________________
ધ્યાન અધિકાર
૨૫૧
વળી–) (પ૬) જિનોક્ત અનાદિ-અનંત પંચાસ્તિકાયમય લોકને નામાદિ (નામ-સ્થાપના-દ્રવ્ય-ક્ષેત્ર-કાળ-ભાવ-પર્યાય-લોક) ભેદથી ૮ પ્રકાર તથા અધો-મધ્ય-ઊર્ધ્વ એમ ત્રણ પ્રકારે (ચિંતવે, એમાં) (૫૭) (ઘર્મ-ઘમ્મા આદિ સાત પાતાલ) ભૂમિઓ, (ઘનોદધિ આદિ) વલયો, (જબૂદ્વીપલવણાદિ અસંખ્ય) દ્વીપો, સમુદ્રો, નારકો, વિમાનો, દેવતાઈ ભવનો તથા વ્યંતરનગરોની આકૃતિ, આકાશ-વાયુ આદિમાં પ્રતિષ્ઠિત શાશ્વત લોકવ્યવસ્થા પ્રકાર (ચિતવે). (૫૮) (વળી-સાકાર-નિરાકાર) ઉપયોગ સ્વરૂપ, અનાદિ અનંત તથા શરીરથી જુદો, અરૂપી, સ્વકર્મનો કર્તા ભોક્તા જીવ ચિંતવે. (૫૯) વળી–) જીવનો સંસાર, સ્વકર્મથી જે નિર્મિત, જન્માદિ જળવાળો, કષાયરૂપી પાતાલવાળો, સેંકડો વ્યસનો વ્યસનદુઃખો) રૂપી જલચર જીવોવાળો, (ભ્રમણકારી) મોહરૂપી આવર્તવાળો,
અતિભયાનક, (૬૦) અજ્ઞાન પવનથી પ્રેરિત (ઈષ્ટાનિષ્ટ) સંયોગવિયોગરૂપી તરંગમાળાવાળો, અનાદિ અનંત અશુભ સંસાર ચિંતવે. (૬૧) વળી તેને તરી જવા માટે સમર્થ, સમ્યગ્દર્શનરૂપી સારા બંધનવાળું, નિષ્પાપ અને જ્ઞાનમય સુકાનીવાળું ચારિત્રરૂપી મહાજહાજ, (ચિતવે) (૬૨) તે પણ આશ્રવનિરોધાત્મક સંવર (ઢાંકણો)થી છિદ્રરહિત કરાયેલું, સંપરૂપી પવનથી પ્રેરિત અધિકશીઘ્ર વેગવાળું, વૈરાગ્યરૂપી માર્ગે પડેલું અને દુર્ગાનરૂપી તરંગોથી અક્ષોભાયમાન, (૬૩) મહાકિંમતી શીલાંગરૂપી રત્નોથી ભરેલા (ત મહાજહાજો પર આરૂઢ થઇને મુનિરૂપી વેપારીઓ જે રીતે શીધ્ર નિર્વિને મોક્ષનગરે પહોંચી જાય છે, એ (ચિંતવે) (૬૪) વળી-એ નિર્વાણનગરમાં જ્ઞાનાદિ ત્રણ રત્નના વિનિયોગમય એકાંતિક, બાધરહિત સ્વાભાવિક, અનુપમ અને અક્ષય સુખને જે રીતે પ્રાપ્ત કરે છે, તે (ચિંતવે) (૬૫) વધુ શું કહેવું? જીવાદિ પદાર્થના વિસ્તારથી સંપન્ન અને સર્વનયસમૂહમયે સમસ્ત સિદ્ધાંત-અર્થને ચિતવે. (૬૬)
सव्वप्पमायरहिया मुणओ खीणोवसंतमोहा य। झायारो नाणधणा, धम्मज्झाणस्स निट्टिा ॥६७॥ सर्वप्रमादरहिता मुनयः क्षीणोपशान्तमोहाश्च । ધ્યાતા જ્ઞાનધના ધર્મધ્યાનચ નિર્વિષ્ટા ને ૬૭ |... १३८४
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org