________________
૧૫૬ :
સંબોધ પ્રકરણ
ગાથાર્થ– ચોરી કરનારા મનુષ્યો, આ જન્મમાં રાજાદિ તરફથી થતાં “ગધેડા ઉપર બેસાડી શહેરમાં સર્વત્ર ફેરવવા, અનેક મનુષ્યો દ્વારા નિંદાધિક્કાર-તિરસ્કાર વગેરે પરાભવો કરાવવા, દેશનિકાલ કે મરણપયતની (શૂળી વગેરેની) પણ સજા ભોગવવી, વગેરે મહાકષ્ટો ભોગવે છે અને અન્ય ભવમાં નરક જેવી દુર્ગતિને પામે છે. ચોરીના વ્યસનથી મનુષ્યો નરકમાં ઘણા કાળ સુધી મહાદુઃખો ભોગવીને, ત્યાંથી નીકળ્યા પછી પણ માછીમાર, કુંઠા, હીન અંગોપાંગવાળા, બહેરા, આંધળા વગેરે થાય છે.” એમ હજારો ભવો સુધી મહાકષ્ટો ભોગવે છે. ઈત્યાદિ ચોરીનાં મહાદુષ્ટ ફળો કહ્યાં છે. (૩૫-૩૬) भुंजइ इत्तरपरिग्गह १ मपरिग्गहियं थियं २ चउत्थवए। कामे तिव्वहिलासो ३, अणंगकीला ४ परविवाहो ५ ॥३७॥ भुनक्तीत्वरपरिग्रहामपरिगृहीतां स्त्रियं चतुर्थव्रते । #ાને તીવ્રતાપોડની પવિવાહિઃ II રૂ૭ || ....... ૨૫૭ ગાથાર્થ (પરસ્ત્રીનો ત્યાગ અથવા સ્વસ્ત્રીમાં સંતોષ એ ચોથું અણુવ્રત છે.) ચોથા અણુવ્રતમાં ઈત્રપરિગ્રહાગમન, અપરિગૃહીતાગમન, કામમાં તવાભિલાષ, અનંગક્રીડા અને પરવિવાહ એ પાંચ અતિચારોનો ત્યાગ કરે. વિશેષાર્થ– ૧. ઈત્રપરિગ્રહાગમન- ઇત્વર એટલે થોડો સમય. અર્થાત મૂલ્ય આપીને થોડા સમય માટે સ્વીકારેલી વેશ્યા. (ગમન એટલે વિષયસેવન). ભાડું આપીને કેટલોક કાળ પોતાને આધીન કરેલી વેશ્યાની સાથે વિષયસેવન કરવું તે ઈત્રપરિગ્રહાગમન.
૨. અપરિગૃહીતાગમન- અપરિગૃહતા એટલે જેણે અન્યનું ભાડું નથી લીધું તેવી વેશ્યા, અથવા પતિ વિનાની કુલાંગના. અપરિગૃહીતા સાથે વિષયસેવન કરવું તે અપરિગૃહીતાગમન.
ઇત્રપરિગ્રહાગમન સ્વસ્ત્રીસંતોષની અપેક્ષાએ અને અપરિગૃહીતાગમન પરસ્ત્રી ત્યાગની અપેક્ષાએ અતિચાર છે.
૩. અનંગક્રીડા- (અહીં મૈથુનની અપેક્ષાએ સ્ત્રીયોનિ અને પુરુષચિહ્ન અંગ છે. તે સિવાયના સ્તન વગેરે અવયવો અનંગ છે.) સ્ત્રીના સ્તન,
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org