________________
૧૭ર '
સંબોધ પ્રકરણ
ઉત્તર– સહસા, અનુપયોગ કે અતિક્રમ આદિથી સચિત્ત આહાર કરે તો વ્રતસાપેક્ષ હોવાથી અતિચાર ગણાય. જો જાણી જોઈને સચિત્ત આહાર કરે તો વ્રતભંગ જ થાય. આ સમાધાન હવે કહેવામાં આવશે. તે સચિત્ત સંબદ્ધ આદિ ચાર અતિચારો વિષે પણ સમજવું.
૨. સચિત્તસંબદ્ધ આહાર– સચિત્ત વસ્તુ સાથે જોડાયેલી અચિત્ત વસ્તુ સચિત્ત સંબદ્ધ કહેવાય. જેમ કે સચિત્ત વૃક્ષમાં રહેલ અચિત્ત ગુંદર, પાકાં ફળો વગેરે પાકાં ફળોમાં બીજ સચિત્ત છે અને ગર્ભ વગેરે અચિત્ત છે.) આવી વસ્તુ અનાભોગ આદિથી વાપરે તો અતિચાર લાગે. અથવા ખજૂરનો ઠળિયો સચિત્ત હોવાથી ફેંકી દઇશ અને એનો ગર્ભ અચિત્ત હોવાથી ખાઈ જઈશ એમ વિચારી પાકી ખજૂર મોઢામાં નાખે તો સચિત્તસંબદ્ધ અતિચાર લાગે.
૩. અપક્વ આહાર– અગ્નિથી નહિ પકાવેલું અપક્વ કહેવાય. અનાભોગથી અપક્વ આહાર કરવાથી અતિચાર લાગે.
પ્રશ્ન– નહિ પકાવેલો આહાર સચિત્ત હોય તો પ્રથમ અતિચારમાં તેનો સમાવેશ થઈ જાય છે. હવે જો તે અચિત્ત હોય તો કોઈ જાતનો દોષ લાગતો નથી. આથી અપક્વ અતિચાર કહેવાની જરૂર નથી.
ઉત્તર– વાત સાચી છે. પણ પ્રથમના બે અતિચારો સચિત્ત કંદ, ફળ વગેરે સંબંધી છે. બાકીના ત્રણ અતિચારો ચોખા આદિ અનાજ –ધાન્ય) સંબંધી છે. આમ અતિચારોનો વિષય ભિન્ન હોવાથી અતિચાર ભિન્ન છે અથવા કણિક, દાળ વગેરે સચિત્ત અવયવોથી મિશ્ર હોવાનો સંભવ હોવા છતાં આ તો પીસાઈ ગયેલું કે ખંડાઈ ગયેલું હોવાથી અચિત્ત છે એમ માનીને કાચી કણિક વગેરે વાપરે તો અતિચાર લાગે.
૪. દુષ્પક્વ આહાર- બરોબર નહિ પકાવેલો આહાર દુષ્પક્વ કહેવાય, બરોબર નહિ શેકેલા ઘઉં, મગવગેરેનાદાણા સચિત્ત અવયવોથી મિશ્ર હોવાનો સંભવ હોવા છતાં આ તો શેકાઈ ગયેલું હોવાથી અચિત્ત છે, એમ માનીને દુષ્પક્વ આહાર કરે તો અતિચાર લાગે.
૫. તુચ્છ આહાર– જેનાથી વિશેષતૃપ્તિ ન થાય-પેટ ન ભરાય તેવો આહાર તુચ્છ છે.
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org