________________
૧૦૬
શું એ તમારો સગો (સંબંધી) છે? તમે મારું અન્ન ખાઈ શું ચોરને સાથ આપો છો?કોટવાલ શરમથી નીચું જોઈ ગયો. તેનું મોં સીવાઈ ગયું. ચોરને પકડવો સહેલો ન હતો. તેણે રાજગૃહીનું ગૌરવ ધૂળ ચાટતું કર્યું હતું. ખાં ગણાતા મંત્રીઓ અને સુભટોની આશામીટ એળે ગઈ. કોટવાલે લજિત થઈ ગળગળા અવાજે મહારાજાને પોતાનું કોટવાલપણું બીજાને સોંપવાનું કહ્યું. ત્યારે મહારાજાએ મહામંત્રી અભયકુમાર સમક્ષ ચિંતિત નજરે નિહાળ્યું. કુશાગ્ર બુદ્ધિશાળી મહામંત્રી મહારાજાની ચિંતાને કળી ગયા. રાજગૃહીની કીર્તિની રક્ષા કાજે ચોરને પકડવાનો તેમણે પડકાર ઝીલી લીધો.
તેમણે પોતાના સ્થાન પરથી ઊભા થઈ કહ્યું, “નાગરિકો! હવે તમે ચિંતા ન કરશો જ્યાં સુધી હું રોહિણેયકુમારને નહીં પકડું ત્યાં સુધી રાત્રિશયન નહીં કરું. આજ દિવસ સુધી ચોર આબાદ રીતે બચી છટકી જતો હતો પરંતુ હવે તે મારા હાથમાંથી છૂટી શકશે નહીં.”
અભયકુમારની દઢતાથી સમસ્ત પ્રજાજનો પરિચિત હતા. અભયકુમારે વિચાર્યું કે, ‘રોહિણેયકુમારને પકડવો અત્યંત મુશ્કેલ છે. ક્યારેક તે કોઈ વેશમાં હોય છે તો ક્યારેક તે કોઈ રૂપમાં હોય છે. ખેર !કંઈક તો કરવું જ પડશે.' મનમાં કંઈક વિચારી તરત જ મહામંત્રી અભયકુમારે કોટવાલને સૂચના કરતાં કહ્યું, “સામાન્ય નાગરિકના વેશમાં નગરરક્ષકો કિલ્લાની બહાર તેમજ કિલ્લાની અંદર ગોઠવાઈ જાય. જેવા કિલ્લાની અંદર રહેલા નગરરક્ષકો ચોરને પકડવાની કોશિશ કરશે તેવો ચોર ત્યાંથી ત્રાસીને કિલ્લાની બહાર ભાગશે ત્યારે બહાર રહેલા સૈનિકો તેને પકડી લેશે.”
ચતુરંગી સેના સાથે નગરરક્ષક કિલ્લાને ફરતો ઘેરો ઘાલીને ઊભા રહ્યા. નગરરક્ષકપણ નાગરિકના વેશમાં અભયકુમાર સાથે ફરવા લાગ્યો. અભયકુમારને કોઈ ઓળખી ન શક્યા.
અભયકુમાર પ્રત્યેક નાગરિક, પરદેશી, વ્યાપારી, સૌદાગર, રાહગીર આદિની ગતિવિધિ ધ્યાનથી નિરીક્ષણ કરવા લાગ્યા. અભયકુમાર શું સાધારણ વ્યક્તિ હતા? ધરતીના બૃહસ્પતિ હતા. તેમની દષ્ટિ અત્યંત તીક્ષ્ણ હતી. તેમને એક ગ્રામીણ વ્યક્તિ પર સંદેહ થયો કે આ રોહિણેય છે. તેમણે તરત જ નગરરક્ષકને ઈશારો કર્યો. નગરરક્ષકે તે ગ્રામીણની ગરદન દબાવી પકડી લીધો.
ગ્રામીણે ગુસ્સે થઈ બૂમો પાડતાં કહ્યું, “અરે!કરો છો? મને પકડવાનું શું પ્રયોજન છે? મેં તમારું શું બગાડ્યું છે? શું મહારાજા શ્રેણિકના રાજ્યમાં સાલસ (ભોળા-સરળ) અને નિરપરાધીને પણ સતાવવામાં આવે છે?”
નગરરક્ષકે ચીડાઈને કહ્યું, “હવે વધુ શાણપણ કરવાનું છોડી દે. તું જ દસ્યુરાજ રોહિણેય છે. તું ઘણી મુશ્કેલીથી હાથમાં આવ્યો છે.”
ગ્રામીણે કહ્યું, “અરે! રોહિણેયનું નામ પણ હું પહેલીવાર સાંભળું છે. તમે શું બોલો છો? મારું નામ તો દુર્ણચંડ છે. હું શાલિગ્રામનો ખેડૂત છું.”
નગરરક્ષકે પોતાની પકડને વધુ મજબૂત કરતાં કરતાં કહ્યું, “રોહિણેય પણ આજ રીતે નામ બદલાવે છે. તું નામ બદલાવીશ તો પણ આજ બચી નહીં શકે. તને જે કહેવું હોય તે મગધ નરેશ શ્રેણિકના દરબારમાં જઈ કહેજે. હું તો હવે તને નહીં છોડું.”
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org