________________
o૮
“ચાર નિક્ષેપે રે, સાત નયે કરી રે, માંહી ભલી સપ્તભંગી વિખ્યાત; | નિજ નિજ ભાષાએ સહુ સમજાય...રૂડી ને રઢીયાલી રે વીરતારી દેશના રે........૩
પરમાત્માના વચનો સ્યાદ્વાદ યુક્ત છે. અનેકાન્ત એ જૈન તત્વજ્ઞાનની ભગવાન મહાવીર તરફથી મળેલી અમૂલ્ય દેન છે. અનેકાન્તવાદ જૈનદર્શનનો મૌલિક સિદ્ધાંત છે. અપેક્ષા ભેદથી વસ્તુનું સ્વરૂપ સમજવું તે જ સમ્યકજ્ઞાન છે. એકાંતવાદ એ મિથ્યાત્વ છે.
વિશ્વમાં રહેલાં પ્રત્યેક જડ-ચેતન દ્રવ્ય અનંત ધર્માત્મક છે તેથી તેની પ્રરૂપણા, સ્યાદ્વાદ (સપ્તભંગી), નયવાદ, નિક્ષેપ, પ્રમાણ આદિવિવિધ દ્રષ્ટિકોણથી થાય છે. નયઃ (શ્રી અનુયોગદ્વાર સૂત્ર)
નયવાદ અનેકાન્તનું મૂળ છે. અનંત ધર્માત્મક વસ્તુના એક ધર્મને મુખ્ય રૂપથી જાણવાવાળા જ્ઞાનને ‘નય' કહેવાય છે. નીધાતુ પરથી નય શબદ બન્યો છે. ની=લઈ જવું. નિયતિ તિનયા' અર્થાત્ અનેકાન્તાત્મક વસ્તુ તરફ લઈ જાય તે ‘નચ' છે. નચ બે પ્રકારનાં છે. નિશ્ચય નયે અને વ્યવહાર નય.
વસ્તુના મૌલિક સ્વરૂપને સ્પર્શ કરનાર નિશ્ચય નય છે અને વસ્તુના સ્થળ, બાહ્ય સ્વરૂપને વર્ણવનાર વ્યવહાર નય છે. નિશ્ચય નય અને વ્યવહાર નયના સમન્વયથી ભગવાને પોતાનું અને જગતનું કલ્યાણ કર્યું. યદ્યપિ કેવળી ભગવંત અપગત શ્રુત' કહેવાય છે છતાં વિશ્વકલ્યાણ માટે તેમને . દ્રવ્યકૃતનું આલંબન લેવું પડે છે. તેઓ કેવળજ્ઞાનથી જાણે છે અને નયવાદથી પ્રરૂપણા કરે છે.
નયના સાત ભેદ છે. (૧)નૈગમ નય (૨) સંગ્રહ નય (૩) વ્યવહાર નય (૪) જુસૂત્ર નય (૫) શબ્દનય (૬) સમભિરૂઢનચ (6) એવંભૂત નય. (૧) નૈગમનઃ નિગમ એટલે સંકલ્પ. સંકલાગ્રાહી અભિપ્રાય હોય તેને નૈગમ નય’ કહેવાય. દા.ત. દૂધ લેવા કોણ જાય છે?' “હું જાઉં છું.” અહીં માત્ર જવાનો સંકલ્પ છે પણ હજી ગયા નથી. નૈગમ નય પદાર્થને સામાન્ય, વિશેષ અને ઉભયથી માને છે. ત્રણે કાળ અને ચાર નિક્ષેપાને માને છે. તેના દેશગ્રાહી અને સર્વગ્રાહી એવા બે ભેદ છે. તે ઉપરાંત તેના ત્રણ ભેદ છે.
ભૂત નૈગમ નય ભૂતકાળની વાતનો વર્તમાનમાં સંકલ્પ કરવો તે ‘ભૂત નૈગમ નય છે. જેમકે ચૈત્ર સુદ તેરસના દિવસે ભગવાન મહાવીર સ્વામીનો જન્મકલ્યાણક છે. આસો વદ અમાસના દિવસે ભગવાનનો નિર્વાણ કલ્યાણક છે. ભાવિ નૈગમનચઃ અરિહંત સિદ્ધ (જીવનમુક્ત) જ છે. વર્તમાન બૈગમ નય કોઈ કાર્ય પ્રારંભ કર્યું પરંતુ હજી પૂર્ણ થયું નથી, તેને પૂર્ણ થઈ ગયું કહેવું તે વર્તમાન બૈગમ નય’ છે. “કડે માણે કડે' દા.ત. રસોઈ પ્રારંભ કરતાં પૂર્વે જ કહેવું કે આજે ભાત બનાવ્યા છે. ઘરેથી નીકળી હજુસ્ટેશને પહોંચ્યા હોય છતાં કહેવું કે, “ભાઈ તો મુંબઈ ગયા છે.” (૨) સંગ્રહ નય પદાર્થના સર્વગુણ પર્યાયને ગ્રહણ કરે અથવા એક શબ્દ દ્વારા અનેક પદાર્થને ગ્રહણ કરે. જેમકે કોઈ શેઠે નોકરને કહ્યું, “દાતણ લાવ' નોકર દાતણ શબ્દ સાંભળી દાતણ, મંજન, ઉલિયું,
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org