________________
૨૮૩
પરિશિષ્ટ વસ્તુને પ્રગટ કરવી, તે “પ્રાદુષ્કરણ' કહેવાય. તે ૧. દાનમાં દેવાયોગ્ય વસ્તુ હોય ત્યાં પ્રકાશ કરવાથી અને ૨. ઘરમાં (અંધારામાં) હોય ત્યાંથી વસ્તુને બહાર પ્રકાશમાં લાવવાથી, એમ બે પ્રકારે થાય છે.
(૮) ક્રીત- સાધુના માટેની વસ્તુ મૂલ્યથી ખરીદવી તે ક્રિીત કહેવાય. તેના ચાર ભેદો છે. ૧. સ્વદ્રવ્યક્રત, ૨: સ્વભાવક્રત, ૩. પદ્રવ્યક્રત અને ૪. પરભાવક્રીત. તેમાં સાધુ ગૃહસ્થને પોતાનો ભક્ત બનાવવા (મંત્રેલાં) ચૂર્ણ-ગોળી વગેરે દ્રવ્ય આપીને તેના બદલામાં આહારાદિ વસ્તુને મેળવે, તે “સ્વદ્રવ્યક્રત’ અને આહાર આદિ મેળવવાના ઉદ્દેશથી ધર્મકથા (વ્યાખ્યાન) વગેરે કરી શ્રોતા વગેરેને આવર્જન કરીને તેના બદલામાં તે તે વસ્તુ મેળવે, તે “સ્વભાવક્રીત' કહેવાય. (સાધુ પ્રત્યેની અતિ ભક્તિથી તેને દાન આપવાની બુદ્ધિએ) ગૃહસ્થ પોતે સચિત્ત, અચિત્ત કે મિશ્ર કોઈ દ્રવ્ય બીજાને આપીને તેના બદલામાં તેની પાસેથી સાધુને આપવા યોગ્ય વસ્તુ મેળવે, તે “પદ્રવ્યક્રત અને સાધુનો ભક્ત કોઈ મંખ (લોકોને ચિત્રો બતાવી આજીવિકા મેળવનારો ભિક્ષુકવિશેષ) કે ગવૈયો, વગેરે પોતાની તે તે કળાથી બીજાને ખુશી કરીને બદલામાં તેના પાસેથી સાધુને આપવા માટેની વસ્તુ મેળવીને સાધુને આપે, તે પરભાવક્રીત' કહેવાય.
(૯) પ્રામિત્યક- સાધુને આપવા માટે જે વસ્તુ ઉછીની (તેવી પાછી આપવાની કબૂલાતથી ઉધારી લેવામાં આવે, તે “પ્રામિયક દોષ, તેના
૧. સાધુના નિમિત્તે ખરીદવામાં ધનનો વ્યય થાય, એ ધનનો સાધુએ ઉપયોગ કર્યો ગણાય,
અને ધનને મેળવવામાં સેવાયેલાં પાપસ્થાનોનો ભાગીદાર સાધુ બને માટે ઉત્સર્ગ માર્ગે સાધુને પોતાના બાહ્ય જીવનની (શરીરની) સગવડ અર્થે ગૃહસ્થનું અલ્પધન પણ ખરચાવવાનો અધિકાર નથી. ગૃહસ્થ પોતાના જીવન માટે લીધેલું કે તૈયાર કરેલું હોય, તેનાથી નિર્વાહ કરવો એ તેનો આચાર છે. વળી મુકાવાથી અને સુધારવી શ્રાવક અને સાધુનો એ આચાર છે કે–ગૃહસ્થ કોઈ જાતના બદલાની આશા વિના સાધુની સેવા કરે અને સાધુ પોતાને મળતી સેવાના બદલામાં કોઈ પૌદ્ગલિક ઉપકાર કરવાના ધ્યેય વિના તેને ધર્મનું દાન કરે. તેને બદલે ઉપદેશાદિ દ્વારા કે મંત્ર-તંત્રાદિ આપવા દ્વારા સાધુ જો ગૃહસ્થ પાસેથી આહારાદિ ઈષ્ટ વસ્તુ મેળવે, તો તેણે શાસને વેચીને પોતાની આજીવિકા ચલાવી ગણાય. આવું કરવાથી શાસ્ત્રોની અને શાસનની મોટી આશાતના થવાથી જીવ દુર્લભબોધિ બને છે અને મિથ્યાત્વને વશ થઈ સંસારમાં ભટકતો થઈ જાય છે, અન્ય ભવોમાં ભોજન આદિ નહિ મળવાનું કે જીદ્યા વગેરે ઈન્દ્રિયોનું પણ દુઃખ ભોગવવું પડે છે.
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org