________________
૮૬
સંબોધ પ્રકરણ
उत्सर्गमार्गनिरता द्वितीयपदनिसेविनोऽपि कारणतः । नो पुनर्मूलगुणे उत्तरगुणेष्वपि सदा कदाचिद् ॥ २२८ ॥ ................ ૮ ગાથાર્થ ગીતાર્થ, સંવિગ્ન, શલ્યરહિત, ગૌરવ અને આસક્તિનો ત્યાગ કરનારા, જિનશાસનનો ઉદ્યોત કરનારા અને સમ્યક્ત્વની વૃદ્ધિ કરનારા મુનિઓ ઉત્સર્ગમાર્ગમાં તત્પર હોય છે. કારણથી અપવાદમાર્ગને પણ સેવનારા હોય છે. પણ મૂલગુણમાં અપવાદમાર્ગને સેવતા નથી. ઉત્તરગુણોમાં પણ સદા અપવાદમાર્ગને સેવતા નથી. કિંતુ ક્યારેક (જ) અપવાદમાર્ગને સેવે છે. (૨૨૭-૨૨૮)
पव्वज्जं संपत्तं, सिक्खं सुपरिक्खिऊण कुलवंता । गिहिवासे वि असंगा, ते साहु चरित्तभद्दकरा ॥ २२९ ॥
प्रव्रज्यां संप्राप्तां शिक्षां सुपरीक्ष्य कुलवन्तः । ગૃહવાસેઽવ્યસાતે સાધવદ્યારિત્રમદ્રાઃ ॥ ૨૨૬ ................ ગાથાર્થ– પ્રાપ્ત થયેલી પ્રવ્રજ્યાને સારી રીતે પરખીને એટલે કે દીક્ષા કેવી રીતે સારી રીતે પાળી શકાય તેમ જાણીને, દીક્ષાને સારી રીતે પાળનારા, કુલીન અને ઘરવાસમાં પણ સંગથી રહિત (ભૌતિક સુખોમાં તો આસક્તિ રહિત છે, કિંતુ સંસારમાં રહેવામાં પણ સંગથી રહિત, મનથી પણ ઇચ્છા વિનાના) તે સાધુઓ ચારિત્રમાં કલ્યાણ કરનારા છે. (૨૨૯)
वय ५ समणधम्म १० संजम १७ - वेयावच्चं च १० बंभगुत्तीओ ९ । नाणाइतियं ३ तव १२ कोह निग्गहाइ ४ चरणमेयं ७० ॥ २३० ॥
વ્રત-શ્રમળધર્મ-સંયમ-વૈયાવૃત્ત્વાનિ ચ બ્રહ્મનુપ્તય: I
ज्ञानादित्रिकं तपः क्रोधनिग्रहादि चरणमेतद् || २३० ॥ ............. ૭૪૦
ગાથાર્થ— ૫ વ્રત, ૧૦ સાધુધર્મ, ૧૭ સંયમ, ૧૦ વૈયાવૃત્ત્વ, ૯ બ્રહ્મચર્યગુપ્તિ, ૩ જ્ઞાનાદિ, ૧૨ ત૫, ૪ ક્રોધાદિ કષાયનો નિગ્રહ આ (૭૦) ચારિત્ર (=ચરણસિત્તરી) છે. (૨૩૦)
पिंडविसोही ४ समिई ५, भावण १२ पडिमा य १२ इंदियनिरोहो ५ । पडिलेहण २५ गुत्तीओ ३, अभिग्गहा ४ चेव करणं तु ७० ॥ २३१ ॥
For Personal & Private Use Only
Jain Education International
www.jainelibrary.org