________________
૧૧૪
બની ધર્મિષ્ઠહોવાનો ઢોંગ કરતો હતો.
એકવાર અભયકુમાર જિનાલયમાં પ્રવેશ્યા ત્યારે વેશપરિવર્તન કરી શ્રાવકનું આબેહૂબ રૂપ ધારણ કરી રોહિણેયકુમારપૂજાની સામગ્રી સાથે ત્યાં આવ્યો. તેણે અવિધિએ જેમ તેમ પૂજા કરી.
જૈનપૂજાઓના વિકાસ વિશે શ્રી મોહનલાલ દલીચંદ દેસાઈ લખે છે- ભક્તિ માર્ગનો ઉદય સત્તરમાં શતકમાં વિશેષ થયો. વલ્લભી સંપ્રદાયનો પ્રવેશ ગુજરાતમાં થઈ ચૂક્યો હતો. ભક્તિની અસરથી જૈનોમાં એક વિશિષ્ટ સાહિત્ય આ શતકમાં ઉદ્ભવ્યું, તે ‘પૂજા સાહિત્ય'.
દિગંબરોની પ્રથમ રચના “દશ ભક્તિ સંગ્રહ', કુન્દકુન્દ્રાચાર્યની રચનાને ગણવામાં આવે છે. તે પરથી અનુમાન કરી શકાય કેપૂજાનો પ્રારંભપ્રથમ સદીમાં થયો હશે.
જૈનદર્શનમાં ગુણની પૂજા છે, તો પૌદ્ગલિક પૂજા શા માટે? તેનો ઉત્તર આચાર્ય કુન્દકુન્દ આજથી ૨૦૦૦ વર્ષ પૂર્વે આપ્યો છે.
"इणमण्णंजीवादो देहं, पोग्गलमयंथुणित्तु मुणि। मण्णदि हुसंथुदो, वंदिदो मह केवली भगवं।। तंनिच्छयेणझुंजदि, ण सरीर गुणा हि होति।
केवलिगुणे थुणदि जो, सो तच्चं केवलिथुणदि।। અર્થ: કોઇ આત્માથી ભિન્ન આ પૌદ્ગલિક શરીરની સ્તુતિ કરી મેં કેવળીની સ્તુતિ અને વંદના કરી છે એમ માને તો એની સ્તુતિ એવું વંદના નિશ્ચયથી યથાર્થ નથી કારણકે શરીરના ગુણ એ કેવળીના ગુણ નથી પણ જે કેવળીના ગુણોની સ્તુતિ કરે છે તે જ પરમાર્થથી કેવળીની સ્તુતિ છે.
ભક્તિ એ માનવ સ્વભાવમાં રહેલું તત્ત્વ છે. ભ = ભગવાન, કન્ન કરવાની, ત = તાકાત. માનવને ખુદ ભગવાન બનાવવાની જેમાં તાકાત છે, તેનું નામ ભક્તિ'.
પૂજામાં ભક્તિનો રણકો છે. “સાર્વમિનપુરમપ્રેમg' અર્થાત્પરમાત્માને વિશે ઉઠલો પ્રેમ તેભક્તિ છે. શ્રી યશોવિજયજી મહારાજ કહે છે:
सारमेतन्मया लब्धं श्रुताब्धेरेवावगाहनात्।
भक्तिर्भागवती बीजं परमानन्दसम्पदाम्।। અર્થ: બુદ્ધિનો રવૈયો બનાવીને શ્રુતજ્ઞાનરૂપી સમુદ્રનું મંથન કરતાં મને એટલું સારરૂપી અમૃત પ્રાપ્ત થયું છે કે પરમાનંદ સ્વરૂપ મોક્ષરૂપી સંપત્તિનું બીજ-મૂળ ભગવાનની ભક્તિ છે.
પૂજા બે પ્રકારની છે. દ્રવ્યપૂજા અને ભાવપૂજા. દ્રવ્ય સામગ્રી વડે ઈષ્ટની પૂજા કરવી તે દ્રવ્ય પૂજા છે. તેમાં પ્રાથમિકતાના ભાવ છે. અભેદથી પરમ શિવ સાથે અનુભૂતિ થતાં સમરસતા ઉત્પન્ન થાય છે તે ભાવપૂજા છે. કોઇ વીરલા જ તેના અધિકારી બને છે.
આત્માને નિર્મળ બનાવવાના ત્રણ ઉપાયો છે. જ્ઞાનયોગ, ધ્યાનયોગ અને ભક્તિયોગ. બીજા બધા યોગો કરતાં ભક્તિયોગ અપેક્ષાએ સર્વજન સુલભ અને સરળ છે.
આચાર્ય દેવસેનના મતાનુસાર પૂજાથી મનોવાંછિત ફળની સિદ્ધિ થાય છે. ગંધોદક સ્નાનથી પુણ્યનો સંચય થાય છે. જિનેશ્વર ભગવંતના ચરણમાં જલધારા કરવાથી કમરજને સમાપ્તા
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org