________________
૧૧૦
કરી હતી. એક દિવસ પોતે ઉપવાસ કરી અન્ય સાધર્મિકને જમાડે, બીજે દિવસે પત્ની ઉપવાસ કરી સાધર્મિકને જમાડે! સાધર્મિકોનું ભોજન-પાણી દ્વારા થતું સ્વાગત એદ્રવ્ય સાધર્મિક છે.
અભયકુમારને સાધાર્મિક પ્રત્યે અનહદ પ્રેમ હતો. આ વાતનો પુરાવો આપણને રાસરસાળ' ગ્રંથ શ્રી કવિદષભદાસ કૃત ‘અભયકુમાર રાસ'ની ઢાળ-૩માં મળે છે.
ચંડધોતન રાજાએ વૈરભાવથી અભયકુમારને જીવતા પકડી લાવવા માટે ઉદ્ઘોષણા કરી. ‘અભયકુમાર સાધર્મિકો પ્રત્યે અત્યંત પ્રીતિ ધરાવે છે,' એવું જાણી રાજાએ નબળી કડીનો લાભ લઈ ગણિકાને સાચી શ્રાવિકા બનાવી રાજગૃહી નગરીમાં મોકલી. ગણિકાની જૈનધર્મ પ્રત્યે, જૈન ધર્મના શુદ્ધ આચારો પ્રત્યેની અનન્ય પ્રીતિ અને આચાર પાલન જોઈ મહામંત્રી અભયકુમાર અત્યંત પ્રભાવિત થયા. ગણિકાને સાચી શ્રાવિકા સમજી, ઘણો આગ્રહ કરી માનપૂર્વક હવેલીમાં તેડી લાવ્યા. ત્યાર પછી પોતાના હાથે જ ભોજન પીરસ્યું હતું.
પ્રસ્તુત રાસમાં રોહિણેયકુમારને પકડવા અભયકુમારે સાધર્મિક ભક્તિનો પ્રયોગ કર્યો. જ્યારે અભયકુમાર'રાસમાં ગણિકાએ સાધર્મિક ભક્તિના બહાને પોતાના આવાસમાં લઈ જઈ મહામંત્રીને બંદીવાન બનાવી ચંડમોતન રાજાને સોંપ્યા હતા. અહીં સ્પષ્ટ થાય છે કે, તે સમયમાં સાધર્મિકોનું વિશિષ્ટ કોટિનું બહુમાન થતું હશે.
ભલે, અભયકુમારે રોહિણેય ચોરને પકડવા સાધર્મિક ભક્તિનો સહારો લીધો પરંતુ સાધાર્મિકો પ્રત્યે તેમને અનહદ પ્રેમ હતો. તે તેમના જીવનનું એક પ્રશંસનીય પાસું છે. છે . પૂર્વના કાળમાં અતિથિને ભગવાન ગણવામાં આવતા હતા. તિથિદેવો ભવઃ | અતિથિની સેવા કરવા લોકો તત્પર રહેતાં હતાં. નગરમાં અજાણ્યા માણસને જોતાં તેમને ઘરે લઈ તેમનો ઉચિત આતિથ્ય સત્કાર કરતા હતા. જુઓ ‘શ્રેણિક રાસ’માં મહારાજા પ્રસેનજીત દ્વારા અપમાનિત થયેલા રાજકુમાર શ્રેણિક રાજ્ય છોડી બેનાતટનગરમાં આવ્યા ત્યારે ધનદત્ત શેઠ તેમને પોતાની હવેલીમાં લઈ ગયા. ત્યાં ભોજનપાણી આદિ વડે ઔચિત્ય સત્કાર કર્યો. શેઠની દીકરી સુનંદાની નજર અતિથિ પર પડી અને પ્રણયનો ફાગ ખીલ્યો!
વર્તમાન કાળે વ્યવહાર અત્યંત ઘસાતો જાય છે. પાશ્ચાત્ય જીવનશૈલીએ ભારતીય સંસકૃતિને સંપૂર્ણ રીતે ધોઈ નાંખી છે. “સાપ ગયા પણ લીસોટા રહી ગયા'! બીજાનું હડપ કરવાની વૃત્તિ વકરી રહી છે. બીજાનો કોળીયો છીનવી પોતાનું પેટ ભરવાની રાક્ષસવૃત્તિ દિવસે દિવસે વધી રહી છે. પોતાનું પેટ કાપી અન્યને ભોજન આપી તૃપ્તિ કરાવનારા પુણિયાને આ ધરતી પર ક્યાં શોધવો?
રોહિણેયકુમારે ચાતુર્યપૂર્વક કહ્યું, “મંત્રીશ્વર! હું તો બીજાના ઘરનું પાણી પણ પીતો નથી, માટે તમે આગ્રહ ન કરો.” પરંતુ મહામંત્રી એકના બે ન થયા. તેમણે રોહિણેયકુમારને તાણી-ખેંચીને 'પણ આતિથ્ય સત્કાર માટે વિવશ કર્યા. શ્રાવકના રૂપમાં રહેલા રોહિણેયકુમારને અંતે રાજવી ભોજના કરવાની અભિલાષા જાગી. તેને અભયકુમારનું નિમંત્રણ ગમે તેમ કરીને પણ સ્વીકારવું પડ્યું. 1. બુદ્ધિશાળી અભયકુમાર તેને રાજમહેલમાં લાવ્યા. ચતુર રોહિણેયકુમારે શ્રાવકનું રૂપ
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org