________________
સંબોધ પ્રકરણ
૩૨૮
કરવાથી આશાતના. ૧૭. પોતે ભિક્ષા લાવીને આચાર્ય,(ગુરુ)ને કંઇક માત્ર આપીને ઉત્તમ વર્ણ-ગંધ-સ-સ્પર્શવાળી સ્નિગ્ધ (ઘણી વિગઇવાળી) તથા મધુર-મનને ગમે તેવી વસ્તુઓ-આહાર કે શાક વગેરે પોતે જ વાપરી જવાથી આશાતના. ૧૮. રાત્રિએ ગુરુ મહારાજ પૂછે કે—હે સાધુઓ ! કોણ કોઇ જાગો છો કે ઊંધો છો ? ત્યારે પોતે જાગતો છતાં જવાબ નહિ આપવાથી આશાતના. ૧૯. એ પ્રમાણે દિવસે કે અન્ય સમયે પણ ગુરુએ પૂછવા છતાં જવાબ નહિ આપવાથી આશાતના. ૨૦. ગુરુ બોલાવે ત્યારે જ્યાં બેઠા કે સૂતા હોય ત્યાંથી જ ઉત્તર આપવાથી, અર્થાત્ શિષ્યને ગુરુ બોલાવે ત્યારે આસન કે શયન ઉપરથી ઉઠીને પાસે જઇને ‘મસ્થળ તંવામિ' કહીને તેઓ કહે તે સાંભળવું જોઇએ—તે પ્રમાણે વિનયપૂર્વક નહિ કરવાથી આશાતના. ૨૧. ગુરુ બોલાવે ત્યારે શિષ્યે ‘મસ્થળ વંવામિ' કહી પાસે જવું જોઇએ. તેને બદલે ‘શું છે ?’ ‘શું કહો છો ?’ વગેરે પ્રકારનો ઉત્તર આપવાથી આશાતના. ૨૨. શિષ્ય ગુરુની સામે ‘તું-તારું' વગેરે અપમાનજનક ‘તુંકારઃ બોલવાથી આશાતના. ૨૩. જ્યારે કોઇ ગ્લાન (માંદા-બાલ-વૃદ્ધ) વગેરેની વૈયાવચ્ચ માટે ‘અમુક કામ કરો'–એમ ગુરુ શિષ્યને કહે, ત્યારે તેના જવાબમાં ‘તમે કેમ કરતા નથી ? મને કહો છો ?’એમ શિષ્ય બોલે; જ્યારે ગુરુ કહે કે—‘તું આળસું છે’, ત્યારે શિષ્ય કહે કે—‘તમો આળસુ છો'; એમ ગુરુ જે વચન કહે તે જ વચન શિષ્ય ગુરુને સામે સંભળાવે તે ‘તજ્જાતવચન' કહેવારૂપ આશાતના. ૨૪. ગુરુની આગળ ઘણું બોલવાથી, કઠોર (કરડાં) વચન બોલવાથી કે મોટા અવાજે બોલવાથી આશાતના. ૨૫. જ્યારે ગુરુ વ્યાખ્યાન કરતા હોય ત્યારે ‘આ હંકીકત આમ છે’—એમ વચ્ચે બોલવાથી આશાતના. ૨૬. ગુરુ જે ધર્મકથા (વ્યાખ્યાન) કરતા હોય તેમાં ‘આ અર્થ તમોને સ્મરણમાં નથી, તમો તે ભૂલી ગયા છો, તમે કહો છો તે અર્થ સંભવતો નથી'–એમ શિષ્ય બોલવાથી આશાતના. ૨૭. જ્યારે ગુરુ ધર્મ સંભળાવતા હોય ત્યારે તેમના પ્રત્યે મનમાં પૂજ્યભાવ નહિ હોવાથી શિષ્યે ચિત્તમાં પ્રસન્ન નહિ થવું, ગુરુના વચનની અનુમોદના નહિ કરવી અને ‘આપે સુંદર સમજાવ્યું'—એમ પ્રશંસા નહિ કરવી તે ‘ઉપહતમનસ્ત્ય' નામની
For Personal & Private Use Only
Jain Education International
www.jainelibrary.org