________________
આલોચના અધિકાર
૩૧૧ દશ પૂર્વધરો અને નવ પૂર્વીઓને આશ્રયીને (તેઓના કાળમાં) હોય છે. બીજો “શ્રુતવ્યવહાર' આઠ પૂર્વથી માંડીને ઘટતાં ઘટતાં એક કે અડધા પૂર્વના જ્ઞાનવાળાઓને તથા અગિયાર અંગ અને નિશિથ વગેરે સમગ્ર શ્રુતના જ્ઞાતાઓ માટે હોય છે. ત્રીજો “આજ્ઞાવ્યવહાર પરસ્પર દૂર દેશમાં રહેલા બે ગીતાર્થ આચાર્યો (આલોચક અને પ્રાયશ્ચિત્ત દેનારા)ને હોય છે. તેઓ ગૂઢ (સાંકેતિક) પદો (શબ્દો) દ્વારા આલોચના અને પ્રાયશ્ચિત્ત દેનારા-લેનારા હોય છે. અર્થાત્ (સંદેશો લઈ જનાર ન સમજે તેવા) સાંકેતિક શબ્દોમાં ગીતાર્થ આલોચક પોતાના અપરાધો બીજા સાધુ દ્વારા આચોલનાચાર્યને જણાવે અને તેનો જવાબ (તેવા જ) સાંકેતિક શબ્દોમાં આલોચનાચાર્ય મોકલે. એમ તેઓ બે જ સમજે. એ પ્રમાણે આલોચના દેનારા-લેનારાઓને આશાવ્યવહાર જાણવો. ચોથો ધારણાવ્યવહાર” ગુરુએ નાના-મોટા જે અપરાધોમાં જેવી રીતિએ જે પ્રાયશ્ચિત્ત આપ્યું હોય, તે જાણી-ધારી રાખનારો અંતેવાસી (શિષ્ય) ગુરુના સ્વર્ગવાસ પછી તેવા અપરાધવાળાને તે પ્રાયશ્ચિત્ત તેવી રીતિએ આપે તેને, અને પાંચમો જીતવ્યવહાર' આગમમાં કહેલું હોય તેથી પણ ઓછું અથવા વધારે પ્રાયશ્ચિત્ત આપવાનું પરંપરાથી જે ચાલુ હોય તે જીત’ અને તેનાથી ચાલે તે જીતવ્યવહાર સમજવો. વર્તમાનકાળે એ મુખ્ય છે. આ પાંચ પૈકી કોઈ પણ વ્યવહારની જાણ તે વ્યવહારવાન” કહેવાય. (૪) “થ્વીનE='લજ્જાને દૂર કરાવનાર', અર્થાત્ આલોચક લજ્જાથી દોષોને કહી શકતો ન હોય તેની લજ્જા દૂર કરાવીને યથાર્થ સ્વરૂપમાં દોષો જણાવવા માટે ઉત્સાહી બનાવનાર. વસ્તુતઃ આ ગુણવાળો આલોચનાચાર્ય આલોચકને અત્યંત ઉપકારી થઈ શકે છે. (૫) “પત્રી =આલોચકે કહેલા અતિચારોનું પ્રાયશ્ચિત્ત આપીને તેની અત્યંત શુદ્ધિ કરાવનાર. કોઈ ઉપર કહ્યા તે “આચારવાનું વગેરે ગુણવાળો છતાં બીજાને શુદ્ધિ (પ્રાયશ્ચિત્ત) ન આપતો હોય, તે આલોચનાચાર્યન થઈ શકે–એમ જણાવવા માટે પચ્ચી' વિશેષણ છે. (‘શુદ્ધિ કરવી એ અર્થમાં પુર્વ ધાતુ આગમમાં પ્રસિદ્ધ છે, કે જેનું “વિવિધ રૂપ બને છે. એ જ ધાતુ ઉપરથી પવૃથ્વી' શબ્દ થયો છે.)નિજa=(પ્રાકૃતના નિયમ પ્રમાણે નિપજ)=આલોચકનો નિભાવ
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org