________________
૧૦૧
પ્રજાપતિ ! ભયાનક ચોર (હિમવર્ષાની જેમ વરસતો) નગરમાં નિત્ય ચોરી કરવા ત્રાટકે છે (સમગ્ર કાજાજનોને રંજાડે છે.)”
...૯૩ વિવેચન પ્રસ્તુત ઢાળમાં રોહિણેયકુમાર પોતાનાં વચનોનું યથાર્થ પાલન કરે છે. તે વિદ્યાના બળે વેશ. હરિવર્તન કરી નિત્ય જુદાં જુદાં રૂપ ધારણ કરે છે. તે ક્યારેક કંદોઈ, ક્યારેક શેઠ, ક્યારેક માળી જેવાં વિવિધ રૂપો બનાવી પોતાની ટેક અનુસાર મહામંત્રી અભયકુમારને નિત્ય જુહાર (પ્રણામ) કરવા આવે છે. રૂપ પરિવર્તનમાં અત્યંત પ્રવીણ રોહિણેયકુમારને વિચક્ષણ મહામંત્રી ઘણા ઉપાયો કરવા છતાં ઓળખી શક્યાં નહીં. ચતુર રોહિણેયકુમાર હાથતાળી આપી જતો રહેતો. જેમ ઘણા તાવમાં બધી જ ઓષધિઓ નિષ્ફળ જાય છે, તેમ રાજગૃહી નગરીના સિરદર્દ સમાન રોહિણેયકુમારને પકડવા રચેલી સર્વ યુક્તિઓ નિષ્ફળ ગઈ.
બીજી બાજુ કોટવાલની શાન ઠેકાણે લાવવા પુનઃ રોહિણેયકુમારે એક યુક્તિ રચી. એક ચાર પુરોહિતને ત્યાં લગ્નોત્સવ હતો. તેણે આબેહૂબ કોટવાલનું રૂપ લીધું. પુરોહિતને ત્યાં જઈ વરવધૂને ખભા પર બેસાડી જાનૈયાઓ સાથે નૃત્ય કરવા લાગ્યો. લોકો જ્યારે નૃત્યમાં મશગૂલ હતા ત્યારે ટોળામાંથી વર-વધૂને લઈ આકાશમાં ઉડયો. તેણે વર-વધૂને કોટવાલના રહેઠાણે મૂક્યા. વર-વધૂના અચાનક ગાયબ થવાથી જાનૈયાઓમાં શોરબકોર થયો. વર-કન્યાની શોધ કરવા સૈનિકો નગરમાં ફરી વળ્યા. તેઓએ વર-વધૂને કોટવાલના ઘરે જોયા. કોટવાલે વર-વધૂનું અપહરણ કર્યું છે તેવું સમજી પુરોહિત અને કોટવાલના સેવકો વચ્ચે ઝપાઝપી થઈ. તેઓએ કોટવાલની હવેલીમાં આગ ચાંપી. મહામંત્રીએ તપાસ કરી આખી વાત પરથી તારણ કાઢતાં કહ્યું, “આ કાર્યપણ રોહિણેય ચોરનું જ છે.”
પ્રબુદ્ધ રોહિણેયમ' નાટકમાં આ પ્રસંગ થોડો જુદી રીતે વર્ણવેલો છે. વસંતોત્સવ દરમ્યાન ઉધાનમાં પોતાના પ્રિયતમ સાથે વિહરવા આવેલી ધન સાર્થવાહની પુત્રી મદનવતીનું રોહિણેયકુમાર દ્વારા અપહરણ થયું. નગરમાં સુભદ્રશેઠના પુત્ર મનોરથનાં લગ્ન લેવાયાં. આ વિવાહોત્સવમાં રોહિણેયકુમાર સ્ત્રીની વેશભૂષા પહેરી સ્ત્રીઓના ટોળામાં ઘૂસ્યો. તે જાનૈયાઓ સાથે પોતાના સાથીદારો સહિત સામેલ થઈ નાચગાનમાં પ્રયુક્ત થયો. ભીડમાં કપડાનો બનાવટી સર્પ નાખી જાનમાં અરાજક્તા ફેલાવી. જાનૈયાઓ નાસભાગ કરવા લાગ્યા ત્યારે પરિસ્થિતિનો લાભ લઈ ચાલાક રોહિણેયકુમાર વીજળીના ઝબકારાની જેમ ક્ષણવારમાં શ્રેષ્ઠી પુત્રને ખભે બેસાડી નાસી ગયો. | વળી, પ્રસ્તુત રાસકૃતિમાં પણ કવિત્રદષભદાસરોહિણેયકુમારને તસ્કર તરીકે ચિત્રિત કરે છે, પરંતુ અશીલવાન બતાવતા નથી.
કેટલીક સત્ય કથાઓ હોય છે તો કેટલીક દંત કથાઓ હોય છે. આવી કથાઓમાં ઘણી “પ્રબુદ્ધ રોહિણેયમ' નાટકમાં રોહિણેયકુમાર સ્ત્રીઓનું અપહરણ કરતો હતો એવું ઉપરોક્ત બનાવ પરથી. જણાય છે. જ્યારે “જૈન કથાયેં (હિન્દી) જેમાં ‘દસ્યરાજ રોહિણેય’ કથામાં કહ્યું છે કે રોહિણેયકુમાર માત્ર ધનનો લૂંટારો હતો પરંતુ સ્ત્રીનો રક્ષક હતો. દુર્ગુણોની સાથે તેનામાં એક મોટો સદ્ગુણ હતો.(જૈન કથાયૅ, પૃ.૨૧૦, લે. પુષ્કરજી મુનિ. સં. દેવેન્દ્રમુનિ શાસ્ત્રી. પ્ર. શ્રી તારકગુર, જૈન ગ્રંથાલય-ઉદયપુર (રાજસ્થાન))
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org