________________
૧૦૦
“સારું ચાલો, હું તમારી સાથે આવું છું. સાચ ને આંચ ન હોય.’ મગધ નરેશના સુશાસનમાં અંધેર ન હોઈ શકે. સિંહ પર તમારું જોર ચાલતું નથી અને ભેડ (ઘેટાં) ને શૌર્ય બતાવો છો? સત્ય કે અસત્યની ખાતરી આજ થઈ જાય.”
દુર્ગચંડની મુખાકૃતિ અત્યંત સાલસ દેખાતી હતી.પ્રજાજનોને તેને જોઈને દયા આવતી હતી પરંતુ રાજ્યકાર્યમાં હસ્તક્ષેપ કોણ કરે? મહામંત્રી અભયકુમાર રાજસભામાં પહેલેથી જ પહોંચી ગયા હતા. નગરરક્ષકદુર્ગચંડને રાજાની સમક્ષ પ્રતિવાદમાટે ઉપસ્થિત કર્યો.
નગરરક્ષક, અભયકુમાર તથા મગધનરેશ પાસે એવું કોઈ પ્રત્યક્ષ પ્રમાણ ન હતું કે જેના આધાર પર કહી શકાય કે પકડાયેલો વ્યક્તિ રોહિણેય જ છે તેથી પ્રતિવાદીને જ પ્રમાણ આપવાનું હતું કેતે શાલિગ્રામનો દુર્ગચંડનામનો કણબી(કિસાન) છે.
જ્યારે દુર્ગચંડને રાજા સમક્ષ ઉપસ્થિત કરવામાં આવ્યો ત્યારે તેણે કહ્યું, “અન્નદાતા! શું ધરતી રસાતલ થઈ જશે? ભગવાન મહાવીરના ઉપાસક ન્યાય-પરાયણ મગધપતિના શાસનમાં એવો અન્યાય થશે કે આપના નગરરક્ષક રોહિણેય ચોરના નામ પર કોઈ પણ ભલા-ભોળા કિસાનને પકડી લે મને જો આવી ખબર હોત તો હું રાજગૃહી નગરીમાં આવત જ નહીં.”
પ્રતિવાદીના કથનમાં ઓજ (તેજ, બળ) હતું. તેનું કથન પણ વિચારણીય હતું. મગધેશે. કહ્યું, “ન્યાય માટે અમે કંઈ પણ કરી શકીએ છીએ. એક નિરપરાધી ન દંડાય તેની અમે પૂરેપૂરી કાળજી રાખીએ છીએ. જો તું સાચો હશે તો તને છોડી મૂકવામાં આવશે. તું કોણ છે? તારું નામ-ઠામ શું છે?”
રાસકાર કવિ બદષભદાસે આ પ્રસંગને થોડો જુદી રીતે પ્રસ્તુત કર્યો છે. રાસનાયક રોહિણેયકુમારને મહારાજા સમક્ષ લઈ આવ્યા ત્યારે રાજાએ તરત જ તેને મૃત્યુદંડની સજા ફરમાવી. કુશળ રાજનીતિજ્ઞ અભયકુમારે રાજાને આકરી સજા ન ફરમાવતાં તેના વિશે જાણવાનું કહ્યું. આની પાછળનો અભયકુમારનો આશય એ હતો કે ચોરીનો મુદ્દામાલ પકડાયા વિના કોઈ નિરપરાધીને દંડ આપવો એ ન્યાય અને પ્રમાણની દષ્ટિએ વિરુદ્ધ છે. જો પ્રમાણ વિના ગ્રામીણને રોહિણેય ચોર સમજી દંડ કરવામાં આવે તો મગધના ન્યાય શાસનને કલંક લાગે. કેવી ઉત્તમ નીતિમત્તા! કેવી કુશળ રાજનીતિ! - પ્રતિવાદી(ગ્રામીણ)એ પોતાનો પરિચય આપતાં ઠાવકાઈપૂર્વક કહ્યું, “રાજન ! રાજગૃહી નગરીની બાજુમાં શાલિગ્રામ નામનું ગામ છે. તે ગામમાં હું રહું છું, તે ગામનો પ્રત્યેક વ્યક્તિ મને ઓળખે છે. હું ત્યાંનો દુર્ગચંડ નામનો સગૃહસ્થ કિસાન છું. હું નગરમાં વસ્તુ ખરીદવા આવ્યો હતો, પરંતુ નગરમાં કૌતુક (ચમત્કારિક ખેલ) જોવા રોકાયો તેથી ઘણી રાત્રિ પસાર થઈ ગઈ. નગરનો પ્રવેશદ્વાર બંધ થઈ જતાં મારે ન છૂટકે કિલ્લો ઓળંગવો પડ્યો. ત્યારે આપના શૂરવીર નગરરક્ષકે મને પકડ્યો.” - ' મહારાજાએ રોહિણેયકુમારની સત્યતા પુરવાર કરવા ગુપ્તચરને શાલીગ્રામમાં મોકલ્યો.
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org