________________
ماي
दिव्यध्वनिर्भवति ते विशदार्थसर्व।
भाषा स्वभावपरिणामगुणप्रयोज्यः।। અર્થ: સ્વર્ગ અને મોક્ષનો માર્ગ બતાવવામાં ઈષ્ટ મિત્ર, સદ્ધર્મ અને સર્વસ્તુનું સ્વરૂપ કહેવામાં ત્રણે લોકમાં ચતુર, નિર્મળ અર્થ અને સમસ્ત ભાષા-સ્વભાવ-પરિણામાદિ ગુણોથી યુક્ત આપનો દિવ્યધ્વનિ હોય છે.
દિગંબર પરંપરાનુસાર તીર્થંકર પરમાત્માને જ્યારે કેવળજ્ઞાન થાય છે બરાબર તે જ સમયે એમના શરીરનાં સર્વાગોમાંથી મેઘગર્જના જેવો ૐકારરૂપી દિવ્યધ્વનિ નીકળે છે, જે એક યોજન સુધી સંભળાય છે.
ભગવાનના મુખના અવયવો તાળવું, જીભ, કંઠ, હોઠ, મુખ શાંત હોવા છતાં આ ધ્વનિ પ્રગટે છે. આ ધ્વનિ ભગવાનની ઈચ્છા વિના સહજ રીતે દેહમાંથી પ્રગટ થાય છે. ભવ્યજીવોના પુણ્યના ઉદયથી તે ધ્વનિ તેમના માટે પ્રગટ થાય છે. સર્વ જીવોને અતિશય આહ્વાદ આપે છે.
પદ્મસૂરિજીએ જિનવાણીની મહત્તા દર્શાવતાં નીચેની સજઝાયમાં કહ્યું છે:
ષમહિનાની રેભૂખ તરસ શમે રે, સાકરદ્રાક્ષ તે હારી જાય, - કુમતિ જનના મદમોડાય..રૂડી ને રઢીયાલી રે વીરતારી દેશના રે.......૨
દિગંબર માન્યતા અનુસાર દિવ્યધ્વનિનો બીજો પ્રકાર અર્ધમાગધી ભાષા છે. ભગવાન લોકભાષામાં દેશના આપે છે પરંતુ તેમની વાણીની ચમત્કૃતિ એ હોય છે કે ત્યાં આવેલા દેવો, મનુષ્યો અને પ્રાણીઓ દરેકને પોતપોતાની ભાષામાં દેશના રૂપાંતરીત થાય છે. મિથ્યાત્વીઓનું મિથ્યાત્વ હણાય છે.
સમવસરણમાં જ્યારે દિવ્યધ્વનિ પ્રગટ થાય છે ત્યારે ગણધરો ઉપસ્થિત હોય છે. દિગંબર પરંપરા અનુસાર ભગવાનનો સ્વભાવતઃ પ્રગટ થતો દિવ્યધ્વનિ ત્રણેય સંધિકાળમાં નવમુહૂર્ત સુધી અવિરતપણે નીકળે છે, જે એક યોજન સુધી સંભળાય છે પરંતુ સમવસરણમાં ભગવાનનો જે દિવ્યધ્વનિ પ્રગટે છે તે ગણધરો, દેવો, ચક્રવર્તીઓ વગેરેના પ્રશ્નોના ઉત્તર રૂપે અન્ધકાળે પણ પ્રગટ થાય છે.
ભગવાનનાં સર્વાંગમાંથી પ્રગટ થતો દિવ્યધ્વનિ ૐકાર રૂપ હોય છે, માટે તે ધ્વનિને અનક્ષરાત્મક કહેવામાં આવે છે. ભગવાનની દેશના અક્ષરાત્મક હોય છે. સમવસરણમાં આવેલા સર્વની કુલ ભાષાની સંખ્યા અઢાર અને લઘુ ભાષાની સંખ્યા સાતસો જેટલી હોય છે. તે દરેકને ભગવાનની દેશના પોતપોતાની ભાષામાં પરિણમે છે. જેમ આકાશમાં મેઘવર્ષા એકરૂપે હોય છે પરંતુ ધરતી પર આવ્યા પછી ભિન્ન ભિન્ન સ્થળ અનુસાર તે વર્ષાનું પાણી જુદે જુદે સ્થળે જુદાં જુદાં રૂપમાં પરિણમે છે એવી જ રીતે ભગવાનની વાણી એક જ રૂપની હોવા છતાં સર્વ જીવોને પોતપોતાની ભાષામાં પરિણમે છે. આ તેમની વાણીનો અતિશય છે. ભગવાન માલકૌશરાગમાં દેશના આપે છે.
પદ્મસૂરિજીએ સજઝાયમાં જિનવચનોની વિશેષતા બતાવતાં કહ્યું છે:
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org