________________
૧૧૬
"ધાતકી ખંડ દ્વીપના મહાલય નગરના સુદત્ત શેઠ અને રુકમણિ શેઠાણીએ આચાર્ય ભગવંત પાસેથી પૂજાના ભાવ જાણી તે પ્રમાણે પૂજા કરતાં સંસાર પરિત કર્યો.
“જૈત્ર નામનો ક્ષત્રિય ચોરના સંસર્ગથી લૂંટારો બળ્યો. ઓઢર શ્રાવક સાથે સત્સંગ થતાં જૈનએ પોતાની પાસે રહેલી નવ કોડીના પુષ્પોખરીદી શુભભાવે જિનેશ્વરની પૂજા કરી. તેના ફળ સ્વરૂપે તે બીજા ભવમાં કુમારપાળ રાજા બન્યો.
રોહિણેયકુમાર રૂપપરિવર્તન કરી જિનાલયમાં પ્રવેશ્યો. તેણે નિસહિ, પ્રદક્ષિણા, પ્રક્ષાલ, અંગપૂજા તથા ચૈત્યવંદન આદિ અનુષ્ઠાનો અવિધિપૂર્વક કર્યા. તે જૈનધર્મથી વિવર્જિત હતો. અભયકુમારની ચીલ નજરે તેને ઝડપી લીધો. આ રોહિણેય ચોર જ છે' તેવો મહામંત્રીને અતૂટ વિશ્વાસ હતો. તેમણે કોઈ પણ ઉપાયે પોતાનો અતિથિ બને તે માટે ખૂબ આગ્રહભરી વિનંતી કરી.
અવિધિએ જિનપૂજા કરી રહેલા રોહિણેયકુમારનો હાથ પકડી મહામંત્રીએ ખૂબ આગ્રહભરી વિનંતી કરતાં કહ્યું, “શેઠજી! તમે કોઈ પરદેશી લાગો છો ? આ નગરમાં તમે અજાણ્યા છો; તેથી મને સાધર્મિક ભક્તિ કરવાનો અમૂલ્ય લાભ આપો. મને તમારી ભક્તિ દ્વારા સનાથ બનાવો. તમે અમારી હવેલીમાં આહાર-પાણી કરી અમને તમારી સેવા કરવાનો સુઅવસર આપો.”
અભયકુમારના જીવનમાં સાધર્મિક જીવો પ્રત્યે અત્યંત વાત્સલ્ય ભાવ હતો. સખ્યદર્શનનાં આઠ અંગો છે. આ આઠ અંગો શ્રી ઉત્તરાધ્યયન સૂત્રના ૨૮માં અધ્યયનમાં દર્શાવેલ છે. તેમાં વાત્સલ્ય નામનું એક અંગ છે. વાત્સલ્ય :
સાધાર્મિકો પ્રત્યે હૈયામાં માતા સમાન હેત હોય, તેમના પ્રત્યે હદયમાં નિ:સ્વાર્થ અનુરાગ, હાર્દિક પ્રેમ તેમ જ સાધુ અને શ્રાવકવર્ગની સેવા એ વાત્સલ્ય આચાર છે. સાધર્મિકની સેવા એ આત્યંતર તપ છે. ધર્મ કાર્યમાં પ્રમાદ કરનારા સાધાર્મિકોને ધર્મના કર્તવ્યો યાદ કરાવી, પાપોથી. બચાવવા વાત્સલ્યપૂર્વક સન્માર્ગની પ્રેરણા આપવી તે ભાવ સાધર્મિક ભક્તિ છે.
સમકિતી જીવો પ્રત્યે હિતબુદ્ધિ રાખવી તે દ્રવ્ય વાત્સલ્ય છે અને ‘સવી જીવ કરું શાસન રસી'ની ભાવના ભાવવી તે ભાવ વાત્સલ્ય છે. માર્ગભ્રષ્ટને માર્ગસ્થ કરવો તે શ્રેષ્ઠ સાધર્મિક ભક્તિ છે.
સમકિતમાં વાત્સલ્યગુણ પ્રગટાવવાની શક્તિ છે પરંતુ સમકિતી જીવોમાં જીવ માત્ર પ્રત્યે વાત્સલ્યભાવ ઉભરાતો નથી. ઉત્કૃષ્ટ કોટિનું વાત્સલ્ય તીર્થકરોને હોય છે તેથી તેમના સમ્યગદર્શનને વરબોધિ' - શ્રેષ્ઠબોધિ કહેવાય છે.
સાધર્મિક ભક્તિનું ફળ મહાન છે. ત્રીજા સંભવનાથ ભગવાન પૂર્વના ત્રીજા ભવમાં ધાતકીખંડ દ્વીપમાં ઐરાવત ક્ષેત્રની ક્ષમાપુરી નગરીમાં વિમલવાહન નામે રાજા હતા. તે સમયે ત્યાં મહાભીષણ દુષ્કાળ પડ્યો. તેમણે પોતાની પાસે રહેલા અનાજ વડે સાધર્મિકોની ભોજનાદિ વડે ભક્તિ કરી તીર્થકર નામ કર્મ ઉપાર્જન કર્યું.
પુણિયા શ્રાવકની આર્થિક સ્થિતિ નબળી હોવા છતાં તેમણે અખંડપણે સાધર્મિક ભક્તિ
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org