________________
શ્રાવક વ્રત અધિકાર
૧૭૯ તે શ્રી વીતરાગદેવના વચનથી સમજીને મનુષ્ય પાપભીરુ બનવું એ જ સુખનો માર્ગ છે.)
૧૩. સર્વ પ્રકારની માટી-માટી, દેડકાં વગેરે જીવોની યોનિરૂપ છે, એટલે તે પેટમાં ગયા પછી દેડકાં વગેરે જીવોની ઉત્પત્તિનું કારણ બને તો મરણ વગેરે મહા અનર્થો પણ થાય છે. અહીં માટીની દરેક જાતિ વર્ય કહી છે, તેથી ખડી વગેરે પણ તજવાં, કારણ કે તેના ભક્ષણથી પણ આમવાત વગેરે વિવિધ રોગો થાય છે. ઉપલક્ષણથી ચૂનો વગેરે પણ વર્જનીય છે, તેના ભક્ષણથી પણ આંતરડાંનું સડવું વગેરે રોગો પેદા થાય છે. કોઈ પણ જાતિની માટીના ભક્ષણથી અસંખ્યાત પૃથ્વીકાય જીવોની હિંસા થાય છે. નમક (મીઠા)માં પણ અસંખ્યાત પૃથ્વીકાય જીવો હોવાથી સચિત્ત (કાચું) નમક વર્જવું અને અચિત્ત કરેલું (બલવન) મીઠું વાપરવું. મીઠાને અચિત્ત (બલવન) બનાવવા માટે અગ્નિ વગેરે બલિષ્ઠ શસ્ત્રોનો ઉપયોગ કરવો પડે છે, તે સિવાય તે અચિત્ત થતું નથી, કારણ કે–તેમાં અસંખ્યાતા પૃથ્વીકાય જીવો એવા સૂક્ષ્મ હોય છે, કે તેને ગમે તેટલું ખાંડવાથી, દળવાથી કે વાટવાથી પણ તે અચિત્ત થતું નથી. ભગવતી સૂત્રના ઓગણીસમા શતકના ત્રીજા ઉદ્દેશામાં કહ્યું છે કે. वज्रमय्यां शिलायां स्वल्पपृथ्वीकायस्य वजलोष्टकेनैकविंशतिवारान् पेषणेऽपि सन्त्येके केचन जीवा ये स्पृष्टा अपि न, इति ॥ ' “વજની શીલા (નીશ) ઉપર અલ્પ માત્ર પૃથ્વીકાય (નમક)ને મૂકીને તેને વજલોઝ (વ્રજના વાટા)થી એકવીસ વખત ચૂરવામાં (વાટવામાં) આવે, તો પણ તેમાં વચ્ચે કેટલાંક એવા જીવો રહી જાય છે કે જેને એ નીશાનો કે વાટાનો સ્પર્શ પણ ન થાય.”
૧૪. ત્રિભોજન- રાત્રિભોજન અવશ્ય વર્જવું જોઈએ, કારણ કે રાત્રિએ ભોજન તૈયાર કરતાં કે ખાતાં ઘણી જાતિના ઉડતા વગેરે જીવો તેમાં પડી મરી જવાનો સંભવ છે. વળી રાત્રિભોજન આ લોક અને - પરલોકમાં અનેક દોષોનું કારણ છે. કહ્યું છે કે– (૭૮-૭૯)
मेहं पिवीलियाओ, हणंति वमणं च मच्छिया कुणइ । નૂયા કોલર, શનિયમો જોટ્ટો ર૮૦ છે.
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org