________________
આલોચના અધિકાર
૩૦૭ ગાથાર્થ દેશવિરતિમાં ઉત્તરગુણોને આશ્રયીને ઉક્ત બાર ભેદો પ્રમાણે અવિરતિના ચોરાશી ભેદો થાય. સાધુઓના આશયગુણોથી ચરણ-કરણનું સ્વરૂપ જાણવું.
વિશેષાર્થ– આશયગુણો– પ્રણિધાન, પ્રવૃત્તિ, વિધ્વજય, સિદ્ધિ અને વિનિયોગ એ પાંચ આશયો છે. (૧) પ્રણિધાનઃસ્થિરચિત્ત, તે (૧) પ્રસ્તુત અહિંસાદિ ધર્મસ્થાનમાં વિચલિત નહિ થનારું, (૨) નિષ્પાપ ઉદ્દેશવાળું, (૩) હીન ધર્મસ્થાનમાં રહેલા જીવ પર અરુચિવાળું નહિ, કિંતુ કરુણા સંપન્ન અને (૪) જીવનમાં સ્વાર્થ નહિ પણ પરાર્થ (પરોપકાર) સાધવાની મુખ્યતાવાળું હોવું જોઈએ, આવું સ્થિરચિત્ત એ પ્રણિધાન કહેવાય. એના પછી (૨) પ્રવૃત્તિ જોઇએ. એ માટે (૧) પ્રસ્તુત અહિંસાદિ ધર્મસ્થાનમાં પ્રયત્ન ઉત્તરોત્તર વધતો રહે એવો વિશિષ્ટ ઉદ્યમ કરી, ચિત્તને પરિણત કરવું જોઇએ, અને (૨) એ ચિત્તપરિણતિ સ્થિર થવી જોઈએ. (૩) પ્રસ્તુતધર્મકાર્ય સાધવા સિવાય બીજી કોઈ અભિલાષા ન હોવી જોઇએ. આવી પ્રવૃત્તિ સાથે (૩) વિનજય કરવો જોઈએ. પ્રવૃત્તિમાં બાહ્ય પીડા, આંતર વ્યાધિ અને મિથ્યાત્વ એ ત્રણ પ્રકારના જઘન્ય-મધ્યમ-ઉત્કૃષ્ટ વિધ્ન નડે છે. તો જેવી રીતે સુખે પ્રવાસ કરવા માટે (૧) કાંટાળો રસ્તો ત્યજવા દ્વારા કાંટાનું, (૨) આરોગ્ય જાળવવા દ્વારા વર વગેરેનું અને (૩) ઉત્સાહપૂર્વક સાવધાની રાખવા દ્વારા દિશામોહનું, એમ ત્રણ પ્રકારના વિનોનું નિવારણ કાર્યસાધક બને છે. એવી રીતે ધર્મસ્થાનમાં સિદ્ધિ કરવા માટે (૧) પરીષહ સહવાની ખડતલતા દ્વારા ઠંડી-ગરમી વગેરેની બાહ્ય પીડા, (૨) આહારાદિના નિયમન અને ત્યાગવૃત્તિ રાખવા દ્વારા વર વગેરે આંતર વ્યાધિ તથા (૩) શ્રીવીતરાગ સર્વજ્ઞ ભગવાનનું વચન અન્યથા હોય જ નહિ એવી અટલ શ્રદ્ધા દ્વારા મિથ્યાત્વ એ ત્રિવિધ વિઘ્નોનો જય કરવો જોઈએ. ત્યારે (૪) સિદ્ધિ આશય પ્રાપ્ત થાય. એ (૧) માત્ર આભ્યાસિક નહિ કિન્તુ અભ્યાસથી શુદ્ધ થયેલ તાત્ત્વિક અહિંસાદિ ધર્મની પ્રાપ્તિરૂપ હોય છે. વળી (૨) આત્મામાં સ્વતઃ જાગેલી અને મૂર્તિમંત જ્ઞાન-દર્શનચારિત્રરૂપ બનેલ અનુભવાત્મક હોય છે. (૩) તેમજ હીન-મધ્યમ
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org