SearchBrowseAboutContactDonate
Page Preview
Page 134
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૦૩ •...૧૦૫ •...૧૦૮ ....૧૦૯ •...૧૧૦ તુ કુણ તાહરું કે હું નામ, આજીવિકા સી, કહઈ તુજ કામ; લેતા નામ શંકાણો તસઈ, કલપી વાત થઈ બોલ્યો અસઈ વાસએ છઈ જ્યાહા શાલિગ્રામ, દૂરગચંડ તે માહારૂં નામ; હું છું બહુલ કુટુંબનો ધણી, લેવા વસત આવ્યો પૂર ભણી. ...૧૦૬ નાટિક કઉતગ જોતા ત્યાતિ, રાતિ ગઈ જાઝી પૂર માહિ; દીધાં દરવાજાનાં બાર, દૂરગ ઉલંધ્યો તેણીવાર ...૧૦૦ કારણ દૂરગ ઉલંધ્યા તણૂં, પૂરષ તુમહારઈ ત્રાહા ચૂંવ્યો ધણૂં; માંહિથી બાહઈરિ આવ્યો નાહાશ, બંધાણો મૃગલો જયમ પાશ ઠંડીઈ મુઝ ઝાલ્યો સહી, વણ ઉપરાધિ આણ્યો ગ્રહીં; તમ્યો રાય જો નીત્યના જાણ, નર તો ન્યાય કરજ્યો જ સુઝાણ પછઈ ભુપતિં તેણઈ ઠાર્મિ, એક નર મોકલ્યો સાલિંગ્રામ; નૃપ વચને નર આવ્યો ત્યાહિ, પૂછવું દૂરગચંડ તે ક્યાહિ ભાખઈ લોક રહઈ છઈ આહિ, ગામાંતરિ ગયો છઈ ક્યાહિ; રોહણીઉ રંજ નઈ મનમાંહિ, કરી સંકેત મુકયો છઈ ત્યાહિ ...૧૧૧ ‘પૂછું નરનિં આવ્યો જસઈ, શ્રેણીક નઈ સંભલાવ્યું તસઈ; દૂરગચંડ કહઈ છઈ તે ખરું, જોઈ અવ્યો એહનું ઘર પૂરું ....૧૧૨ શ્રેણીક રાય તવ કરઈ વીચાર, માઈ પૂરૂષનો કુણ લહઈ પાર; એનો ન્યાય કરયો મઈંતાય, એહથી હરીહર બ્રહ્મા વાયા ....૧૧૩ અભઈકુમાર કહઈ સુણિ ભુપાલ, મુલ વ્યના નવિ લાધઈ ડાલ; *મોટિ વ્યના ઝાલેવો ચોર, એ અન્યાય કરવું જોર હું ઝાલીશ એહનઈ નીરધાર, મ કરો ઢંતા તુમ્યો લગાર; નરપતિનઈ સંતોષી કરી, મંત્રી બુધિ માડઈ ત્યાહા ફરી ....૧૧૫ અર્થ - લોકોએ રાજાને કહ્યું, “હે પ્રજાપાલક ! આપ જેવા સમર્થ રાજા હોવા છતાં ચોર નિત્ય નગરીમાં આવી (થાપ આપી) ચોરી કરી જાય છે. આપ અમને આ યાતનામાંથી છોડાવી વિદાય કરો” આંજીજી ભર્યા વચનો સાંભળી મહારાજા શ્રેણિક નગરરક્ષક પર કુપિત થયા. તેમણે તરતજ નગર રક્ષક(કોટવાલ) ને ત્યાં બોલાવ્યો. ...૯૫ તેમણે કોટવાલને કહ્યું, “અરે નગરરક્ષકો! શું તમે ચોરોની વસાહતમાં ભળી ગયા છો? શું તે તમારા કુટુંબી (સ્વજન) છે? તમે રાજ્યનું અન્ન ખાઈ જાણે નગરમાં મારી સાથે કોઈ લેવા દેવા ન હોય તેમ વર્તો છો? શું તમે એક ચોરની તપાસ કરી પકડી નથી શકતા? ...૯૬ કોટવાલે ભયથી ધ્રૂજતાં(આસપાસ જોઈ) રાજાને કહ્યું, “હે નાથા રોહિણેયકુમાર અનેક વિધાનો જાણકાર છે. (તે કયાંથી આવે છે અને ક્યાં આલોપ થઈ જાય છે તેની ખબર જ પડતી નથી) *કવિ અહીં હિંદી શબ્દ (મોટિ)નો ઉપયોગ કરે છે. Jain Education International For Personal & Private Use Only www.jainelibrary.org
SR No.005627
Book TitleRohiney Ras
Original Sutra AuthorN/A
AuthorBhanuben Shah
PublisherJain Sahitya Prakashak Samiti
Publication Year2012
Total Pages386
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size10 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy