાર છે.
૧૬૩ પરમાધામી દેવો પંદર પ્રકારના છે. તેમના પંદર ભેદ વિખ્યાત છે. અનુત્તર વિમાનવાસી દેવો પાંચ પ્રકારના છે. લોકાંકિત દેવોનવ પ્રકારના છે.
...૧૬૪ દુહા : ૧૧ સુરના લખ્યણ મનિ ધરઇ, સુર નઇ નહી સંઘેણ; કવલ આહાર તેહનઇ નહી, નદ્રા લિહઇ દેવ નહી.
•..૧૫૮
••• ૧૬૫
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org