________________
૯૪
વિશિષ્ટ ક્ષયોપશમ થાય છે. (૭) જીવનમાં માણસાઈ અને સજ્જનતા પ્રાપ્ત થાય છે. (૮) શંકાકુશંકાઓ દૂર થાય છે. (૯) સમ્યગદર્શનની પ્રાપ્તિ દ્વારા સંયમની પ્રાપ્તિ થાય છે. (૧૦) પરંપરાએ મોક્ષસુખની પ્રાપ્તિ થાય છે.
શ્રી ઉત્તરાધ્યયન સૂત્રનાં અ.૧૧/૪-પમાં બહુશ્રુત થવાનાં આઠ સ્થાનો કહે છે. (૧) જે સદા હાંસી મજાકન કરે (૨) ઈન્દ્રિયો અને મનને નિયંત્રિત કરે (૩) બીજાના મર્મ છતાં ન કરે (૪) સદાચારી હોય (૫) લીધેલાં વ્રત ચારિત્રને અખંડપણે પાળે (૬) નિમિત્ત મળ્યા છતાં ક્રોધ ન કરે, ક્ષમાશીલ હોય (૦-૮) જે સત્યપ્રિય અને સત્યનિષ્ઠ હોય તે બહુશ્રુત બની શકે.
જેમ કંબોજ દેશનાં અશ્વોમાં કંથક અશ્વ ગુણ સંપન્ન અને તેજ ગતિવાન હોવાથી શ્રેષ્ઠ કહેવાય છે, તેમ બહુશ્રુત સાધક વિશ્વમાં શ્રેષ્ઠ ગણાય છે.
જેમ હાથણીઓથી ઘેરાયેલો ૬૦ વર્ષનો બલિષ્ઠ હાથી કોઈથી પરાજીત થતો નથી, તેમાં ઔત્પાતિકી આદિ બુદ્ધિ તથા વિવિધ વિધાઓથી યુક્ત બહુશ્રુત સાધકકોઈથી પરાજીત થતો નથી. .
રાજગૃહી નગરીના મહામાત્યા અભયકુમાર ઔત્પાતિકી બુદ્ધિના સ્વામી હતા. તેમના જેવી કુશાગ્ર બુદ્ધિ જવલ્લેજ કોઈની પાસે હશે. યુગો પછી પણ જૈનો દિવાળી પર્વમાં ચોપડાપૂજન કરતી વખતે તેમને અચૂક યાદ કરી લખે છે, “અભયકુમાર જેવી બુદ્ધિ હોજો!'
' વાચક ઉમાસ્વાતિજી, સિદ્ધસેનદિવાકરજી, હેમચંદ્રાચાર્યજી, હરિભદ્રસૂરિજી, હીરવિજય સૂરિજી, યશોવિજયજી અને પં. રત્નચંદ્રવિજયજી જેવા પ્રખર બહુશ્રુત પૂર્વાચાર્યોથી જૈન ઈતિહાસ સુશોભિત છે.
ઉપદેશમાલા' ગ્રંથમાં શ્રી ધર્મદાસગણિવરનવું નવું જ્ઞાન ભણવા તરફનિર્દેશ કરે છે?
जइ विहु दिवसेण पयं, धरेइवेण वा सिलोगलु।।
उज्जोयं ना मुंचसुजह, इच्छसि सिक्खिउं नाणं ।। અર્થ: જો કદાચ એક દિવસમાં એક જ પદ (શબ્દ) ધારી શકાય અથવા એક એક પખવાડીયામાં અડધો શ્લોકજભણી શકાય તો પણ શ્રુતજ્ઞાન મેળવવા સતત ઉદ્યમ કરવો જોઈએ.
જેમ રોટલી કે પાપડને પકાવતી વખતે ફેરવતાં રહેવાથી તે બળી જતાં નથી તેમ ભણેલું કે ગોખેલું જ્ઞાન પુનરાવર્તન-સ્વાધ્યાય કરવાથી, બીજાને ભણાવવાથી વિસ્મૃત થતું નથી.
જ્ઞાનનું અજીર્ણ અભિમાન છે. ભગવાન મહાવીરના શાસનકાળમાં જ્ઞાનનું અજીર્ણ થતાં સાત નિનવો થયા. સત્યને છુપાવે તેને નિહ્નવ કહેવાય. જમાલી, તિષ્યગુપ્ત, અષાઢાચાર્ય, અશ્વમિત્ર, આચાર્યગંગ, રોહગુપ્ત, ગોષ્ઠામાહિલ આ સાત નિહ્ત્રવો હતા. તેમના આત્મામાં કદાગ્રહનું વિષ પડયું હતું. શ્રી “અધ્યાત્મસાર ગ્રંથ'માં સાત નિદ્ભવો વિશે વિસ્તારથી માહિતી છે.
જ્ઞાનનું વિરોધી અજ્ઞાન છે. પચ્ચીસ પ્રકારના મિથ્યાત્વમાં અજ્ઞાન' નામનું મિથ્યાત્વ છે. અજ્ઞાનવાદીઓ અજ્ઞાનને જ શ્રેષ્ઠ માને છે. કેવો અંધાપો!
બાવીસ પરિષહમાં અજ્ઞાન નામનો એક પરિષહ છે. જ્ઞાનાવરણીય કર્મના ઉદયથી અજ્ઞાનનો પરિષહ માલતુષ મુનિએ સમભાવે જીત્યો. તેઓ જ્ઞાન અને જ્ઞાનીના બહુમાનથી કેવળજ્ઞાન
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org