________________
૧૯૪ -
સંબોધ પ્રકરણ બળદ વગેરે બીજાને ભાડેથી આપે. ઇત્યાદિ શ્રાવકને ન કહ્યું. સ્ફોટકકર્મ– નીચે ઊંડે સુધી ખોદીને અથવા હળથી ભૂમિને ફાડીને આજીવિકા ચલાવે. દંતવાણિજ્ય- દાંત આપજે એમ કહીને પહેલેથી ભીલોને મૂલ્ય આપે. તેથી ભીલો તે વાણિયો જલદી આવશે એમ વિચારીને જલદી હાથીને મારે. એ રીતે માચ્છીમારોને પહેલેથી શંખનું મૂલ્ય આપે. ઇત્યાદિ ન કલ્પ. ભીલો પહેલેથી હાથીદાંત લઇ આવ્યા હોય અને માચ્છીમારો શંખ લઇ આવ્યા હોય તો ખરીદે. લાક્ષાવાણિજ્ય-લાખના વેપારમાં આ જ દોષો છે. લાખમાં કૃમિઓ ઉત્પન્ન થાય. રસવાણિજ્યદારૂ વેચવાનો વેપાર, મદિરાપાનમાં માર મારવો, આક્રોશ કરવો, વધા કરવો વગેરે ઘણા દોષો છે. માટે રસવાણિજય ન કલ્પે. કેશવાણિજ્યદાસીઓ લઈને બીજા સ્થળે જ્યાં સારી કિંમત મળે ત્યાં વેચે. આમાં પણ પરાધીનતા વગેરે અનેક દોષો છે.વિષવાણિજ્ય-વિષનું વેચાણ ન કલ્પ. : તેનાથી ઘણા જીવોની વિરાધના થાય. યંત્રપાલણકર્મ- તલ પીલવાનું યંત્ર, શેરડી પીલવાનું યંત્ર, ચક્ર વગેરે ન કલ્પ. નિલાંછનકર્મ– બળદ આદિને નપુંસક કરવાનું ન કલ્પે. દવાગ્નિદાપનતાકર્મ-ક્ષેત્રની રક્ષા માટે જંગલમાં આગ લગાડે. જેમ કે ઉત્તરાપથ દેશમાં. પછી ક્ષેત્ર બળી ગયે છતે નવું ઘાસ ઊગે. તેમાં લાખો જીવોનો વધ થાય. સર-દહ-તડાગશોષણ કર્મ– સરોવર, મોટું જળાશય અને તળાવને સૂકાવે, પછી તેમાં અનાજ વગેરે વાવે. આ ન કહ્યું. અસતીપોષણતાકર્મ દુરાચારિણી સ્ત્રીઓને પોષે. જેમ કે ગોલ્લદેશમાં યોનિપોષકો દુરાચાર કરાવવા દ્વારા પોતાની આજીવિકા ચલાવનારાઓ) દાસીઓનું ઘણું ભાડું લે છે.
આ બહુ સાવધ કર્મો બતાવ્યાં. આનાથી સાવધ કર્મો આટલાં જ છે એમ ન સમજવું. આવા પ્રકારનાં બીજાં પણ જે જે બહુ સાવધ કર્યો હોય તે ત્યાજય જાણવાં. (૯૬-૯૭)
जं इंदियसयणाई, पडुच्च पावं करेज्ज सो होइ। अत्थे दंडे इत्तो, अन्नो उ अणत्थदंडो य ॥९८॥ यदिन्द्रियस्वजनादीन् प्रतीत्य पापं कुर्यात् स भवति । અર્થે તખ્તોડતોડતુ નર્થJ II ૨૮ II .... १२१८
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org