________________
પામ્યા.
જ્ઞાનની સાથે નમ્રતા, ઉદારતા, નિષ્પક્ષતા, સાત્વિક જિજ્ઞાસા, સહિષ્ણુતા હોય તો તે જ્ઞાન આત્મવિશ્વાસનું સાધન બને છે. સંશય વિભ્રમ અને વિપર્યાયરહિત જ્ઞાન સમ્યકજ્ઞાન કહેવાય છે.
સંજ્ઞી પંચેન્દ્રિય, મંદ કષાયવાળો, વિશુદ્ધ પરિણામી, ધર્મ પ્રત્યે અનુરાગ ધરાવનાર શાસ્ત્ર શ્રવણની ઈચ્છા જન્મે છે, સંકલેશપરિણામીને નહીં.
આત્માનું સ્વરૂપ જાણવાની તીવ્ર જિજ્ઞાસા અને કષાયોની મંદતા થતાં દેશનારૂપ નિમિત્તની ઉપલબ્ધિ થાય છે. શ્રી પદ્મનંદી ‘પંચવિંશતિકા' ગ્રંથમાં કહે છે:
तत्प्रति प्रीतिचितेन येन वार्ताऽपि हि श्रुता।
निश्चितं स भवेत् भव्य भावि निर्वाण भाजनम्।।" । અર્થઃ પોતાના સ્વરૂપનું કથન સાંભળી જીવ ખુશ થાય છે. તેને પોતાના વિષે વધુ જાણવાની જિજ્ઞાસાપ્રગટે છે.
( જેમ દૂરદર્શનના મનગમતા કાર્યક્રમને જોવા લોકો ઝડપથી કાર્ય પૂર્ણ કરી દૂરદર્શનની સામે ગોઠવાઈ જાય છે, તેમ ઘર ગૃહસ્થીના કાર્યોમાંથી સમય કાઢી ખૂબ ઉલ્લાસ અને રુચિપૂર્વક દેશનાલબ્ધિ વાળો જીવાત્મા જિનવાણી સાંભળે છે.
શ્રી હરિભદ્રસૂરિજીએ ‘યોગદષ્ટિસમુચ્ચય'માં કહે છે:
ત્રીજી બલાદષ્ટિમાં શુશ્રુષા નામનો ગુણ પ્રગટે છે. જિજ્ઞાસામાંથી શ્રવણ-સાંભળવાની ઈચ્છા જન્મે છે. આ શ્રવણેચ્છા પણ તત્ત્વ સંબંધી હોય છે. સદ્ગુરુના મુખેથી તત્ત્વ સાંભળવાની પ્રબળ - ઈચ્છા હોય છે.”
યશોવિજયજી કૃત 'આઠદષ્ટિની સઝાય'માં કહ્યું છે: -
“તરણસુખી સ્ત્રી પરિવર્યોજી, જેમ ચાહે સૂરગીત;
સાંભળવા તેમ તત્ત્વનેજી, એ દષ્ટિ સુવિનીત રે... જનજી” અર્થ : જેમ નિરોગી, તરુણ યુવાન, તેની બાજુમાં સુંદર સ્ત્રી હોય, ભોગવિલાસની સર્વ સામગ્રી ત્યાં હાજર હોય ત્યારે કોઈ દિવ્ય દેવતાઈ ગીત સાંભળવાની ઈચ્છા કરે તેમ બલા દષ્ટિમાં સ્થિત જીવ તત્ત્વ સાંભળવાની તીવ્ર ઉત્કંઠા ધરાવે છે. યોગદષ્ટિસમુચ્ચયગા-પરમાં પણ આ પ્રમાણે કહ્યું છે.
‘દ્વાચિંશિદ દ્વાચિંશિકા' ગ્રંથમાં શ્રી યશોવિજયજી મહારાજે પણ આવી જ વાત કહી છે.
"भोगि किन्नरगेयादि विषयाऽऽधिक्यमीयुषे।
शुश्रुषाऽस्य न सुप्तेश कथाऽर्थ विषयोपमा।। અર્થ ભોગી પુરુષને કિન્નર વગેરેના ગીતો સાંભળવાની તીવ્ર અભિલાષા હોય, તેના કરતાં વધુ પ્રબળ ધર્મશુશ્રુષા સમકિતી જીવને હોય છે. કામીને કામવર્ધક ગીતોમાં આનંદ આવે તેનાથી ચઢિયાતો આનંદ સમકિતીને જિનવચન શ્રવણમાં આવે.
આ શુશ્રુષા બોધ જળના પ્રવાહની જેમ સરવાણી સમાન હોય છે. જેમ કૂવામાં સરવાણી હોય તો પાણી આવ્યાજ કરે, તેમ ઉત્કટ શ્રવણેચ્છારૂપ સરવાણી હોય તો સતત જ્ઞાનની વૃદ્ધિ થયા જ કરે છે.
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org