________________
૯૩
સુજ્ઞ શ્રાવક કુમારપાળ રાજાએ આગમ ગ્રંથોને ૦૦૦ લહિયાઓ દ્વારા તાડપત્ર પર લખાવ્યા. લેખનકાર્ય પૂર્ણ ન થાય ત્યાં સુધી દહીંનો ત્યાગ કર્યો. તાડપત્ર ખૂટ્યાં, તે ન મળ્યા ત્યાં સુધી અન્નજળનો ત્યાગ કર્યો. એક શ્રમણોપાસકની કેવી અનન્ય શ્રુત ભક્તિ! તેમણે ૬,૩૬,૦૦૦ ગ્રંથો લખાવ્યાં. “સિદ્ધહેમવ્યાકરણ'ની ૨૧ પ્રતિઓ લખાવી તેમજ આગમોની સાત નકલો આલેખાવી.
પેથડ મંત્રીએ સાત કરોડ દ્રવ્ય ખર્ચે ત્રણ જ્ઞાનભંડારો બનાવ્યા. શ્રી ભગવતી સૂત્રમાં આવતા ગોયમ' પદદીઠ એક સોનામહોર અર્પણ કરી શ્રુતભક્તિ કરી.
ઝાંઝણ શેઠે ૩૬,૦૦૦ સોનામહોરો ખર્ચ સોનેરી શાહીથી ગ્રંથો લખાવ્યા. શ્રુતનું સંરક્ષણ અને સંવર્ધન કરનારા અનેક શ્રમણોપાસકો ઈતિહાસના પાને અમર છે.
શ્રુતજ્ઞાન લેખનનું ફળ બતાવતાં યોગશાસ્ત્રવૃત્તિમાં શ્રી હેમચંદ્રાચાર્યજી કહે છેઃ
नतेनरादुगतिमाप्नुवन्ति, न मूकतां नैव जड स्वभावम् ।
नचान्धतां बुद्धिविहीनतांच, ये लेखयन्तीह जिनस्यवाक्यम्।। અર્થ જે મનુષ્યો જિનેશ્વરનાં વચનો લખાવે છે, તે દુર્ગતિ પામતા નથી. તેઓ મૂંગાપણા, જડસ્વભાવ, અંધપણા અને બુદ્ધિવિહીનતાને પામતા નથી.
આપણા પૂર્વજોએ શ્રુતજ્ઞાનના સંવર્ધન અને સુરક્ષા માટે ખૂબ જ મહેનત કરી છે તેથી જ આપણે આવા વિષમકાળમાં પણ જિનાગમોરૂપી શ્રુતને પામી શક્યા છીએ. કાળક્રમે શ્રુત ઘટતું જ જાય છે. પાંચમા આરાના છે. છેલ્લે માત્ર દશવૈકાલિક સૂત્રના પ્રથમ ચાર અધ્યયન જ રહેશે. શ્રી દુષ્પભસૂરિજીનો સ્વર્ગવાસ થતાં તેમની પાસે રહેલું ક્ષયોપશમ ભાવનું શ્રુત પણ નષ્ટ થશે. તે દિવસ પાંચમા આરાનો અંતિમ દિવસ હશે.
અત્યંત ખેદ સાથે કહેવું પડે છે કે વર્તમાન કાળે શ્રુત પરદેશ ઢસડાઈ જઈ રહ્યું છે. જૂની હસ્તપ્રતોનાં સેંકડો ગ્રંથો અને હજારો પાનાઓ પરદેશ જઈ વહેંચાય છે. શ્રાવક વર્ગે શ્રુતરક્ષા અને જ્ઞાનરક્ષા માટે જાગૃત થવાની અત્યંત જરૂર છે.
જ્ઞાન પ્રત્યેના બહુમાનની સુંદર વાતો શ્રમણસંઘના ઈતિહાસમાં પણ જોવા મળે છે. શ્રી ઉમાસ્વાતિજી, શ્રી હરિભદ્રસૂરિજી, શ્રી હેમચંદ્રાચાર્યજી, સિદ્ધર્ષિગણિજી આદિ તથા અઢારમી સદીનાં પૂ. ઉપાધ્યાય યશોવિજયજી શ્રુત સર્જક તરીકે જગત્મસિદ્ધ બન્યા છે. તેમણે વિપુલ સાહિત્ય સર્જન કરી ચુતની રક્ષા કરી છે.
- વર્તમાન કાળે પૂ. આ. શ્રી પૂર્ણચંદ્રસૂરિશ્વરજી મ. તથા તેઓના શિષ્યરત્ન પૂ. શ્રી યુગચંદ્ર વિજયજી ગણિવરના માર્ગદર્શનાનુસાર “શ્રુત લેખન’નું કાર્ય પ્રારંભ થયું છે. આ લેખનશાળામાં ૨૫ લહિયાઓ શ્રુતલેખનનું કાર્ય કરી રહ્યા છે તેમજ બહારગામ ૦૫ લહિયાઓ લખી રહ્યા છે. શ્રુતજ્ઞાન ભણવાથી થતા લાભ:
' (૧) રાગીને વીતરાગી બનાવે છે. (૨) અજ્ઞાનીને સર્વજ્ઞ બનાવે છે. (૩) બહિરાત્માને અંતરાત્મા બનાવે છે. (૪) સાધકને સિદ્ધ બનાવે છે. (૫) ઉન્માર્ગીને સન્માર્ગ બનાવે છે. (૬) જ્ઞાનનો
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org