________________
૧૧૫
કરી નાખે છે. જિનેશ્વરની ચંદનપૂજા કરે તેનું શરીર સુગંધિત રહે છે. પુષ્પપૂજાથી ભોગવૃદ્ધિ થાય છે. ધૂપપૂજાથી સૌભાગ્ય વૃદ્ધિ થાય છે. દીપપૂજાથી મોહ સમાપ્ત થાય છે. અક્ષતપૂજાથી ઉત્તમ વંશમાં જન્મ મળે છે. નૈવેદ્યપૂજાથી દારિદ્રય નાશ પામે છે. ફળપૂજાથી યથેષ્ટ ફળ મળે છે.
જૈન ધર્મ આડંબરનો ધર્મ નથી. જૈન ધર્મમાં ક્રિયાનો નિષેધ પણ નથી પરંતુ શુભ ઉપયોગપૂર્વકની ક્રિયા જ વધુ ફળદાયક બને છે.
ઉપાધ્યાયજી મહારાજ ક્રિયા અને જ્ઞાનનો સમન્વય કરતાં કહે છે :
‘‘ક્રિયા વિના જ્ઞાન નહિ કબહું, ક્રિયા જ્ઞાન બીનું નહિ;
ક્રિયા જ્ઞાન દોઉ મિલત રહત હૈ, જ્યૌ જલરસ જલમાંહી... પરમ'' શ્રી ઉમાસ્વાતિજી પણ તે વાતનું સમર્થન કરતાં કહે છે - જ્ઞાનવિયાભ્યામ્ મોક્ષઃ । જ્ઞાન અને ક્રિયાના સમન્વયની પરાકાષ્ટા એ મોક્ષ છે.
જિનાલયમાં પ્રવેશથી માંડીને બહાર નીકળીએ તે દરમ્યાન । *દશ બાબતોનું પરિપાલન આવશ્યક છે.શ્રાવકે પાંચ અભિગમ પૂર્વક ઉપાશ્રયમાં પ્રવેશ કરવો જોઈએ.
અભિગમ અભિગમ એટલે નિયમ, ઉચિત આચરણ. તે પાંચ પ્રકારના છે. ‘શ્રી જ્ઞાતાધર્મકથા સૂત્ર’માં
મેઘકુમાર પાંચ અભિગમ પૂર્વક શ્રમણ ભગવાન મહાવીર સન્મુખ આવ્યા.
૧) પુષ્પ-પાન આદિ સચિત્ત દ્રવ્યનો ત્યાગ.
૨) શસ્ત્ર, મુગટ, તલવાર, વાહન આદિ અચિત્ત વસ્તુઓનો ત્યાગ.
૩) એક પડ વાળેલું ઉત્તરાસંગ ખભા પર મૂકવું જેથી ખુલ્લા માટે પ્રભુ સાથે વાતચીત ન થાય. ૪) પ્રભુદર્શન થતાં જ બે હાથ જોડી મસ્તકે અંજલી અડાડી ‘જિનાય નમઃ' કહી નમસ્કાર કરવા. ૫) મનમાં માત્ર જિનેશ્વર ભગવંતનું જ ચિંતન કરવું.
‘શ્રી મહાનિશીથ સૂત્ર'ના સાતમા અધ્યયનમાં કહ્યું છે કે, “અવિધિથી ચૈત્ય વંદન છે કરનારને પ્રાયશ્ચિત આવે છે. અવિધિથી કરેલા અનુષ્ઠાન બીજા જીવોમાં અશ્રદ્ધા ઉત્પન્ન કરે છે.’’ જેમ સુંદર ચિત્ર બનાવનાર ચિત્રકારની પ્રત્યેક વળાંક કે રેખા નિપુણતાપૂર્વકની હોય છે. તેની પીંછી ચિત્રની જીવંતતાનો આધાર છે, તેમ દરેક અનુષ્ઠાન વિષયક કુશળતાથી ક્રિયાઓ મહાલાભદાયી બને છે અને હ્રદયને અપૂર્વ શાંતિ અર્પે છે.
વિધિપૂર્વક ભગવાનની આજ્ઞા અનુસાર ધર્માનુષ્ઠાન કરવા તે સાચી શ્રદ્ધા છે.
“સન્મત્ત પુળ થં સુત્તાનુસારેખ ના વિત્તી ૩ ।
सुत्त गणम्मितम्हा पवत्तियव्वं इहं पढमं ।।
અર્થ: જિનેશ્વર ભગવાનની આજ્ઞા અનુસાર ચૈત્યવંદન, આવશ્યક ક્રિયા આદિની પ્રવૃત્તિ કરવી તે જ સમ્યક્ત્વ (શ્રદ્ધા) છે.
સમ્યગ્દર્શનના દશ પ્રકારમાં ક્રિયારુચિ નામનો એક ભેદ છે. જેમાં સમ્યગ્દર્શનીને ધર્મના અનુષ્ઠાનો પ્રત્યે ભારે પ્રીતિ હોય છે. રુચિ એ માતા છે. પરમેષ્ઠિ એ પિતા છે. રુચિ વડે ધર્મ ઓળખાય છે. * જિનાલયમાં પ્રવેશતાં દશ બાબતોનું પરિપાલન, જુઓ પરિશિષ્ટ વિભાગ : ૨
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org