________________
સંબોધ પ્રકરણ
૧૪૮
પોતાના હસ્તાક્ષરોથી લખવાને બદલે બીજાના હસ્તાક્ષરોથી લખે. અન્ય બિંબ– પોતાના જેવા અક્ષરો હોય તેનાથી જુદી જાતના અક્ષરોથી લખે. અન્ય સ્વરૂપ— જે વિગત લખવી જોઇએ તે ન લખતાં બીજી જ વિગત લખે, અર્થાત્ સત્ય લખવાના બદલે અસત્ય લખે. આ દોષોને આચરતો જીવ વ્રતને દૂષિત કરે છે, માટે આ પાંચ દોષોનો ત્યાગ કરે. (૧૯)
लाउयबीयं इक्वं, नासइ भारं गुडस्स जह सहसा । तह गुणगणं असेसं, असच्चवयणं विणासेइ ॥ २० ॥
अलाबूकबीजमेकं नाशयति भारं गुडस्य यथा सहसा। . तथा गुणगणमशेषमसत्यवचनं विनाशयति ॥ २० ॥
११४.०
ગાથાર્થ– જેવી રીતે તુંબડાનું એક જ બીજ ભાર જેટલા ગોળનો સહસા નાશ કરે છે–ગોળને કડવો બનાવી દે છે તેવી રીતે અસત્યવચન : સઘળા ગુણસમૂહનો નાશ કરે છે. (૨૦)
वायसपयमिक्कं पि हु, सामुद्दियलक्खणाण लक्खपि । अपमाणं कुणइ जहा, तह अलियं गुणगणं सयलं ॥ २१ ॥ वायसपदमेकमपि खलु सामुद्रिकलक्षणानां लक्षमपि ।
अप्रमाणं करोति यथा तथाऽलीकं गुणगणं सकलम् ॥ २१ ॥ ११४१
ગાથાર્થ– કોઇના શરીરમાં એક લાખ જેટલાં સારાં સામુદ્રિક લક્ષણો હોય, પણ જો તેમાં કાગડાનો એક પણ પગ હોય તો તે લાખ સારાં લક્ષણોનુ અપમાન કરે છે, અર્થાત્ લાખ લક્ષણોને નકામા બનાવી દે છે, એ સારાં લક્ષણો પોતાનું ફળ આપતા નથી, તે રીતે અસત્ય સઘળા ગુણસમૂહને નકામા બનાવી દે છે. (૨૧)
......
तालपुडं गरलाणं, जह बहुवाहीण खित्तिओ वाही । दोसाणमसेसाणं, तह अविगिच्छा मुसादोसो ॥ २२ ॥ तालपुटं गरलानां यथा बहुव्याधिनां क्षेत्रिको व्याधिः । दोषाणामशेषाणां तथाऽविचिकित्सा मृषादोषः ॥ २२ ॥
૧. ભાર પ્રાચીન સમયનું માપ છે. વીસ તોલાનો એક ભાર થાય.
For Personal & Private Use Only
Jain Education International
**********...
११४२
www.jainelibrary.org