________________
૦૬
આઠપ્રાતિહાર્યઃ
પ્રાતિહાર્ય શબ્દ પ્રતિહાર પરથી બન્યો છે. પ્રતિ + હ શબ્દ પરથી પ્રતિહાર બને છે. પ્રત્યે હરતિસ્વામિપર્શ્વમાનયતિ- દરેકને સ્વામી પાસે લઈ જાય તે પ્રતિહાર. - પ્રતિહારનો બીજો અર્થ દરવાજો અથવા દ્વાર એટલે લક્ષણાથી પ્રતિહાર એટલે દ્વારપાળ, ચોકીદાર, પહેરગીર. પ્રતિહારનો વિશેષ અર્થ છડીદાર, અંગરક્ષક થાય છે. વળી, ઈન્દ્રની આજ્ઞ મુજબ કામ કરનારા દેવો એવો અર્થ પણ બને છે. ૧) અશોક વૃક્ષ શોકને હરી લે તેવું વૃક્ષતે અશોક વૃક્ષ! તીર્થકરના દેહની ઊંચાઈ કરતાં ૧૨ ગણું ઊંચું આ વૃક્ષ દેવરચે છે. જે લોકોના દિલમાં ધર્મભાવના જાગૃત કરવામાં નિમિત્ત રૂપ છે. ૨) સુરપુષ્પવૃષ્ટિ દેવતાઓ દ્વારા નિરંતર થતી સુગંધી પુષ્પોની વૃષ્ટિ વાતાવરણને મઘમઘાયમા બનાવે છે. ૩) દિવ્યધ્વનિ તીર્થકર દેશના આપે ત્યારે દેવો વેણુ, મોરલી અને વીણા જેવા વાજિંત્રોના ધ્વનિ પૂ છે, જેથી વાણીમાં વિશેષ પ્રકારે મધુરતા વર્તાય છે. ૪) ચામર : દેશના સમયે ચતુર્મુખ આકારે વિરાજીત તીર્થકર દેવોની ચારે દિશામાં બે બે ચામર વીંઝા છે. પ્રભુવિહાર કરે, ચાલે ત્યારે પણ ચામર વીંઝાય છે. ૫) સિંહાસન : પ્રભુજીને બેસવાનું સુવર્ણમય રત્નજડિત આસન તે સિંહાસન છે. સમવસરણમ અશોકવૃક્ષની ચારે દિશામાં ચાર સિંહાસન હોય છે. ૬) ભામંડલ ભા = પ્રભા, મંડલ = વર્તુળ. ભગવાનના મસ્તકની પાછળ બાર સૂર્ય કરતાં વધુ તેજવાળ “ભામંડળ” દેવો રચે છે. તેમાં ભગવાનના મુખનું અતિશય પ્રચંડ તેજ સંક્રામિત થાય છે જેથી દર્શક પ્રભુના મુખને સુખપૂર્વક જોઈ શકે છે. ૦) દેવદુંદુભિ દેવતાઓ દ્વારા વગાડાતો ભેરી વગેરે વાજિંત્રોનો નાદ તે દેવદુંદુભિ છે. ભગવા સમવસરણમાં દેશના આપે તે પહેલાં સતત ગાજતો આ નાદ એમ કહે છે કે, “હે ભવ્યજીવો! તા શિવપુરના સાર્થવાહ ભગવાનને સેવો. પ્રભુતમને મોક્ષે લઈ જશે.” ૮) ત્રણ છત્ર સમવસરણમાં ભગવાનનાં મસ્તકની ઉપર શરદ બદતુના ચંદ્ર તુલ્ય ઉજ્જવળ ત્રણ છે હોય છે જે ભગવાન ત્રણ ભુવનના સ્વામી છે તેમ સૂચવે છે.
દેવો જગતના જીવોને તીર્થંકર પરમાત્મા પાસે લઈ આવવા પ્રાતિહાર્યોની રચના કરે છે પ્રાતિહાર્યો લોકોના ચિત્તમાં આશ્ચર્ય, જીજ્ઞાસા, ઔત્સુકતા, કુતૂહલ અને ત્રિભુવન પૂજ્યતાનો ભા જન્માવે છે. દેવો આ કાર્ય સ્વેચ્છાએ, ઉમંગ અને ઉલ્લાસથી કરે છે.
આઠ પ્રાતિહાર્યમાં દિવ્યધ્વનિ પ્રાતિહાર્ય ભગવાનનો સ્વયં છે. તીર્થકરની વાણીરૂ દિવ્યધ્વનિને અતિશય તરીકે ગણવામાં આવે છે.
શ્રી ભક્તામર સ્તોત્ર', કડી-૩૫માં દિવ્યધ્વનિપ્રાતિહાર્યનું નીચે પ્રમાણે વર્ણન થયું છે: स्वर्गापवर्गगममार्गविमार्गणेष्ट। सद्धर्मतत्त्वकथनैकपटुस्त्रिलोक्याः।।
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org