________________
૧૪૪
' સંબોધ પ્રકરણ વિશેષાર્થ– ઉપર જણાવ્યાં તે કન્યાલીક' વગેરે પાંચ પ્રકારનાં અસત્ય વચનો અતિક્લિષ્ટ (દુ) આશય (અધ્યવસાય)થી બોલાય છે, માટે તેને “મોટાં-સ્થૂલ અસત્યો કહ્યાં છે. તેનો ત્યાગ કરવો તેને શ્રી જિનેશ્વરદેવોએ બીજું અણુવ્રત કહ્યું છે. તેમાં–
૧. કન્યાલીક– રાગ, દ્વેષ વગેરેથી કન્યાના સંબંધમાં અસત્ય બોલવું. જેમ કે–વિષકન્યાને સારી કે સારી હોય તેને વિષકન્યા કહેવી, સદાચારિણીને દુરાચારિણી કે દુરાચારિણીને સદાચારિણી કહેવી, વગેરે કન્યા સંબંધી અસત્ય બોલવું તેને “કન્યાલીક' કહ્યું છે. જો કે કન્યાને ઉદ્દેશીને વ્યાખ્યા કરેલી હોવાથી આનું નામ કન્યાલીક કહ્યું છે, તો પણ (ઉપલક્ષણથી) અહીં કુમાર, દાસ, દાસી, નોકર, ચાકર વગેરે કોઈ પણ બે પગવાળાને અંગે “સારાને ખોટાં અને ખોટાંને સારા વગેરે જણાવવારૂપ અસત્ય બોલવું, તે બધું આ કન્યાલીક નામના મૃષાવાદમાં ગણાય છે, એમ સમજવું.
૨. ગવાલીક રાગ-દ્વેષાદિ દુષ્ટ આશયથી ગાયને અંગે અસત્ય બોલવું. જેમ કે-થોડું દૂધ આપતી હોય તેને ઘણું દૂધ આપનારી કે ઘણું દૂધ આપતી હોય તેને અલ્પ દૂધ આપનારી, વગેરે ખોટાં દૂષણો બોલવા કે ખોટી પ્રશંસા કરવી, ઈત્યાદિ ગવાલીક જાણવું. અહીં પણ માત્ર ગાયને અંગે જ નહિ, પણ (ઉપલક્ષણથી) ભેંસ, ઘોડા, હાથી, બળદ, બકરાં, ઘેટાં, પાડા, સાંઢ, ગધેડા વગેરે કોઈ પણ ચાર પગવાળાં પશુને અંગે ખોટાં દૂષણો બતાવવાં કે ખોટી પ્રશંસા કરવી, તે સઘળાંય અસત્ય વચનો આ “ગવાલીક'માં ગણાય, એમ સમજવું.
૩. ભૂલી- ભૂમિ એટલે જમીન, તે સંબંધમાં રાગ-દ્વેષાદિ કારણે અસત્ય બોલવું તે “ભૂમિઅલીક'. જેમ કે–ક્ષેત્ર, ઘર, હાટ, આંગણું વગેરે બીજાનાં હોય છતાં તેને પોતાનાં કે તેના માલિકને છોડી અમુક બીજાનાં છે–એમ જુઠું બોલવું, આપણાં ક્ષેત્રાદિને બીજાનાં કે બીજાનાં હોય તેને અમુક (ત્રીજા)નાં છે–એમ કહેવું, અથવા ઉખર ક્ષેત્રાદિને સારું (રસાળ) વગેરે કરી પ્રશંસા કરવી, સારાં ક્ષેત્રાદિને ઉખર વગેરે કહી દૂષણો જણાવવાં, વગેરે સઘળું ભૂમિઅલીક સમજવું. અહીં પણ માત્ર
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org