________________
ગુરુ અધિકાર વિભાગ-૨
स्वामिक-जीवादत्तं तीथङ्करगुर्वदत्तमिह चतुर्धा । मनसाऽपि न प्रार्थयति द्रव्यादिभेदतश्चतुर्धा ॥ ६० ॥
...............
ગાથાર્થ સાધુ દ્રવ્ય-ક્ષેત્ર-કાળ-ભાવ એ ચાર પ્રકારે સ્વામી અદત્ત, જીવ અદત્ત, તીર્થંકર અદત્ત અને ગુરુ અદત્ત એ ચાર પ્રકારના અદત્તને મનથી પણ ઇચ્છતો નથી.
વિશેષાર્થ– સંયમ જીવનમાં જરૂરી વસ્તુઓ ગૃહસ્થોની અનુજ્ઞા વિના લેવી એ દ્રવ્યથી અદત્ત છે. રહેવા માટે વસતિમાં ગૃહસ્થોની ૨જા વિના રહેવું તે ક્ષેત્રથી અદત્ત છે. દિવસે કે રાત્રે પૂછ્યા વિના લેવું તે કાળથી અદત્ત છે. રાગથી કે દ્વેષથી પૂછ્યા વિના લેવું તે ભાવથી અદત્ત છે. (૬૦)
संरंभी संकप्पो, परितावक भवे समारंभो । आरंभो उद्दव्वओ सुद्धनयाणं तु सव्वेसिं ॥ ६१ ॥
૩૧
संरम्भः संकल्पः परितापकरो भवेत् समारम्भः । आरम्भ उद्द्रवतः शुद्धनयानां तु सर्वेषाम् ॥ ६१ ॥ ............9o ગાથાર્થ જીવહિંસાનો મનથી સંકલ્પ કરવો તે સંરંભ છે. જીવોને પીડા કરવી એ સમારંભ છે. જીવોનો વિનાશ કરવો એ આરંભ છે. આ વ્યાખ્યા શુદ્ધ સર્વ નયોને માન્ય છે. (૬૧)
अट्ठदसभेयबंभं, मणवयकाएहिं करकारणअणुमईहिं । दिव्वोरालिय नव नव, तिकालमज्जत्थि नो इच्छे ॥ ६२ ॥ અછાવશમેન્દ્રદ્ય મનો-વત્ત:-ાય: રળ-ગળાડનુમતિમિ: । દ્રિવ્યોવરિષ્ઠ નવ નવ ત્રિજાલમધ્યાત્મી નેછેત્ ॥ ૬૨ ॥ .............
ગાથાર્થ મન-વચન-કાયાથી કરવું-કરાવવું-અનુમોદવું ૩×૩=૯ એ નવ ભેદો દેવસંબંધી અને નવ ભેદો ઔદારિક શરીર સંબંધી એમ અઢાર ભેદવાળા અબ્રહ્મને સાધુ ત્રિકાળ ન ઇચ્છે.
વિશેષાર્થ– ભૂતકાળમાં સેવેલા અબ્રહ્મની નિંદા કરવી, વર્તમાનમાં અબ્રહ્મનું સેવન ન કરવું અને ભવિષ્યના અબ્રહ્મનું પચ્ચક્ખાણ કરવું એમ ત્રિકાળ અબ્રહ્મને ન ઇચ્છે. (૬૨)
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org