________________
સમ્યકત્વ અધિકાર
ગાથાર્થ– પલ્ય અને પથ્થર આદિના દષ્ટાંતથી યથાપ્રવૃત્તિકરણ વડે જેનો સંસારકાળ કંઈક ન્યૂન અર્ધપુગલ પરાવર્ત જેટલો બાકી રહ્યો છે તે ભવ્ય પંચેન્દ્રિય જીવ આયુષ્ય સિવાય સાતેય કર્મોની સ્થિતિ પલ્યોપમના અસંખ્યાતમા ભાગ જેટલી ન્યૂન એક કોડાકોડી સાગરોપમ જેટલી થાય ત્યારે આધ્યાત્મિકધ્યાનથી શુદ્ધ એવા અપૂર્વકરણ વડે રાગવૈષની ગ્રંથિને=ગાંઠને ભેદે છે. પછી ત્યાં (=અનિવૃત્તિકરણમાં રહ્યો થકો) અંતર્મુહૂર્ત પ્રમાણ અંતરકરણ કરે છે.
ગ્રંથિ એટલે કાષ્ઠની કર્કશ, ઘન, રૂઢ (શુષ્ક) અને ગૂઢ ગાંઠની જેમ જીવનો અતિશય દુભેઘ, કર્યજનિત અને અતિગાઢ એવો રાગ-દ્વેષનો પરિણામ.
વિશેષાર્થ જેવી રીતે અતિશય મોટા પલ્પમાંથી કુંભ જેટલું ધાન્ય કાઢે અને એક સેતિકા જેટલું ધાન્ય નાખે તો સમય જતાં પલ્યમાં ધાન્ય ઘણું ઓછું થઈ જાય. તે રીતે જીવ કર્મનિર્જરા વધારે કરે અને કર્મબંધ ઓછો કરે ત્યારે તેમાં પલ્યનું દૃષ્ટાંત ઘટે. જેવી રીતે પર્વતમાંથી નીકળેલી નદીમાં પાણીથી તણાતો-અથડાતો-કૂટાતો પથ્થર ઘડ્યા વિના જ ક્યારેક ગોળ-સુંવાળો બની જાય છે તેમ જીવ જ્યારે કર્મસ્થિતિ ઘટાડવાના આશય વિના જ કર્મનિર્જરા વધારે અને કર્મબંધ અલ્પ કરીને કર્મસ્થિતિને ઘટાડે ત્યારે પથ્થરનું દૃષ્ટાંત ઘટે. અહીં “પથ્થર આદિ” એ સ્થળે આદિ શબ્દનું ઘુણાક્ષરનું દૃષ્ટાંત લેવું. ઘૂણ નામનો કીડો લાકડાને ખોતરી ખાય. તેમાં અક્ષરો લખવાના આશય વિના પણ અક્ષરોનો આકાર પડે. તેવી રીતે કર્મોની સ્થિતિને ઘટાડવાના આશય વિના જ સંસારનાં કષ્ટો સહન કરતાં કર્મો ખપે ત્યારે ઘુણાક્ષર દષ્ટાંત ઘટે. પલ્ય વગેરેનાં દષ્ટાંતથી કર્મોની સ્થિતિ ઘટે તેને જૈનશાસ્ત્રોમાં યથાપ્રવૃત્તિકરણ કહે છે. પલ્ય વગેરેનાં દષ્ટાતથી યથાપ્રવૃત્તિકરણથી જીવની આયુષ્ય સિવાય સાત કર્મોની સ્થિતિ ઘટતાં ઘટતાં એક કોડાકોડ સાગરોપમ જેટલી થાય. પછી ૧. પલ્ય ધાન્ય રાખવાનું મોટું પાત્ર છે. કુંભ (લગભગ ધડા જેટલું) પ્રાચીન સમયનું માપ છે.
સેતિકા (લગભગ ખોબા જેટલું) પ્રાચીન સમયનું માપ છે. ૨. અર્થ સમજવામાં સરળતા રહે એ માટે પહેલાં ૪-૫-૭ નંબરની ત્રણ ગાથાઓનો અર્થ
લખીને પછી ૬ નંબરની ગાથાનો અર્થ લખ્યો છે.
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org