________________
૧૦૫
થઈ ગઈ. પાછા વળતાં (હું ચંડિકાના મંદિરમાં સૂઈ ગયો) ઘણું મોડું થયું. દ્વારપાળે નગરના દ્વાર બંધ કર્યા ઘરે પાછા જવાની ઉતાવળમાં હુંકિલ્લો ઓળંગી ભાગ્યો.
...૧૦ હે રાજન્ મારું દુર્ગ ઓળંગવાનું કારણ મેં તમને કહ્યું, જેવો મેં કિલ્લો ઓળંગ્યો તેવા જ આપના નગરરક્ષકોએ ચોર સમજીમને પકડ્યો. મારો જીવ જોખમમાં છે એવું સમજી હુંનગરની અંદર તરફ છૂટવા કિલ્લો કૂદીને બહાર નાસી આવ્યો. (અંદરના રક્ષકોથી ગમે તેમ કરી બચ્યો પરંતુ બહારના રક્ષકોએ મને ન છોડ્યો.) માછીમારના હાથમાંથી છૂટેલું માછલું જાળમાં ફસાય, તેમ હું સપડાયો.
...૧૦૮ આ કોટવાલેમને પકડ્યો. મને નિરપરાધીને ચોરની જેમ બાંધીને અહીં લાવ્યો. હે રાજન! તમે ન્યાયનીતિના જાણકાર છો. તમે પ્રજાપાલક હોવાથી મારી સાથે યોગ્ય ન્યાય કરજો.” ...૧૦૯
રાજાએ સત્ય જાણકારી પ્રાપ્ત કરવા એક ગુપ્ત અનુચરને શાલિગ્રામ મોકલ્યો. રાજાની આજ્ઞાથી અનુચર શાલિગ્રામમાં આવ્યો. તેણે લોકોને પૂછ્યું, “અહીં દુર્ગચંડ નામનો કોઈ કણબી રહે છે?તે હમણા ક્યાં છે?”
...૧૧૦ લોકોએ (પૂર્વ સંકેત અનુસાર દંપૂર્વક) કહ્યું, “દુર્ગચંડ નામનો કણબી હમણાં કોઈ કાર્ય માટે બીજા ગામે ગયો છે. તે અહીં જ રહે છે.” રોહિણેયકુમારના મનમાં પ્રસન્નતા હતી કારણકે તેને અગાઉથી જ ગામના લોકોની સાથે સાંઠગાંઠ(સમજૂતી-સંકેત) કરી રાખી હતી. ...૧૧૧ 1 અનુચર શાલિગ્રામ નગરથી પાછો ફર્યો. તેણે તરત જ મહારાજા શ્રેણિકને સમાચાર આપતાં કાનમાં કહ્યું, “હે રાજન ! આ ચોર પોતાને દુર્ગચંડ કહેવડાવે છે તે સત્ય છે. હું તેનું પૂરું ઘર '(પરિવાર) જોઈ આવ્યો છું.”
•..૧૧૨ મહારાજા શ્રેણિકે ત્યારે વિચાર કર્યો કે, “કેવું અદ્ભુત આયોજન! ચોર પણ પૂર્વ યોજના કરી રાખે છે.) દંભી વ્યક્તિને આજ દિવસ સુધી કોણ ઓળખી શક્યું છે? ખરેખર! સારી રીતે રચેલા દંભના અંતને બ્રહ્મા પણ પામી શકતાં નથી. માયાવીને ઓળખવા ખૂબ મુશ્કેલ છે.” ૧૧૩
અભયકુમારે રાજાને કહ્યું, “પિતાજી! મૂળ વિના ક્યારેય ડાળી ન પકડાય, તેમ ગાંસડી આદિના પૂરાવા વિના બળજબરીથી ચોરને પકડીએ તો મોટો અન્યાય જ કહેવાય. ...૧૧૪
રાજન્ ! તમે આ વિષયમાં લેશમાત્ર ઉચાટ ન કરો. હું તેને નિશ્ચયથી ચોર સાબિત કરી પકડીશ.” આ પ્રમાણે વચન આપી મહામંત્રી અભયકુમારે રાજાને સંતોષ પમાડી વિદાય કર્યા. હવે મહામંત્રીએ રોહિણેયકુમારને ચોર સાબિત કરવા પુનઃ એક યુક્તિ રચી.
વિવેચના પ્રસ્તુત ચોપાઈમાં રોહિણેયકુમારની કાર્યદક્ષતા, ચતુરાઈ અને મહામંત્રી અભયકુમારની કુશળ રાજનીતિનાં દર્શન થાય છે.
મહારાજા શ્રેણિકે રાજગૃહી નગરીનો કીર્તિનો કિલ્લો સુરક્ષિત રાખવા અને પ્રજાજનોને સાંત્વના આપવા ક્રોધિત બની કોટવાલની ઝડતી લેતાં કહ્યું, “શું તમે એક ચોરને નથી પકડી શકતા?
...૧૧૫
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org