________________
શ્રાવક વ્રત અધિકાર
૧૭૩ પ્રશ્ન- તુચ્છ આહાર અપક્વ, દુષ્પક્વ કે સુપક્વ (કબરોબર પકાવેલી હોય. તેમાં જો અપક્વ અને દુષ્પક્વ હોય તો તેનો ત્રીજા અને ચોથા અતિચારમાં સમાવેશ થઈ જાય છે. સુપક્વ હોય તો દોષ જ નથી. આથી આ અતિચાર વધારે છે.
ઉત્તર– વાત સત્ય છે. પણ જેમ પહેલા બે અને પછીના બે અતિચારો સચિત્તની અપેક્ષાએ સમાન હોવા છતાં (સચિત્ત આહાર અને અપક્વ આહાર સમાન છે તથા સચિત્તસંબદ્ધ આહાર અને દુષ્પક્વ આહાર સમાન છે.) પહેલા બે અતિચારો કંદ, ફળ વગેરે સંબંધી હોવાથી અને પછીના બે અતિચારો અનાજ સંબંધી હોવાથી વિષયભેદના કારણે પહેલા બે અને પછીના બે અતિચારોમાં વિશેષતા છે, તેમ અહીં (અપક્વ, દુષ્પક્વ અને તુચ્છ એ ત્રણમાં) સચિત્તની અપેક્ષાએ અને વિષયની (-અનાજની) અપેક્ષાએ સમાનતા હોવા છતાં, તુચ્છતા અને અતુચ્છતાની અપેક્ષાએ ભેદ છે. અર્થાત્ અપક્વ આહાર અને દુષ્પક્વ આહાર એ બે અતિચાર અતુચ્છ (તૃપ્તિ થાય તેવા) આહારના છે. જયારે તુચ્છ આહાર રૂપ અતિચાર તુચ્છ આહાર સંબંધી છે. કોમળ મગની શિગો વગેરે વિશેષ તૃપ્તિ નહિ થતી હોવાથી (=પેટ નહિ ભરાતું હોવાથી) તુચ્છ છે. તુચ્છ સચિત્ત વસ્તુ અનાભોગ આદિથી વાપરવામાં આવે તો અતિચાર લાગે. અથવા શ્રાવક અતિશય પાપભીરુ હોવાથી સચિત્ત આહારનો ત્યાગી હોય. આથી શ્રાવક અતુચ્છ (તૃપ્તિ કરે તેવા) આહારને અચિત્ત કરીને વાપરે તો તે યોગ્ય ગણાય. કારણ કે તેણે સચિત્ત વસ્તુનો ત્યાગ કર્યો છે, અચિત્ત વસ્તુનો નહિ. પણ તુચ્છ (ત્રતૃપ્તિ ન કરે તેવો) આહાર લોલુપતાના કારણે અચિત્ત કરીને વાપરે તો તે યોગ્ય ન ગણાય, આથી અતિચાર લાગે. યદ્યપિ અચિત્ત તુચ્છ વસ્તુ ખાવામાં બહારથી (દ્રવ્યથી) નિયમનો ભંગ થયો નથી, પણ ભાવથી વિરતિની - વિરાધના થઈ છે. કારણ કે તેમાં લોલુપતા રહેલી છે, અને તેવી વસ્તુથી પેટ નહિ ભરાતું હોવાથી નિરર્થક વધારે જીવહિંસાદિ પાપ લાગે છે) એ પ્રમાણે રાત્રિભોજન, માંસ આદિના નિયમનો પણ અનાભોગ આદિથી ભંગ થાય તો અતિચાર લાગે. (૬૭)
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org