________________
૩૨૯
પરિશિષ્ટ આશાતના. ૨૮. જયારે ગુરુ ધર્મકથા કરતા હોય ત્યારે “અત્યારે તો ભિક્ષા લેવા જવાનો સમય છે, સૂત્ર ભણવાનો અવસર છે, ભોજન કરવાનો સમય થઈ ગયો છે” વગેરે કહીને સભાને તોડવાથી આશાતના. ૨૯. જ્યારે ગુરુ ધર્મકથા કરતા હોય ત્યારે શિષ્ય “એ વાત હું તમોને કહીશ—એમ શ્રોતાઓને કહી ગુરુની કથાને તોડી નાખવી, તે કથા છેદન” નામની આશાતના. ૩૦. ગુરુએ વ્યાખ્યાન આપ્યા પછીસભા ઉઠ્યા પહેલાં જ ત્યાં શિષ્ય પોતાની ચતુરાઈ વગેરે જણાવવા માટે ગુરુ કરતાં પણ જાણે વિશેષ જાણતો હોય તેમ ધર્મકથા કરવાથી આશાતના. ૩૧. ગુરુની આગળ શિષ્ય ગુરુથી ઊંચા આસને કે તેમની બરાબર આસને બેસવાથી આશાતના. ૩૨. ગુરુનાં શયા-સંથારો-કપડાં વગેરેને પગ લગાડવાથી કે તેમની રજા વિના હાથ લગાડવાથી અને એ પ્રમાણે કરવા છતાં ક્ષમા નહિ માગવાથી આશાતના. કહ્યું છે કેसंघट्टइत्ता काएणं, तहा उवहिणामवि । મેહ વરદં મે, ફક્ત ન પુત્તિ મ
( વૈ૦૩૦ ૧-૩૦ ૨-૨૮) ભાવાર્થ– “ગુરુને તથા તેઓનાં કપડાં વગેરે વસ્તુઓને જો શરીરથી સ્પર્શ થઈ જાય કે તેમની રજા સિવાય સ્પર્શ કરે, તો “મારા અપરાધને ક્ષમા કરો—એમ કહીને શિષ્ય ક્ષમા માગે અને ફરીથી આવી ભૂલ નહિ કરું—એમ કહે. - તથા ૩૩. ગુરુની શય્યા-સંથારા-આસન વગેરે ઉપર ઊભા રહેવાથી, બેસવાથી અને શયન કરવાથી (અર્થપત્તિએ તેઓનાં વસ્ત્ર-પાત્રાદિ કોઈ પણ વસ્તુને પોતે વાપરવાથી) આશાતના થાય છે. -
૩૪ અતિશયો જુઓ દેવ અધિકાર ગાથા-૨૨ થી ૩૧.
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org