________________
૧૫૮
, સંબોધ પ્રકરણ સ્થળે શ્રાવક યતના કરે, અર્થાત્ આવા પ્રસંગો થવા ન દે, કરવા પડે કે થઈ જાય તો તેમાં રાગ ન કરે. (૩૯) वसहिकहनिसिज्जिदियकुथुतरपुव्वकीलियपणीए। अइमायाहारविभूसणाइ नव बंभचेरगुत्तीओ ॥ ४० ॥ वसति-कथा-निषद्येन्द्रिय-कुड्यान्तर-पूर्वक्रीडित-प्रणीतानि । ગતિમાત્રાહાર-વિખૂણો નવગ્રહવાસય: i ૪૦ || ........... ૨૨૬૦ ગાથાર્થ– આનો અર્થ ત્રીજા અધિકારની ૬૮મી (સળંગ ગાથા નંબર૫૭૮) ગાથામાં જુઓ.
परदारवज्जिणो पंच हंति तिन्नि उ सदारसंतुटे। इत्थीए तिन्नि पंच, व भंगविगप्पेहि नायव्वा ॥४१॥ परदारवर्जिणः पञ्च भवन्ति त्रयस्तु स्वदारसंतुष्टे । ત્રિય. ત્રય: પ% વા મફવિશ્વેતવ્યા: I g? I ... ૨૭૬૨
ગાથાર્થ– પરદારા (પરસ્ત્રી)નો ત્યાગ કરનારને પાંચ અને સ્વદારા સંતોષીને ત્રણ અતિચારો લાગે. તથા સ્ત્રીને ત્રણ અથવા પાંચ અતિચારો ભાંગાના વિકલ્પથી જાણવા.
વિશેષાર્થ– અમુક કાળ માટે બીજાએ રખાત રાખેલી વેશ્યાનો ભોગ કરવાથી રખાત હોવાથી પરસ્ત્રી ગણાય માટે વ્રતનો ભંગ થાય અને લોકોમાં તો તે બીજાની-અમુકની સ્ત્રી ગણાતી નથી માટે વ્રતભંગ ન થાય, એમ પરદારસેવીને ભગાભંગરૂપ અતિચાર લાગે; (સ્વદારાસંતોષીને તો વ્રતભંગ જ થાય;) માલિક વિનાની (વિધવા, જેનો પતિ પરદેશ ગયો હોય, કે જે સ્વપતિને ન માનતી હોય તેવી)
સ્ત્રીને ભોગવવાથી પરદોરાવર્જકને અતિચાર લાગે; કારણ કે–લોકોમાં તેઓ અમુકની સ્ત્રી તરીકે પ્રસિદ્ધ છે અને બીજી બાજુ તેઓને તે કાળે પતિ નથી તે અપેક્ષાએ પરસ્ત્રી નથી. તેથી તેવીને ભોગવતાં અતિચાર લાગે, વ્રતભંગ ન થાય. એમ આ બંને અતિચારો પરદારત્યાગીને જ ઘટે, બાકીના પરવિવાહ, અનંગ ક્રીડા અને તીવ્ર રાગ; એ ત્રણ તો બંનેને ઘટે, એમ સ્વદારાસંતોષીને ત્રણ અને પારદારત્યાગીને પાંચ અતિચારો સમજવા. આ સઘળું પુરુષને અંગે જણાવ્યું. સ્ત્રીને અંગે તો
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org