________________
શ્રાવક વ્રત અધિકાર"
૧૮૫ ૧૯. વૃતાક (વંગણ)– વેંગણ નિદ્રાને વધારનારું અને વિષય વિકાર (કામ)ને ઉદ્દીપન કરનારું વગેરે અનેક દોષોનું પોષક હોવાથી અભક્ષ્ય છે.
૨૦. અજાણ્યાં ફળો– ભોજન કરનાર કે કરાવનાર, એ બંનેમાંથી કોઈ પણ જે ફળોની જાતિ ગુણ-દોષ વગેરેને જાણતા ન હોય, તેવાં અજાણ્યાં ફળો અભક્ષ્ય કહ્યાં છે. ઉપલક્ષણથી તેવાં અજાણ્યાં ફૂલ, પત્ર વગેરે પણ અભક્ષ્ય સમજવાં. કારણ કે–તેવાં કોઈ ફળ, ફૂલ વગેરે ઝેરી હોય તો ખાવાથી મરણ થાય અથવા પોતે જેનો ત્યાગ કર્યો હોય તે વસ્તુ ખવાઈ જાય તો નિયમનો ભંગ થાય; માટે જેનું નામ, જાતિ, ગુણ, દોષ વગેરે જાણવામાં ન હોય તેવાં અજાણ્યાં ફળો વગેરે અભક્ષ્ય સમજવાં.
૨૧. તુચ્છ ફળો-તુચ્છ એટલે અસાર, જેનાથી ભૂખ ભાગે નહિ અને શક્તિ આવે નહિ તેવાં ફળ, ફૂલ, મૂળ, પાંદડાં વગેરે અભક્ષ્ય છે. અરણી, કેરડો, સરગવો, મહુડો વગેરે ઝાડોનાં ફૂલો તુચ્છ છે. મહુડાં, જાંબુ, ટિંબરું, પીલુડાં, પાકાં કરમદાં, ગુંદાં, પીગુફળ, બોરસલીફળ, વાલોળ, વડબોર, કાચર, કોઠીમડાં વગેરે ફળો તુચ્છ છે. બીજાં પણ એવા પ્રકારનાં મૂળીયાં વગેરે, તથા અર્ધપાકેલી ચોળાની કે મગની ફોમળ સીંગો વગેરે તુચ્છ છે. આવા પદાર્થો ખાવા છતાં ખાવાનું થોડું, ફેંકી દેવાનું ઘણું હોવાથી સુધા શમે નહિ અને હિંસા ઘણા જીવોની થાય.
૧૮. ઘોલવડા (દ્વિદળ) દોષ દહીંના ઘોળમાં બનાવેલા વડાને ઘોલવડા કહેવામાં આવે છે. અહીં દહીંના ઉપલક્ષણથી સઘળું ય ગોરસ સમજવું. કાચાં દૂધ, દહીં, છાશ, શીખંડ વગેરે ગોરસ કહેવાય છે. તેવા ગરમ કર્યા વિનાનાં ગોરસમાં દ્વિદળ (કઠોળ) ભળવાથી કેવલીગમ્ય અતિ સૂક્ષ્મ ત્રસ જીવોની ઉત્પત્તિ થાય છે, માટે તે અભક્ષ્ય છે. ૮૩) सव्वेसु वि देसेसु, सव्वेसु वि चेव तह य कालेसु। कुसिणिसु आमगोरस-जुत्तेसु निगोयपंचिंदी ॥८४॥ सर्वेष्वपि देशेषु सर्वेष्वपि चैव तथा च कालेषु । યુગથ્વીમીયુષ નોપક્રિયા: II 28 I... ... ૧૨૦૪
ગાથાર્થ– સર્વ દેશમાં અને સર્વ કાળમાં કાચા ગોરસથી યુક્ત સઘળાં કઠોળમાં નિગોદ તથા સંમૂર્ણિમ) પંચેદ્રિય જીવો ઉત્પન્ન થાય છે. (૮૪)
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org