________________
૬) શ્રી મહાનિશીથ સૂત્રઃ આ સૂત્રમાં ઉપધાન વગેરે આચારની વિધિ બતાવી છે. તેનું રહસ્ય ગીતાર્થ પરુષોના હાથમાં છે. ૪(ચાર) મૂળસૂત્રઃ ૧) શ્રી દશવૈકાલિક સૂત્ર : જે દશ અધ્યયનવાળું છે. તેની રચના શય્યભવસૂરિ, જેઓ યજ્ઞસ્તંભની નીચે રાખેલા પ્રભુની પ્રતિમા દેખીને પ્રતિબોધ પામ્યા હતા તે શય્યભવસૂરિએ પોતાના પુત્ર જે મનક નામે બાળમુનિ હતા. તેનું અલ્પાયુષ જાણી તેના હિત માટે પૂર્વમાંથી ઉદ્ધરીને આ “શ્રી દશવૈકાલિક સૂત્ર’ બનાવ્યું. ૨) શ્રી ઉત્તરાધ્યયન સૂત્ર : આ સૂત્ર વીર પરમાત્માએ નિર્વાણ પહેલાં અપાંપાનગરીમાં હરિપાળ રાજાની સાભામાં સોળ પ્રહરપર્યત અખંડ દેશના આપી રચ્યું છે. તેના સુંદર રસવાળા ૩૬ અધ્યયન છે. ૩) શ્રી ઓઘનિર્યુક્તિ સૂત્ર જેમાં સંયમને ઉપયોગી નાના મોટા અનેક પ્રકારના મુનિવરના આચાર બતાવ્યા છે. આ સૂત્ર ચરમ શ્રુતકેવલી શ્રી ભદ્રબાહુસ્વામીજીએ મુમુક્ષુ આત્માઓના કલ્યાણ માટે ચૌદ. પૂર્વમાંથી સંકલિત કરેલ છે ૪) શ્રી આવશ્યક સૂત્ર : આમાં છ આવશ્યકો બતાવ્યા છે. સામાયિક, ચતુર્વિશતિસ્તવ, વંદના, પ્રતિક્રમણ, કાયોત્સર્ગ અને પ્રત્યાખ્યાનનું સ્વરૂપ આપવામાં આવ્યું છે. ચોથા પ્રતિક્રમણ આવશ્યક અનુસરવાથી ચંદનબાળા સાધ્વીજી કેવળજ્ઞાન પામ્યા છે. ૪૪. શ્રી નંદીસૂત્ર : આ સૂત્રમાં મતિજ્ઞાન આદિ પાંચેય જ્ઞાનનો અધિકાર વિસ્તારથી આપેલો છે. ઔત્પાતિકી આદિ બુદ્ધિના અનેક દષ્ટાંતો આપી જ્ઞાનની ઓળખ આપી છે. ૪૫. અનુયોગદ્વાર સૂત્રઃ તેમાં સપ્તનય અને પ્રમાણ સપ્તભંગી વગેરેના પ્રકાર બતાવ્યા છે. તેમાં નિક્ષેપાની રચના બહુ સારી રીતે કરવામાં આવી છે.
જિનાગમો આત્મ સુધારણાનો અમૂલ્ય દસ્તાવેજ છે. તેની ઉપકારિતા અને અનિવાર્યતા યોગી પુરુષો પણ સ્વીકારે છે, કારણકે જ્યાં સુધી શ્રુત વિદ્યમાન રહેશે ત્યાં સુધી જિનશાસનની વિદ્યમાનતા રહેશે. આ અપેક્ષાએ કેવળજ્ઞાન કરતાં શ્રુતજ્ઞાનનું મહત્ત્વ વધુ છે.
આ શ્રુતજ્ઞાનનું સંરક્ષણ ભૃતોપાસક શ્રમણો અને શ્રાવકોના હાથમાં છે. “સંબોધ પ્રકરણ ગ્રંથમાં શ્રી હરિભદ્રસૂરિજી મ. શ્રાવકો માટે વિધિમાર્ગ બતાવતાં કહે છે કે, શ્રાવકે જો પોતાની પાસે એક હજારદ્રવ્ય હોય તો પ્રવચન(આગમ) લખાવવા જોઈએ.”
મન્નત જિણાણ'ની સઝાયમાં શ્રાવકના ૩૬ કર્તવ્યોની યાદી છે. તેમાં પુસ્થતિહળ”ગ્રંથ લેખન નામનું એક કર્તવ્ય છે. ગ્રંથ લેખનથી પવિત્ર અને મહાન આગમ ગ્રંથો સુરક્ષિત રહે છે. પ્રાચીન કાળમાં કેટલાંક શ્રમણોપાસકો અને શ્રમણોએ શ્રુતભક્તિથી પ્રેરાઈ શ્રુતનું રક્ષણ કર્યું હતું. શ્રુતભક્તિઃ
શુતોપાસક વસ્તુપાળમંત્રીએ સાત કરોડ દ્રવ્ય ખર્ચ જ્ઞાનભંડારો બનાવ્યા. સર્વ આગમોને સોનાના શાહીથી લખાવ્યા, તેમજ તાડપત્ર અને કાગળ પર હસ્તપ્રતો લખાવી. (પ્રભાવ ચરિત્ર)
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org