________________
જેમ સરવાણી વિનાનો કૂવો ન ખોદવા બરાબર છે, તેમ શુશ્રુષા વિનાનું શ્રવણ નિષ્ફળ છે."
શ્રવણના અભાવે પણ શુશ્રુષાની ઈચ્છા હોવાથી, શુભ ભાવની પ્રવૃત્તિને લીધે જીવાત્માના કર્મક્ષય થાય છે, જે પરમ બોધનું કારણ બને છે."
ગીતામાં પણ ધર્મશ્રવણની અગત્યતા પર ભાર મૂક્યો છે. ગીતામાં ધર્મશ્રવણને પરમ શાંતિનો માર્ગ કહ્યો છે.
દેશનાલબ્ધિ કે યોગદષ્ટિ ચરમાવર્તકાળમાં જ પ્રગટે છે. ચરમપુદ્ગલપરાવર્તન સિવાયના પુદ્ગલપરાવર્તનોનો કાળ ગાઢ મિથ્યાત્વ કાળ છે. મિથ્યાત્વની બહુલતા હોવાથી અચરમાવર્તકાળ જિનવચનરૂપ ઔષધના પ્રયોગ માટે અકાળ છે. અચરમાવર્તકાળમાં ગમે તેટલી વાર જિનવચનો સાંભળે છતાં તેનું હૈયામાં પરિણમન ન થાય. ચરમાવર્તકાળ જિનવચનરૂપ ઔષધના ઉપયોગનો કાળ છે. અપુનર્બધક આદિ અવસ્થાઓ જિનવચનરૂપ ઔષધના પ્રયોગ માટે યોગ્ય કાળ છે, જેથી સંસાર વ્યાધિના નાશરૂપ આરોગ્યની પ્રાપ્તિ થાય છે.
શ્રી રાચપરોણીય સૂત્ર અનુસાર ધર્મ પ્રવચનનું શ્રવણ કરવાથી પરમ નાસ્તિક પ્રદેશી રાજાએ સત્ય અને પરમાર્થિક જિનધર્મની પ્રાપ્તિ કરી.
સંપ્રતિ રાજા પૂર્વભવમાં રંક-ભિખારી હતા. પેટ પૂરતું ખાવાનું અન્ન પણ પ્રાપ્ત થવું દુર્લભ હતું. તેઓ દીક્ષિત થયાં. સાધુઓ દ્વારા ગોચરી મળતાં તેમણે ધર્મની ખૂબ પ્રશંસા કરી. “કેવો સુંદર આ સંયમ છે! જે લોકો ગઈકાલ સુધી મારી હડધૂત કરતા હતા, તે જ લોકો આજે મારી સેવા-ભક્તિ કરે છે!!!” તેમણે નિગ્રંથ પ્રવચનની પ્રભાવના કરી. બીજા ભવમાં તેઓ સંપ્રતિ રાજા બન્યા. તેઓ અનેક જીવોને સત્યધર્મનું જ્ઞાન કરાવવામાં નિમિત્તરૂપ બન્યા.
જિનવચન પરોપકારી છે પણ કેટલાક પ્રાણીઓ રુચિથી સાંભળતા નથી. અપાત્રતાથી સિદ્ધિ પ્રાપ્ત થતી નથી.
“ઉપમિતિ ભવપ્રપંચા ગ્રંથ'ના રચયિતા શ્રી સિદ્ધર્ષિ ગણિવર કહે છે:
__ "भवत्ये हि सद्गुरुणामपि निष्फलतया कुपात्रगोचरो महाप्रयासश्चित खेद हेतुः। અર્થ: કુપાત્રને ઉપદેશ આપવા માટે મોટો પ્રયાસ કરવામાં આવે છતાં તે નિષ્ફળ થઈ જતો જણાય છે ત્યારે સદગુરુને ચિત્તમાં ખેદ થાય છે.
શ્રી ઉત્તરાધ્યયન સૂત્રના ખાંકીય' નામના સત્યાવીસમાં અધ્યયનમાં આચાર્યપ્રવર ગર્ગનો અધિકાર છે. ગર્ગાચાર્ય સ્થવિર મુનિ હતા. તેઓ સર્વ શાસ્ત્રમાં નિપુણ હતા પરંતુ કર્મસંયોગે તેમના બધા જ શિષ્યો અવિનીત હતા. તેઓ ગુરવચનમાં દોષ કાઢતા, શિક્ષાપ્રદ વચનોથી વિરદ્ધ આચરણ કરતા તેમજ ગુરુની અવજ્ઞા કરતા હતા. ગર્ગાચાર્યએ વિચાર કર્યો, “વાહનને ગતિશીલ કરનાર વૃષભ આદિ પશુ પણ જો વિનીત હોય તો વાહનમાં બેઠેલા મુસાફરને યોગ્ય સ્થાને સુખપૂર્વક લઈ જાય છે. હું આ શિષ્યોનો સારથી છું પરંતુ મારા શિષ્યો અવિનીત છે, જે મારી ચિત્ત સમાધિનો ભંગ કરે છે. આવા અવિનીત, દુષ્ટ, અનુશાસનહીન, ઉદંડ શિષ્યોનો ત્યાગ કરવો એ જ યોગ્ય છે.”
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org