________________
૧૪૭.
શ્રાવક વ્રત અધિકાર सहसाकलङ्कन रहस्यदूषणं स्वदारमन्त्रभेदश्च । તથા ફૂટબ્લેવર કૃષોપદેશઃ મૃષાતોષા: II ૨૨ I ..
૨૨૩૬ ગાથાર્થ–સ્કૂલમૃષાવાદ વિરમણવ્રતમાં સહસા-અભ્યાખ્યાન, રહસ્યઅભ્યાખ્યાન, સ્વદારમંત્રભેદ, અસત્ય-ઉપદેશ, કૂટલેખ એ પાંચ અતિચારોનો ત્યાગ કરે.
વિશેષાર્થ– ૧. સહસા અભ્યાખ્યાન– સહસા એટલે વિચાર્યા વિના. અભ્યાખ્યાન એટલે અવિદ્યમાન દોષોનો આરોપ મૂકવો. વિચાર્યા વિના ખોટો આરોપ મૂકવો એ સહસા અભ્યાખ્યાન છે. જેમ કે–વિચાર્યા વિના કોઈને તું ચોર છે, તું પરસ્ત્રીગમન કરનાર છે, વગેરે કહેવું.
૨. રહસ્ય-અભ્યાખ્યાન-રહસ્ય એટલે એકાંતમાં થયેલ. અભ્યાખ્યાન એટલે કહેવું. એકાંતમાં બનેલું કહેવું છે રહસ્ય-અભ્યાખ્યાન. કોઇને એકાંતમાં મસલત કરતા જોઈને કે સાંભળીને બીજાને કહે કે આ લોકો અમુક અમુક રાજય વિરુદ્ધ વગેરે મસલત કરે છે.
૩ સ્વદારમંત્રભેદ– દાર એટલે સ્ત્રી. મંત્ર એટલે ગુપ્ત વાત. ભેદ એટલે પ્રકાશન કરવું. પોતાની પત્નીએ મારી વાત બીજા પાસે નહિ જાય એવા વિશ્વાસથી કરેલી ગુપ્ત વાત બીજાને કહેવી એ સ્વદારમંત્રભેદ છે. (પત્નીના ઉપલક્ષણથી મિત્ર આદિ માટે પણ તેમ સમજવું. અર્થાત્ કોઈ પણ વ્યક્તિએ મારી વાત બીજા પાસે નહિ જાય એવા વિશ્વાસથી કરેલી ગુપ્ત વાત બીજાને કહેવી તે સ્વદારમંત્રભેદ છે.)
૪. અસત્ય ઉપદેશ– બીજાને “આ આમ આમ કહે” ઇત્યાદિ જુઠું બોલવાની સલાહ આપવી.
૫ ફૂટ લેખકરણ– ફૂટ એટલે ખોટું લેખકરણ એટલે લખવું. ખોટું લખવું તે ફૂટ લેખકરણ. કૂટલેખકરણના અન્ય નામ, અન્ય મુદ્રા, અન્ય અક્ષર, અન્ય બિંબ અને અન્ય સ્વરૂપ એ પાંચ ભેદો છે. અન્ય નામ-સહી વગેરેમાં પોતાનું નામ લખવાના બદલે બીજાનું નામ લખવું અથવા અમુક વિગત લખે પોતે અને બીજાના નામે પ્રસિદ્ધ કરે. અન્ય મુદ્રા– જે મહોરછાપ કરવાની હોય તેના બદલે બીજી મહોરછાપકરે. અન્ય અક્ષર–
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org