________________
૧૦૪
...લ
સોંપી.,
તેથી મારાથી તે પકડાતો નથી. (હું રાજમાર્ગો પર તેની પાછળ દોડું છું ત્યારે, તે વીજળીના ઝબકારાની જેમ અચાનક અદશ્ય બની જાય છે.
તે છલાંગ લગાવતો એક ઘરના છાપરા પરથી બીજા ઘરના છાપરા કૂદે છે. તે વાંદરાની જેમ ઝડપથી કૂદતો નગરનો કિલ્લો ઓળંગી જાય છે તેથી હું આંબી શકતો નથી. મહારાજ! માં કોટવાલપણું લઈ આ નગરની સુરક્ષા માટે મારાથી વધુ સમર્થ પુરુષને આ “દંડ” (કોટવાલપણું
...૮ મહારાજાએ મહામંત્રી અભયકુમારની સમક્ષ જોયું. અભયકુમારે કહ્યું, “(અરુણોદય થત અંધકાર દૂર થાય, છતાં તેનું નિદાન સૂર્ય જ ગણાય) હું ચોરને અવશ્ય બંધનગ્રસ્ત કરીશ.' ત્યારપછી કોટવાલને સૂચના આપતાં કહ્યું, “તમે (ચતુરંગી સેના સજ્જ કરી) ગઢની બહાર સાવધા બની ઊભા રહેજો.
ચોર નગરમાં પ્રવેશી જાય તેવો અણસાર આવતાં જ નગરના દ્વાર બંધ કરાવી, સેના નગરની ફરતે ગોઠવી દેજો. અંદર પ્રવેશેલા ચોરને સૈનિકો ભીંસમાં લેશે ત્યારે ચોર બહાર જવા નાસભાગ કરશે ત્યારે નગરની બહાર ઉભેલા અનુચરો ચોરને ચંગૂલમાં લેશે(ઝડપી લેશે.)” ..૧૦૦
| (મહામંત્રી અભયકુમારની આજ્ઞા થતાં જ) ચતુરંગી સૈન્યને ગુપ્ત રીતે સજ્જ કરી ગઢને ફરતે ગોઠવી કોટવાલ નગરની બહાર રહ્યો. મંત્રીએ જે દિવસે આજ્ઞા કરી તે દિવસે રોહિણેયકુમાર ગામોતરું(ગ્રામાંતર) કરી ગયેલો તેથી તેને કોઈ વાતની ખબર ન પડી.
...૧૦૧ તેણે તે દિવસે ગુપ્તચરોનો સમૂહ જોઈ, તે દિવસે ચોરીની ગોઠવણ ન કરી. તે રાત્રે ચોરી કરવા ગયો તો બહારથી તેને સૈનિકોએ ઘેરી લીધો ત્યારે તે બહાર નીકળવા મથ્યો. ...૧૦૨
કચરાની, નગરની ગટરમાંથી બહાર નીકળવા ગયો તો મત્સય જેમ જાળમાં ફસાય તેમ કોટવાલે તરત જ તેને પકડયો. તેને રાજા સમક્ષ લાવવામાં આવ્યો. રાજાએ તેને આકરા દંડ(પ્રહાર)ની સજા કરવાનું કહ્યું.
..૧૦૩ મહામંત્રી અભયકુમારે રાજાને રોકતાં કહ્યું, “મહારાજ તેને આકરો પ્રહાર ન કરાય. (આ ચોર નિગ્રહ કરવાને યોગ્ય નથી, માટે તેને વિચારીને સજા આપો. (ચોરીના મુદ્દામાલ અને કબૂલાત સિવાય ચોર દંડપાત્ર ન ગણાવી શકાય.)” ત્યારે રાજાએ રોહિણેયકુમારને પૂછ્યું, “તું ક્યાંનો રહેવાસી છે? તું આ નગરમાં શા માટે આવ્યો છે?
...૧૦૪ તું કોણ છે? તારું નામ શું છે? તારી આજીવિકા શું છે? તારું સ્થાન ક્યાં છે? તે મને કહે.” તેણે પોતાનો પરિચય આપતાં પકડાઈ જવાની શંકા ઉત્પન્ન થઈ. તેણે તરત જ કલ્પિત (ઉપજાવેલી) વાતો કરતાં રાજાને ઉત્તર આપ્યો.
...૧૦૫ રાજન્ ! હું શાલિગ્રામ નગરનો વતની છું. મારું નામ દુર્ગચંડ છે. હું મોટા પરિવારનો સ્વામી (કણબી અથવા કૃષક) છું. હું જરૂરી વસ્તુઓ લેવા નગરમાં આવ્યો હતો. ...૧૦૬
આ નગરમાં (મારું કોઈ સ્વજન નથી) નાટક-કૌતુક જોવા રોકાયો તેથી ઘણી રાત્રિ પસાર
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org