________________
૨૯૦ .
સંબોધ પ્રકરણ ગાથાર્થ– તેના પણ અભાવમાં જિન-ગણધર-અતિશયયુક્ત આચાર્ય આદિએ પૂર્વકાળમાં જ્યાં સ્થિરતા કરી હોય અને જેમાં લોકો આવે છે તેવા જૂના યક્ષમંદિરમાં આલોચના કરે.
વિશેષાર્થ અહીં બહુ જ સંક્ષેપમાં જણાવ્યું છે. અહીં વિસ્તૃત વિગત આ પ્રમાણે છે–આવા સ્થાનમાં શ્રી અરિહંતદેવ તથા ગણધર ભગવંતોથી પ્રાયશ્ચિત્ત અપાતાં અનેકવાર જે શાસનદેવીએ જોયાં હોય એથી જે આલોચનાના સ્વરૂપને જાણતી હોય), તે શાસનદેવીને અટ્ટમ વગેરે તપથી આરાધના કરીને તેને પ્રત્યક્ષ કરી તેની સામે આલોચના કરવી. જો તેનું સ્વર્ગનું આયુષ્ય પૂર્ણ થવાથી ચ્યવન થયું હોય અને તેને સ્થાને બીજી દેવી ઉત્પન્ન થઈ હોય, તો તેને અક્રમ વગેરે તપથી પ્રત્યક્ષ કરીને પોતાના દોષો કહેવા. તે દેવી મહાવિદેહમાં વિચરતા શ્રી અરિહંત દેવને પૂછીને જે પ્રાયશ્ચિત્ત લાવી આપે તે લેવું. તેમાં પણ જો ન બને, તો શ્રી અરિહંતદેવની પ્રતિમા સમક્ષ આલોચના કરી સ્વયં પ્રાયશ્ચિત્ત સ્વીકારવું. કદાચ પ્રતિમાનો પણ જો યોગ ન હોય, તો પૂર્વોત્તર (ઇશાન) દિશાની સન્મુખ રહીને શ્રી અરિહંતસિદ્ધોની સમક્ષ આલોચના કરવી, પણ આલોચના કર્યા વિના રહેવું નહીં. કારણ કે-શલ્યવાળાને (આલોચના ન કરે તેને) આરાધકપણું રહેતું નથી. (૧૩)
पुव्युत्तरदिसिसमुहो, विदिसं उत्तरपुरस्थिमाभिमुहो। पागडियसव्वसल्लो, पुरडिओ भणइ विणयपरो ॥१४॥ पूर्वोत्तरदिक्सम्मुखो विदिशमुत्तरपौरस्त्याभिमुखः । પ્રતિસવંશલ્ય: પુરસ્થિતી પતિ વિનયપદ II ૨૪ / ૨૪૨૨
ગાથાર્થ વિનયમાં તત્પર અને આલોચનાદાતાની આગળ રહેલો આલોચક પૂર્વ કે ઉત્તર દિશામાં અથવા ઈશાન વિદિશામાં મુખ રાખીને અપરાધોને કહે અને સર્વદોષરૂપ શલ્યોને પ્રગટ કરે=કંઈ પણ છુપાવે નહિ. (૧૪).
पुत्ती पमज्जिऊणं, काऊ किइकम्मचेइवंदणयं । वासट्टावणपुट्वि, अइयारा सव्व भणियव्वा ॥१५॥
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org